પ્રથમ દિવસે રૂપિયા થઈ જશે ડબલ, ગ્રે માર્કેટમાં ધૂમ, આવતીકાલથી ઓપન થશે આ IPO, જાણો વિગત

KRN Heat Exchanger IPO: ઈશ્યુ પ્રાઇસ બેન્ડ 209થી 220 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેર નક્કી કરવામાં આવી છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ એટલે કે જીએમપીની વાત કરીએ તો તે 240 રૂપિયા છે. તે ઈશ્યુ પ્રાઇસથી 110 ટકા પ્રીમિયમ દર્શાવે છે.

પ્રથમ દિવસે રૂપિયા થઈ જશે ડબલ, ગ્રે માર્કેટમાં ધૂમ, આવતીકાલથી ઓપન થશે આ IPO, જાણો વિગત

KRN Heat Exchanger IPO: આ દિવસોમાં, કંપનીઓ ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (IPO) દ્વારા શેરબજારમાં સતત લિસ્ટ થઈ રહી છે. આ માહોલ વચ્ચે હવે બીજી કંપનીનો IPO આવી રહ્યો છે. આ IPO KRN હીટ એક્સ્ચેન્જર એન્ડ રેફ્રિજરેશન લિમિટેડનો છે. 25મી સપ્ટેમ્બરે ખુલતો આ IPO 27મી સપ્ટેમ્બર, શુક્રવારના રોજ બંધ થશે.

આ આઈપીઓમાં ઈક્વિટી શેરના કુલ ઈશ્યુમાં 1,55,43,000 ઈક્વિટી શેર સુધીનો ફ્રેશ ઈશ્યુ સામેલ છે. અપર પ્રાઇઝ બેન્ડ પર કુલ ઈશ્યુ સાઇઝ  341.95 કરોડ રૂપિયાની છે. તો લોવર પ્રાઇઝ બેન્ડ પર આ ઈશ્યુ 324.85 કરોડ રૂપિયાનો છે.

ઈશ્યુ પ્રાઇસ અને જીએમપી
ઈશ્યુ પ્રાઇસ બેન્ડ 209થી 220 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેર નક્કી કરવામાં આવી છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ એટલે કે જીએમપીની વાત કરીએ તો 240 રૂપિયા છે. તે ઈશ્યુ પ્રાઇસથી 110 ટકા પ્રીમિયમ દેખાડે છે. આ પ્રમાણે આઈપીઓનું લિસ્ટિંગ 460 રૂપિયા પર થઈ શકે છે. મહત્વનું છે કે આ આઈપીઓના એક લોટમાં 65 શેર છે.

કંપનીનો પ્લાન
રાજસ્થાન સ્થિત આ કંપની હીટ વેન્ટિલેશન એર કન્ડીશનીંગ અને રેફ્રિજરેશન ઉદ્યોગો માટે ફિન અને ટ્યુબ પ્રકારના હીટ એક્સ્ચેન્જર્સનું ઉત્પાદન કરે છે. આ IPOમાંથી મળનારી રકમનો ઉપયોગ રાજસ્થાનના અલવરના નીમરાનામાં નવી ઉત્પાદન સુવિધાઓ સ્થાપિત કરવા માટે કરવામાં આવશે. સંપૂર્ણ માલિકીની પેટાકંપની, KRN HVAC પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ કરવાની પણ દરખાસ્ત છે. તેની અંદાજિત કિંમત રૂ. 242.46 કરોડ છે અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેવાશે.

કંપનીના પરિણામ
KRN હીટ એક્સ્ચેન્જર એન્ડ રેફ્રિજરેશન લિમિટેડની નાણાકીય વર્ષ 24 માં કામગીરીમાંથી આવક વાર્ષિક ધોરણે 25% વધીને રૂ. 308 કરોડ થઈ છે, જ્યારે કર પછીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 22% વધીને રૂ. 39 કરોડ થયો છે. હોલાની કન્સલ્ટન્ટ્સ આ IPO માટે એકમાત્ર બુક-રનિંગ લીડ મેનેજર છે.",

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news