છેલ્લાં બે મહિનામાં વડોદરાવાસીઓ માથે ચોથી આફત આવી, કેમ વારંવાર શહેર ડૂબવા માટે મજબૂર થાય છે, વાંચો આ રિપોર્ટ

ગુજરાતમાં હજુ વરસાદ પડી રહ્યો છે. ફરી વડોદરા પર સંકટ આવ્યું છે. હજુ તો તાજેતરમાં આવેલા પૂરના નિશાન ભૂંસાયા નથી ત્યાં તો ફરી નવા પૂરની આફત આવી ગઈ છે. પરંતુ હવે સવાલ થાય છે કે કોના પાપે વડોદરાની જનતા વારંવાર પૂરનો સામનો કરવો મજબૂર બની રહી છે.

છેલ્લાં બે મહિનામાં વડોદરાવાસીઓ માથે ચોથી આફત આવી, કેમ વારંવાર શહેર ડૂબવા માટે મજબૂર થાય છે, વાંચો આ રિપોર્ટ

વડોદરાઃ  વરસાદ હોય તો પૂર આવે એ સામાન્ય બાબત છે.. એમાં કોઈ સવાલ નથી,, પરંતુ, વારંવાર આખું શહેર ડૂબતું હોય અને એ છતાં પણ કોઈ શીખ ન લેવી એના પર જરૂરથી સવાલ ઉઠવા જોઈએ.. આજે અમારે તમને વડોદરામાં આ વર્ષે પૂરના કારણે સર્જાયેલી પરિસ્થિતિનો ચિતાર આપવો છે.. શું તમે જાણો છો કે આ વર્ષે વડોદરા શહેર ચોથી વખત પાણીમાં ડૂબી ગયું છે.. છેલ્લાં બે મહિનામાં વડોદરાવાસીઓ માથે ચોથી આફત આવી.. આખરે કેમ વારંવાર વડોદરા ડૂબવા માટે મજબૂર થાય છે.. જુઓ આ રિપોર્ટ.. 

વરસાદ તો રહી ગયો છે પરંતુ, વડોદરાવાસીઓએ આ આફતનો સામનો કદાચ શહેરની હયાતિ સુધી કરવો પડશે. જી હાં, વડોદરા શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે.. વારંવાર સામાન્ય વરસાદમાં આવી પરિસ્થિતિ સર્જાય છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવતી. ધરોહર તરીકે વારસામાં મળેલી વિશ્વામિત્રી નદી અહીંની જનતા માટે જ શ્રાપ બની છે અને એ શ્રાપનું કારણ વડોદરાનું વહીવટી તંત્ર..

વડોદરા પર બે મહિનામાં ત્રીજીવાર પૂરનું સંકટ મંડરાયું છે.. કાલાઘોડા બ્રિજ પાસે જળ સપાટીમાં ઘટાડો નોંધાવાની શરૂઆત થઈ છે.. ઉપરવાસમાં અને વડોદરામાં છેલ્લાં કેટલાંય કલાકોથી વરસાદ ન પડતાં સપાટીમાં ઘટાડો થયો છે.. સપાટી ઘટતાની સાથે જ નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઉતરવા લાગ્યા છે.. 

— Zee 24 Kalak (@Zee24Kalak) September 30, 2024

2004થી 26 ઓગસ્ટ 2024 દરમિયાન 20 વખત પૂર આવ્યા છે. જેમાં સૌથી વધુ આ વખતે ત્રણવાર પૂર આવ્યા છે. સૌથી પહેલા 24 જુલાઈ પછી 26 ઓગસ્ટ અને હવે 29 સપ્ટેમ્બરે પૂરની સ્થિતિ ઉભી થઈ હતી. જ્યારે 25 સપ્ટેમ્બરે 110 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો અને 4 લોકોના મોત થયા હતા.

આમ બે જ મહિનામાં ત્રણવાર પૂર અને એકવાર ભારે પવન સાથે વરસાદની આફત મળીને કુલ ચાર વાર આફતનો સામનો કરવો પડ્યો છે.. વિશ્વામિત્રી નદીમાં જ્યારે-જ્યારે પૂર આવે છે, ત્યારે વડોદરા કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા સરકારમાં પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા.. પરંતુ સરકાર દ્વારા ઊંઘ ઉડાડવામાં આવતી ન હતી.. ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરના સત્તાધિશોને આકરી ટકોર કરી છે..

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડોદરાને માગ્યું તે બધુ આપ્યું છે. સત્તાધિશોને રાજ્ય સરકાર તમામ મદદ કરે છે. શા માટે વડોદરામાં વારંવાર પાણી ભરાય જાય છે. એવી વ્યવસ્થા કરો કે હવે શહેરમાં પાણી ન ભરાય. 22 વર્ષથી આપણી જ સરકાર છે તો તમે રજૂઆત કેમ ન કરી?

શહેરના રાજમાર્ગો પર અવારનવાર મગર લટાર મારતા હોવાના બનાવો સામાન્ય બની ગયા છે.. ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન નદી, તળાવોના જળસ્તર વધતા આ ઘટનાઓમાં વધારો થાય છે. આ દ્રશ્યો વડસરના છે જ્યાં કાંસા રેસિડેન્સી, સમૃતદ્ધિ અને કોટેશ્વર ગામમાં ફરી વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસ્યા છે.. જોકે, તંત્ર દ્વારા પાણી ગામમાં ઘૂસે તે પહેલાં જ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

વડોદરાવાસીઓએ હવે તંત્ર અને સરકારની આશા રાખવાનું છોડી દીધું છે એનો પુરાવો આ દ્રશ્યો છે.. સમા સાવલી બ્રિજ ઉપર બંને તરફ કારો પાર્ક કરી દેવામાં આવી છે.. વડોદરા શહેરમાં ફરીથી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતા લોકોમાં ગભરાટ ફેલાયો છે અને પોતાના વાહનો બચાવવા માટે બ્રિજ ઉપર પાર્ક કરી દીધા છે..

વડોદરા શહેરમાં ત્રીજી વખત પૂર આવતા ગરબાના ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાય ચૂક્યા છે.. નવરાત્રિને હવે ગણતરીના બે દિવસ બાકી રહ્યા છે એવામાં ગરબા ગ્રાઉન્ડની આ પરિસ્થિતિના કારણે આયોજકો ચિંતામાં મૂકાયા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 24 કલાકમાં વિવિધ આશ્રયસ્થાનો તેમજ અસરગ્રસ્ત વિસ્તારમાં કુલ 2000 નંગ ફૂડ પેકેટ તેમજ સુકા નાસ્તાની અને પીવાના પાણીની આગોતરા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.. શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોને સ્થળાંરિત કરવા માટે ચારેય ઝોનમાં મળી કુલ 30 સીટી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news