Earthquakes: આખરે કેમ વારંવાર આવે છે ભૂકંપ, ભારતમાં ક્યાં વધુ ખતરો? ગુજરાતનો આ વિસ્તાર છે સૌથી વધુ જોખમી
ભારતના લોકો એકવાર ફરીથી ભૂકંપના આંચકાના કારણે દહેશતમાં આવી ગયા. દિલ્હી એનસીઆર સહિત ભારતના અનેક ભાગોમાં ભૂકંપના જોરદાર આંચકા મહેસૂસ થયા. ઝટકા ઘણીવાર સુધી મહેસૂસ થયા. આ આંચકા બાદ લોકો પોત પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા. ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળમાં હતું. પરંતુ શું તમે જાણો છો કે વારંવાર આખરે ભૂકંપ કેમ આવે છે.
Trending Photos
Reasons Of Earthquakes: ભારતના લોકો એકવાર ફરીથી ભૂકંપના આંચકાના કારણે દહેશતમાં આવી ગયા. દિલ્હી એનસીઆર સહિત ભારતના અનેક ભાગોમાં ભૂકંપના જોરદાર આંચકા મહેસૂસ થયા. ઝટકા ઘણીવાર સુધી મહેસૂસ થયા. આ આંચકા બાદ લોકો પોત પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા. ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળમાં હતું. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં 10 કિલોમીટર ઊંડે હતું. નેપાળમાં આવેલા ભૂકંપના આંચકા દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં મહેસૂસ થયા. પરંતુ શું તમે જાણો છો કે વારંવાર આખરે ભૂકંપ કેમ આવે છે. આવો જાણીએ અને સમજીએ કે ભારતમાં કઈ કઈ જગ્યાઓ ભૂકંપની રીતે વધુ સંવેદનશીલ છે.
શું છે ભૂકંપ આવવાનું કારણ
જ્યારે ટેક્ટોનિક પ્લેટ્સની સ્થિતિમાં પરિવર્તન થાય છે. ધરતીના પેટાળમાં 12 ટેક્ટોનિક પ્લેટ્સ હોય છે. આ પ્લેટ્સ પરસ્પર ટકરાતા જે ઉર્જા નીકળે છે તેને જ ભૂકંપ કહેવાય છે. આ પ્લેટ્સ ખુબ ધીમી ગતિથી ફરતી રહે છે અને દર વર્ષે પોતાની જગ્યાએથી 4થી 5 મિમી સુધી સરકતી હોય છે. આવામાં કોઈ પ્લેટ કોઈથી દૂર થઈ જાય અથવા તો કોઈ કોઈની નીચે સરકી જાય. આ પ્રક્રિયા દરમિયાન પ્લેટ્સ અથડાવવાથી ભૂકંપ આવે છે.
ભારતમાં ભૂકંપના ક્ષેત્રોને ઝોનનમાં વહેંચવામાં આવ્યા છે
અહીં એ જાણવું જરૂરી છે કે રિંગ ઓફ ફાયરમાં હોવાના કારણે દુનિયામાં સૌથી વધુ ભૂકંપ ઈન્ડોનેશિયામાં આવે છે. જાવા અને સુમાત્રા પણ આ વિસ્તારમાં આવે છે. જો ભારતની વાત કરીએ તો છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારત પણ ભૂકંપનું કેન્દ્ર બનતું ગયું છે. એક રિસર્ચ મુજબ ભૂકંપનું જોખમ દેશમાં દરેક જગ્યાએ અલગ અલગ છે અને આ જોખમ પ્રમાણે દેશને અનેક ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. જેમ કે ઝોન 1, ઝોન 2, ઝોન 3, ઝોન 4, ઝોન 5. ઝોન 2 એટલે સૌથી ઓછું જોખમ અને ઝોન 5 એટલે સૌથી વધુ ખતરો. ભૂકંપની રીતે ઝોન 5 એ સૌથી ખતરનાક વિસ્તાર છે.
ભારતના આ વિસ્તારો ઝોન-5માં
ઝોન-5 માં સમગ્ર પૂર્વોત્તર ભારત, જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગ, હિમાચલ પ્રદેશનો કેટલોક ભાગ, ઉત્તરાખંડનો અમુક હિસ્સો, ગુજરાતમાં કચ્છનું રણ, ઉત્તર બિહારનો કેટલોક ભાગ અને આંદમાન અને નિકોબર ટાપુઓ સામેલ છે. આ વિસ્તારમાં ભૂકંપ આવતા રહે છે.
ઝોન-4માં જમ્મુ અને કાશ્મીર તથા હિમાચલ પ્રદેશના બાકી ભાગ, દિલ્હી, સિક્કિમ, ઉત્તર પ્રદેશનો ઉત્તરી ભાગ, સિંધુ-ગંગા થાલા, બિહાર અને પશ્ચિમ બંગાળ, ગુજરાતના કેટલાક ભાગ અને પશ્ચિમ તટ નજીક મહારાષ્ટ્રનો કેટલોક ભાગ અને રાજસ્થાન સામેલ છે.
ઝોન-3માં કેરળ, બિહાર, પશ્ચિમી રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પૂર્વ ગુજરાત અને મધ્ય પ્રદેશનો કેટલોક ભાગ આવે છે.
ઝોન-2માં રાજસ્થાનનો કેટલોક ભાગ, તમિલનાડુ, મધ્ય પ્રદેશનો કેટલોક હિસ્સો, પશ્ચિમ બંગાળ, અને હરિયાણાને સામેલ કરાયા છે.
ઝોન-1 ભૂકંપની રીતે સૌથી ઓછા જોખમવાળો છે જેમાં પશ્ચિમી મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, પૂર્વ મહારાષ્ટ્ર અને ઓડિશાના ભાગ આવે છે.
ભૂકંપનું કેન્દ્ર શું હોય છે?
ધરતીની સપાટી નીચેની એ જગ્યા જ્યાં ખડકો પરસ્પર ટકરાય છે કે તૂટે છે. ભૂકંપનું કેન્દ્ર કે ફોકસ કહેવાય છે. તેને હાઈપોસેન્ટર પણ કહે છે. આ કેન્દ્રથી જ ઉર્જા તરંગો સ્વરૂપે કંપન ફેલાવે છે અને ભૂકંપ આવે છે. આ કંપન બરાબર એ રીતના હોય છે જે રીતે શાંત તળાવના પાણીમાં પથ્થર ફેંકવાથી જે તરંગો પેદા થાય છે.
દિલ્હી-એનસીઆરમાં ભૂકંપ
છેલ્લા કેટલાકવર્ષોથી ભારતમાં જ્યારે પણ ભૂકંપ આવ્યો તો દિલ્હી-એનસીઆરમાં તેના તેજ આંચકા મહેસૂસ થયા છે. એક્સપર્ટ્સનું એ પણ કહેવું છે કે તે ચિંતાનો વિષય છે. શું ટેક્ટોનિક પ્લેટ્સની સ્થિતિમાં પરિવર્તન ત્યારે પણ થતું હોય છે જ્યારે ધરતીની ઉપર કોઈ ક્રિયા થતી હોય છે. આ બધા સવાલોના જવાબ વૈજ્ઞાનિકોને પરેશાન કરનારા છે. જેના પર સતત રિસર્ચ થઈ રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે