સ્વદેશી વેક્સીન સફળ? પ્રથમ તબક્કામાં કોઇને આડઅસર નહી, બીજા તબક્કા માટે મોટા પ્રમાણમાં લોકો આવતા સમય વધારાયો
સમગ્ર દેશમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાને કારણે અનેક પ્રતિબંધો વચ્ચે લોકજીવન પસાર થઇ રહ્યું છે. તેવામાં કોરોનાથી બચવા માટે હાલ વિશ્વની તમામ મોટી દવા કંપનીઓ પગથી માથા સુધી જોર લગાવી રહી છે. તેવામાં અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પણ સ્વદેશી કોરોનાની વેક્સિનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કો સફળ રહ્યા બાદ હવે લોકોની વેક્સિન માટે સતત ઇન્કવાયરી આવી રહી છે. જો કે બપોરે અને સાંજે ગૃહીણી અને નોકરીયાત વર્ગના લોકો બપોરે નહી આવી શકતા હોવાના કારણે સાંજ સુધી કોરોનાની વેક્સિન આપવામાં આવી રહી છે.
Trending Photos
અમદાવાદ : સમગ્ર દેશમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાને કારણે અનેક પ્રતિબંધો વચ્ચે લોકજીવન પસાર થઇ રહ્યું છે. તેવામાં કોરોનાથી બચવા માટે હાલ વિશ્વની તમામ મોટી દવા કંપનીઓ પગથી માથા સુધી જોર લગાવી રહી છે. તેવામાં અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પણ સ્વદેશી કોરોનાની વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કો સફળ રહ્યા બાદ હવે લોકોની વેક્સીન માટે સતત ઇન્કવાયરી આવી રહી છે. જો કે બપોરે અને સાંજે ગૃહીણી અને નોકરીયાત વર્ગના લોકો બપોરે નહી આવી શકતા હોવાના કારણે સાંજ સુધી કોરોનાની વેક્સીન આપવામાં આવી રહી છે.
જો કે વેક્સીન લેવા મુદ્દે કેટલાક લોકો ખચકાઇ પણ રહ્યા છે. હાલ જે પુછપરછ આવી રહી છે અને તેમાંથી જે લોકો વેક્સીન લેવા માટે તૈયાર થાય છે તેમાં મોટા ભાગના લોકો મિડલ એજના લોકો રસ દાખવી રહ્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય બાયોટેક કોરોના માટેની વેક્સીન ટ્રાયલ માટે મુકવામાં આવી છે. આ વેક્સીનના બદલામાં તંત્ર દ્વારા મહિને 750 રૂપિયા પણ આપવામાં આવી રહ્યા છે. વેક્સીન ટ્રાયલમાં ગૃહીણીઓ અને નોકરીયાત વર્ગના યુવાનો ભાગ લઇ રહ્યા છે. ખાસ કરીને મહિલાઓ ખાસ રસ દાખવી રહી છે.
કોરોના વેક્સીન ટ્રાયલ સાથે જોડાયેલા ડોક્ટરે જણાવ્યું કે, અમે વેક્સીન માટેના ટાઇમિંગ ફિક્સ રાખેલા છે. અમારા પર અનેક લોકોના ફોન આવ્યા અને તેઓ આ સમય પર આવી શકે તેમ ન હતા. જેથી અમે હવે સવારથી સાંજના 5 વાગ્યા સુધી વેક્સીન આપી રહ્યા છીએ. લોકોના મનમાંથી ધીરે ધીરે વેક્સીન ટ્રાયલ પ્રત્યેનો ડર પણ દુર થઇ રહ્યો છે. મોટા પ્રમાણમાં યુવતીઓ અને ગૃહિણીઓ પણ વેક્સીન પ્રક્રિયામાં જોડાઇ રહ્યા છે. જે વેક્સીન ટ્રાયલની સફળતા દર્શાવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં કોરોનાની વેક્સીનની ટ્રાયલ માટે મોટા પ્રમાણમાં વોલેન્ટિયર્સ દ્વારા ઇન્કવાયરી કરવામાં આવી રહી છે. જે માટે લોકો દ્વારા સોલા સિવિલ ખાતે પુછપરછ કરતા કોલ આવી રહ્યા છે. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, આજે 20 લોકોને વેક્સીનની ટ્રાયલ આપવામાં આવશે. જો કે સારા સમાચાર એ છે કે, પ્રથમ તબક્કામાં જે પણ લોકોને વેક્સીન આપવામાં આવી છે તેમાંથી કોઇ પણ વ્યક્તિને આડઅસર હોવાનું હજી સુધી સામે આવ્યું નથી. રોજિંદી રીતે તેમની હેલ્થ અપડેટ લેવામાં આવે છે. તમામ વોલેન્ટિયર્સ સ્વસ્થ છે. તેમને કોઇ પણ પ્રકારની તકલીફ નથી થઇ રહી કે શરીરમાં પણ કોઇ આડઅસર જોવા નથી મળી રહી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે