AHMEDABAD: વિશ્વનાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં કેટરિંગ સ્ટાફનાં નામે ઘુસી ગયેલા બે સટ્ટોડિયાઓ ઝડપાયા

રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ભયાનક ઉછાળો થયા બાદ તંત્ર દ્વારા કેટલાક કડક પગલા લેવાયા હતા. જેના ભાગરૂપે 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત અમદાવાદમાં ચાલી રહેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં જાહેર જનતાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. જેના કારણે દર્શકો વગર જ મેચનું આયોજન થયું હતું. જો કે આ કિસ્સામાં ચાંદખેડા પોલીસની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. કડક અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતા પણ બે સટ્ટોડિયાઓ ન માત્ર સ્ટેડિયમમાં પ્રવેશી ગયા હતા પરંતુ તેઓ ત્યાં બેસીને સટ્ટો પણ રમ્યા હતા. 

AHMEDABAD: વિશ્વનાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં કેટરિંગ સ્ટાફનાં નામે ઘુસી ગયેલા બે સટ્ટોડિયાઓ ઝડપાયા

મૌલિક ધામેચા/અમદાવાદ : રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ભયાનક ઉછાળો થયા બાદ તંત્ર દ્વારા કેટલાક કડક પગલા લેવાયા હતા. જેના ભાગરૂપે 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત અમદાવાદમાં ચાલી રહેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં જાહેર જનતાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. જેના કારણે દર્શકો વગર જ મેચનું આયોજન થયું હતું. જો કે આ કિસ્સામાં ચાંદખેડા પોલીસની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. કડક અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતા પણ બે સટ્ટોડિયાઓ ન માત્ર સ્ટેડિયમમાં પ્રવેશી ગયા હતા પરંતુ તેઓ ત્યાં બેસીને સટ્ટો પણ રમ્યા હતા. 

પોલીસનાં કથિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હરિયાણાના બે સટ્ટોડિયાઓ ખાનગી સપ્લાયર કંપનીના મજૂર બનીને સ્ટેડિયમમાં ઘુસી ગયા હતા. ટી20 મેચ મેચ પર મોબાઇલમાં સટ્ટો રમવાનું ચાલુ કર્યું હતું. ચાંદખેડા પોલીસે તપાસ કરતા બંન્ને અંદર પ્રવેશ મેળવી સટ્ટો રમતા તેમની જુગારની કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. સપ્લાયર કંપનીના મજૂર બનીને તેઓએ પાસ મેળવ્યા હતા. સ્ટેડિયમમાં પ્રવેશ પણ મેળવ્યો હતો. જેના પગલે બંન્ને વ્યક્તિઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છેકે, સ્ટેડિયમમાં ચુસ્ત બંદોબસ્ત છે. જેમાં GCA ની પ્રાઇવેટ સિક્યુરિટી આ ઉપરાંત પોલીસ ચેકિંગ અને ત્યાર બાદ કોઇ પણ વ્યક્તિને અંદર પ્રવેશ મળે છે. તેવામાં છેલ્લી T20 સમયે બંન્ને પિલ્લર નંબર 120-121 વચ્ચે બેઠા હતા. જેના પગલે એક વ્યક્તિને શંકા જતા તેણે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે તપાસ કરતા પહેલા તેઓ કેટરિંગ સ્ટાફ હોવાનું જણાવ્યું હતું. જો કે પોલીસે તપાસ કરતા મોબાઇલ સહિત વાંધાજનક સાહિત્ય મળી આવ્યું હતું. જેના પગલે બંન્નેની ધરપકડ કરી હતી. બંન્નેનું નામ પ્રિન્સ ગંભીર (ઉ.વ 21, રહે. પાણીપત હરિયાણા) અને આશિષ યાદવ (ઉ.વ 26, રહે રેવાડી, હરિયાણા) હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર સ્ટેડિયમની જવાબદારી ચાંદખેડા પોલીસ સંભાળી રહી છે. તેવામાં સવાલ થઇ રહ્યો છે કે જો બે વ્યક્તિ ડુપ્લીકેટ આઇકાર્ડ સાથે પ્રવેશ કરી શકે તો આતંકવાદી પ્રવેશ ન કરી શકે? લોખંડી પોલીસ બંદોબસ્તના દાવા કરતી પોલીસ સ્પષ્ટ રીતે ઉંઘતી ઝડપાઇ હતી.  આ બંન્ને આરોપીઓ ઝડપાયા બાદ ચાંદખેડા પોલીસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. 3 લેયર સુરક્ષાના દાવા કરતી ચાંદખેડા પોલીસ આ શખ્સોની ઓળખ કરી શકી નહોતી. સામાન્ય વ્યક્તિએ ધ્યાન દોર્યું ત્યારે પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી. બીજી તરફ સવાલ એ પણ થાય છે કે જે વ્યક્તિની નજર પડી તેણે પોલીસનું ધ્યાન દોર્યું ત્યારે આ બંન્ને ઝડપાયા. પણઆ વ્યક્તિઓ શું અગાઉની મેચમાં નહી આવ્યા હોય. જો આવ્યા હશે તો આ કેટલી ગંભીર પ્રકારની ગંભીર ભુલ કહી શકાય, આ અંગે ઉચ્ચ અધિકારીઓ કોઇ કાર્યવાહી કરે છે કે પોતાની ભુલ અને સ્ટાફને છાવરે છે તે જોવું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news