આ દિવાળીએ ગરીબોના ઘરમાં નહિ તળાય મઠીયા-ફાફડા, તેલ એટલું મોંઘું થયું કે દીવા પ્રગટાવવા કે નહિ તે પણ વિચારશે

Groundnut Oil prices Hike Again : દિવાળીના તહેવારો સમયે જ કપાસિયા તેલના ભાવમાં ઝીંકાયો વધારો... એક જ દિવસમાં જ 15 કિલો ડબ્બાના ભાવમાં 100 રૂપિયાનો વધારો... કપાસિયા તેલનો ભાવ 1610 રૂપિયાએ પહોંચ્યો...  

આ દિવાળીએ ગરીબોના ઘરમાં નહિ તળાય મઠીયા-ફાફડા, તેલ એટલું મોંઘું થયું કે દીવા પ્રગટાવવા કે નહિ તે પણ વિચારશે

Groundnut Oil Prices : ગુજરાતીઓ માટે આ દિવાળીનો તહેવાર ભારે પડવાનો છે. મોંઘવારી એવી હરણફાળ વિકાસ કરી રહી છે કે, લોકોના ઘરનું બજેટ ડગમગી ગયું છે. નવેમ્બર મહિનાની શરૂઆત થતા જ ખાદ્યતેલોના ભાવમાં ભડકો થયો છે. દિવાળીના તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. ચાર દિવસ પહેલા સિંગતેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે હવે નવેમ્બર મહિનાની શરૂઆતમાં કપાસિયા તેલના ભાવમાં ભડકો થયો છે. એક જ દિવસમાં કપાસિયા તેલના ડબ્બે 100 રૂપિયાનો વધારો કરાયો છે. 

તેલના ભાવ હજી વધે તેવી શક્યતા
આજે ખુલતા બજારે કપાસિયા તેલના ભાવમાં 100 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. કપાસિયા તેલના 15 કિલો બ્રાન્ડેડ ડબ્બાનો ભાવ 1510 રૂપિયા હતો, જે વધીને 1610 રૂપિયા ભાવ થયો છે. ત્યારે હવે કપાસિયા તેલના ભાવને પગલે સિંગતેલના ભાવ પણ વધે તેવી શકયતા દેખાઈર હી છે. દિવાળીના તહેવારને લઈને કપાસિયા તેલની માંગમાં વધારો થઈ રહ્યો છે. દિવાળી બાદ પણ લગ્નસરાની સિઝન હોવાથી ખાદ્યતેલના ભાવ વધે તેવી શકયતા વેપારીઓએ વ્યક્ત કરી છે. 

વેપારીઓ કહે છે, કોરોના બાદ સૌથી ઓછા ભાવ હાલ 
આ ભાવ વધારા વિશે ખાદ્યતેલના વેપારી ભાવેશ પોપટે કહ્યું તે, ગત વર્ષે કપાસિયા તેલનો ડબ્બો 2600 રૂપિયા હતો જે ચાલુ વર્ષે 1610 રૂપિયા થયો છે. સામાન્ય રીતે દિવાળી અને લગ્નસરાની સીઝનમાં ખાદ્યતેલની ડિમાન્ડ રહેતી હોય છે. કોટન સિડ્સમાં તેલનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાથી કપાસિયા તેલના ભાવમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. કોરોના પછી સૌથી ઓછા તેલના ભાવ અત્યારે જોવા મળી રહ્યા છે.

મોંઘવારીમાં લોકોએ ચા છોડી, તેલ-શેમ્પૂ-સાબુનો વપરાશ ઘટાડ્યો
દેશમાં ભલે પ્રીમિયમ પ્રોડક્ટની માંગ વધી રહી છે, પરંતુ લોકોએ મોંઘવારી વધતા જીવન જરૂરિયાતી વસ્તુઓ પર કાપ મૂક્યો છે. લોકોએ ખાણીપીણી, સાબુ-શેમ્પૂ, સિંગતેલ, ચા વગેરેના ખર્ચ પર મોટો કાપ મૂક્યો છે. બેંક ઓફ બરોડાના એક રિપોર્ટ અનુસાર, લોકોએ આવક ઘટતા પોતાની આદતો બદલી છે. મોંઘવારી વઘતા તેની અસર વોશિંગ પાવડર, ટૂથપેસ્ટ, સાબુ, મેગી જેવી વસ્તુઓ પર પડી છે. હેર ઓઈલ, ખાદ્યતેલ, શેમ્પૂ, ચા ઉપરાંત સિગારેટ, દારૂ પર કાપ મૂકાયો છે. કારણ છે લોકોની આવકમાં ઘટાડો. આવક ઘટવાને કારણે લોકો ગૃહ ઉપયોગી સામાનમાં મોટા પેકને બદલે નાના પાઉચની માંગ કરી રહ્યાં છે. આ ઉપરાંત આઈસ્ક્રીમનો વપરાશ પણ ઘટ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news