ભરૂચમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યુ- ગુજરાત ત્રીજી લહેરનો સામનો કરવા માટે સજ્જ
મુખ્યમંત્રીએ કહ્યું કે, વિકાસની રાજનીતિને સમર્પિત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનસેવા અને સમર્પણના ૨૦ વર્ષ પૂર્ણ કર્યા છે. તેમણે કંડારેલી સુશાસનની પગદંડી પર ચાલી રાજ્ય સરકાર પ્રજાજનોને ગુડ ગવર્નન્સ આપવાની નેમ ધરાવે છે.
Trending Photos
ભરૂચઃ ભરૂચમાં પીએમ કેર હેટળ સિવિલ હોસ્પિટલમાં સ્થાપિત કરાયેલા 1.87 મેટ્રિક ટનના ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યુ હતું. પ્લાન્ટના લોકાર્પણ બાદ પંડિત ઓમકારનાથ હોલ ખાતે કોરોનાવોરિયર્સનું સન્માન અને અંકલેશ્વર રેવન્યુ ક્વાર્ટરનું લોકાર્પણ કર્યુ હતું. અહીં મુખ્યમંત્રી બોલ્યા કે અમારી સરકાર નવી છે, અમારી કંઈ ભૂલ હોય તો અમને શીખવજો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ ભરૂચ સિવિલ હોસ્પિટલના PSA ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાનએ ગુજરાતના નાગરિકોની આરોગ્ય સુખાકારીની દરકાર કરીને અત્યાર સુધી PM કેર્સ ફંડમાંથી કુલ ૧૫ ઓક્સિજન પ્લાન્ટની ભેટ આપી છે. સી.એસ.આર. હેઠળ ૩ ઓક્સિજન પ્લાન્ટ મળી કુલ ૧૮ પ્લાન્ટ્સ રાજ્યને ઉપલબ્ધ થયા છે. આ પ્લાન્ટસ કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે અને સામાન્ય દિવસોમાં પણ દર્દીઓની સ્વાસ્થ્ય સુવિધાઓ માટે લાભદાયી નિવડશે તેમ તેમણે ઉમેર્યું હતું. નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તરાખંડના ઋષિકેશથી દેશભરમાં આવા ૩૫ PSA ઓક્સિજન પ્લાન્ટના ઈ-લોકાર્પણ કર્યા હતા.
PM કેર્સ હેઠળ ભરૂચ, પાટણ, પાલનપુર, થરાદ, ખેડબ્રહ્મા, ભિલોડા, માણસા, વડનગર, ગોધરા, સંતરામપુર, ગરુડેશ્વર, નવી સિવિલ હૉસ્પિટલ-સુરત, સ્મીમેર હૉસ્પિટલ-સુરત, સોલા સિવિલ અને ગાંધીધામ જ્યારે ગુજરાત CSR ઑથોરિટી દ્વારા રાજપીપળા, ઝાલોદ તથા મોરબી ખાતે નવા સ્થાપિત PSA પ્લાન્ટ્સ પણ લોકોને સમર્પિત થયા છે.
આ પણ વાંચોઃ આ પણ વાંચોઃ વડોદરા રેપ કેસ : પીડિતા, અશોક જૈન, રાજુ ભટ્ટ અને અલ્પુ સિંધી વચ્ચે આખરે શુ રંધાયુ હશે તે રાઝ ખૂલશે
ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે PM કેર્સ ફંડમાંથી રૂ.૧.૦૫ કરોડના ખર્ચે ૧.૮૭ મેટ્રિક ટનની કેપેસિટી ધરાવતા ઓક્સિજન પ્લાન્ટ સહીત સમાવેશ થાય છે. આ અંગેનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આયોજિત કર્યો હતો.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકારે કોરોનાની બીજી લહેરની તમામ પરિસ્થિતિઓનું આકલન કરીને સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે આરોગ્યવિષયક સેવાઓ, સુવિધાઓની સજ્જતા પૂર્ણ કરી છે.
મુખ્યમંત્રીએ સૌના સાથથી સૌના વિકાસ અને સૌના વિશ્વાસની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દોહરાવતા જણાવ્યું કે, કોરોનાકાળમાં સામાન્ય માણસને પરવડે એવી આરોગ્ય સુવિધાઓ સરકારે ઉભી કરી છે. ખાનગી હોસ્પિટલોમાં રિઝર્વ બેડની વ્યવસ્થા કરીને હજારો દર્દીઓને નિ:શુલ્ક કોવિડ સારવાર આપી હતી જેની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ લેવાઈ હતી. વિદેશી રાષ્ટ્રોમાં જ ઉત્તમ આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ બની શકે તેવા ભ્રમને ભાંગીને ભારત અને ગુજરાતે કોરોના સામેની લડાઈમાં આગવું મોડેલ સ્થાપિત કર્યું છે.
વડોદરા બળાત્કાર કેસઃ આરોપી રાજુ ભટ્ટને ઝટકો, પાવાગઢ મંદિરના ટ્રસ્ટી પદેથી હટાવવાની કાર્યવાહી શરૂ
મુખ્યમંત્રીએ કહ્યું કે, વિકાસની રાજનીતિને સમર્પિત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનસેવા અને સમર્પણના ૨૦ વર્ષ પૂર્ણ કર્યા છે. તેમણે કંડારેલી સુશાસનની પગદંડી પર ચાલી રાજ્ય સરકાર પ્રજાજનોને ગુડ ગવર્નન્સ આપવાની નેમ ધરાવે છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, લોકપ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવાના દરવાજા ખુલ્લા કરી દીધા છે, જનતાની આશા-અપેક્ષા, સૂચનો સરકાર માટે હંમેશા સ્વીકાર્ય છે અને ગુડ ગવર્નન્સ-સુશાસનની કામગીરીમાં લોકોના સહયોગની અપેક્ષિત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે