સુરતની કંપનીની બલ્લે-બલ્લે! ઈઝરાયેલને ગુજરાતની ડ્રોન ટેક્નોલોજી પસંદ પડી, આપ્યો મોટો ઓર્ડર
ઇઝરાયેલની એક કંપની દ્વારા સુરતની એક કંપનીને 10 હજાર ડ્રોનનો ઓર્ડર આપ્યો છે. આ કંપનીએ દસ વર્ષ સુધી દર વર્ષે એક હજાર ડ્રોન ઈઝરાયેલની કંપનીને પૂરા પાડવા પડશે. ટેકનોલોજીમાં સમગ્ર વિશ્વનું વારંવાર ધ્યાન દોરતા ઇઝરાયેલની કંપનીએ સુરતની કંપનીને ઓર્ડર આપ્યો છે જેનાથી સાબિત થાય છે..
Trending Photos
ઝી બ્યુરો/સુરત: ઇઝરાયેલ તેની સુરક્ષા અને ટેકનોલોજીમાં માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે. ત્યારે ઇઝરાયેલની એક કંપની દ્વારા સુરતની એક કંપનીને 10 હજાર ડ્રોનનો ઓર્ડર આપ્યો છે. આ કંપનીએ દસ વર્ષ સુધી દર વર્ષે એક હજાર ડ્રોન ઈઝરાયેલની કંપનીને પૂરા પાડવા પડશે.
ટેકનોલોજીમાં સમગ્ર વિશ્વનું વારંવાર ધ્યાન દોરતા ઇઝરાયેલની કંપનીએ સુરતની કંપનીને ઓર્ડર આપ્યો છે જેનાથી સાબિત થાય છે કે, સુરતના યુવાનો ટેકનોલોજીમાં અગ્રેસર થઈ રહ્યાં છે. કારણ કે સુરતની જે કંપનીને ઓર્ડર મળ્યો છે. તે કંપનીમાં કાર્યરત તમામ લોકોની ઉંમર 24 વર્ષ અથવા તેની આસપાસની છે.
સુરતનું જ્યારે પણ દુનિયામાં કશે પણ નામ લેવામાં આવે છે ત્યારે હંમેશા તેના હીરા, કાપડ અને જરીની વાત આવતી હોય છે. પરંતુ હવે ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ સુરત સફળતાની ઊંચાઈને આંબી રહ્યું છે. એવું એટલા માટે કહેવું પડે કારણ કે તાજેતરમાં જ લેબેનોનમાં પેજર બોમ્બ ફોડીને ઈઝરાયલે સમગ્ર દુનિયાને અચંબામાં મૂકી દીધી છે. હજી તો આ કઈ રીતે શક્ય બન્યું તે જાણવા માટે લોકો માથું ખંજવાળી રહ્યાં હતાં ત્યારે જ વોકીટોકી અને સોલાર બોમ્બ ફોડીને ઈઝરાયેલે એ સાબિત કરી આપ્યું છે કે તેઓ ગમે ત્યારે, ગમે તે જગ્યાએ ગમે તે સમયે ઈઝરાયેલમાં બેઠા બેઠા કંઈ પણ કરી શકે છે.
હવે આ દેશની એક કંપની ટેકનોલોજીથી સજ્જ ડ્રોન માટે સુરતની કંપનીને ઓર્ડર આપે તો તે ચોક્કસ જ સુરત માટે ગર્વ લેવા જેવી બાબત છે. થોડા સમય પહેલા જ સુરતની કંપરની ઈનસાઈડ એફપીવી અને ઇઝરાયેલની યુએવી ડાયનામિક્સ કંપની વચ્ચે એક એમઓયુ સાઈન થયા છે. જે મુજબ ઈઝરાયેલની કંપનીએ સુરતની કંપનીને 10,000 ડ્રોનનો ઓર્ડર આપ્યો છે.
એમઓયુ અનુસાર આ ઓર્ડર 10 વર્ષમાં પૂર્ણ કરવાનો છે એટલે 10 વર્ષ સુધી કંપનીએ એક એક હજાર ડ્રોન પણ પુરા પાડવા પડશે.તાજેતરમાં જ શિયાચીન પાસે આવેલા વારી લા પાસના વાતાવરણમાં ઇન્ડિયન આર્મી દ્વારા 'હિમ ડ્રોનેથોન 2' સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરતની એફપીવીએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.
ડ્રોનની વિશેષતા
દુનિયાના કોઇપણ ખૂણામાં બેસીને ઓપરેટ થઇ શકે છે 500 ગ્રામ વજન છે અને અઢી કિલો વિસ્ફોટક લઇ જઇ શકે છે 200 થી 300 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ઉંડી શકે છે. સેલ્ફ ડિસ્ટ્રોઇ થઇને ટારગેટને વ્યાપક નુકસાન પહોંચાડી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે