INDL vs SLL: સચિનની આગેવાનીમાં ભારતે જીતી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ, ફાઇનલમાં શ્રીલંકાને હરાવ્યું
સચિન તેંડુલકરની આગેવાનીમાં ઈન્ડિયા લેજન્ડ્સે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ટી20 2021ની ફાઇનલ મેચમાં શ્રીલંકા લેજન્ડ્સ વિરુદ્ધ પણ પોતાનો વિજયી ક્રમ જારી રાખ્યો અને ટાઇટલ પર કબજો કર્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ Road Safety World Series T20 2021 final India Legends vs Sri Lanka Legends: સચિન તેંડુલકરની આગેવાનીમાં ઈન્ડિયા લેજન્ડ્સે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ટી20 2021ની ફાઇનલ મેચમાં શ્રીલંકા લેજન્ડ્સ વિરુદ્ધ પણ પોતાનો વિજયી ક્રમ જારી રાખ્યો અને ટાઇટલ પર કબજો કર્યો છે. આ ટૂર્નમેન્ટ દરમિયાન ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન દમદાર રહ્યું અને ફાઇનલમાં પણ ટીમે શાનદાર દેખાવ કર્યો હતો. ફાઇનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા યૂસુફ પઠાણ અને યુવરાજ સિંહની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 4 વિકેટે 181 રન બનાવ્યા હતા.
શ્રીલંકાને જીત માટે 182 રનની જરૂર હતી પરંતુ ટીમ ટાર્ગેટ હાસિલ ન કરી શકે અને તેણે હારનો સામનો કરવો પડ્યો છે. શ્રીલંકાની ટીમ આ મેચમાં 20 ઓવરમાં 7 વિકેટ પર 167 રન બનાવી શકી અને તેણે 14 રનથી હારનો સામનો કરવો પડ્યો છે.
આ મેચમાં ઈન્ડિયા લેજન્ડ્સે પહેલા બેટિંગ કરી અને 20 ઓવરમાં 4 વિકેટે 181 રન બનાવ્યા. ભારત કરફથી વીરૂએ 10 રન બનાવ્યા તો સચિન તેંડુલકરે 23 બોલમાં 30 રન બનાવ્યા. એસ બદ્રીનાથે માત્ર 7 રનનું યોગદાન આપ્યું હતું. યુવરાજ સિંહ અને યૂસુફ પઠાણે ઈનિંગ સંભાળી હતી. યુવરાજ 60 રન બનાવી આઉટ થયો હતો. તો યૂસુફે અણનમ 62 અને ઇરફાન 8 રન બનાવી અણનમ રહ્યા હતા. શ્રીલંકા તરફથી રંગના હેરાથ, સનથ જયસૂર્યા, મહારૂફ તથા વીરારત્નેને એક-એક સફળતા મળી હતી.
શ્રીલંકાની ઈનિંગ, જયસૂર્યાએ બનાવ્યા 43 રન
બીજી ઈનિંગમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમને સનથ જયસૂર્યા તથા કેપ્ટન તિલકરત્ને દિલશાને સારૂ શરૂઆત અપાવી અને પ્રથમ વિકેટ માટે 62 રનની ભાગીદારી કરી. દિલશાન 21 રન બનાવી આઉટ થઈ ગયો ત્યારબાદ ચમારા સિલ્વા પણ માત્ર 2 રન પર આઉટ થયો. જયસૂર્યાએ 35 બોલનો સામનો કરતા 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 43 રનની ઈનિંગ રમી હતી. તેને યૂસુફે આઉટ કર્યો હતો. થરંગા 13 રન બનાવી આઉટ થયો હતો.
શ્રીલંકાના બેટ્સમેન કૌશલ્ય વીરારત્નેએ 15 બોલમાં 3 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ઝડપી 38 રન ફટકાર્યા હતા. તે મનપ્રીત ગોનીની ઓવરમાં આઉટ થયો હતો. જયાસિંગે 39 અને કુલશેકરા 1 રન બનાવી અણનમ રહ્યા હતા. ભારત તરફથી યૂસુફ અને ઇરફાને બે-બે તથા ગોનીએ એક વિકેટ ઝડપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે