એકબીજાના પ્રેમમાં પડ્યાં ભાઈ-બહેન! ઘેર-ઘેર ફેમસ છે એમનો ટીવી શો, હવે મંગળસૂત્રમાં ફેરવાશે રાખડી
Entertainment World: ટીવી શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ના 'Yeh Rishta Kya Kehlata Hai' બે કલાકારો, જેઓ શોમાં ભાઈ-બહેનનો રોલ કરી રહ્યા હતા, તેઓ વાસ્તવિક જીવનમાં એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. નિર્માતાઓએ ખબર પડી તો એટલા ડર્યા કે બંનેને બોલાવીને કહ્યું કે કોઈ સમક્ષ આ બાબતને ઉજાગર ના કરતા.
Trending Photos
Entertainment News: ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં (entertainment world) સાથે કામ કરતા કલાકારો વચ્ચે પ્રેમમાં પડવું એ કોઈ મોટી વાત નથી. અને એવું જરૂરી નથી કે જેઓ સ્ક્રીન પર કપલ તરીકે દેખાય એ જ અફેર કરે. ઘણી વખત ભાઈ-બહેન અથવા દેવર-ભાભી નો રોલ ભજવતા કલાકારો એકબીજા સાથે પ્રેમમાં પડે છે. ટીવી શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ના બે કલાકારો વચ્ચે કંઈક આવું જ થયું. આ કલાકારો શોમાં ભાઈ-બહેનની ભૂમિકા ભજવી રહ્યા હતા, પરંતુ વાસ્તવિક જીવનમાં તેઓ બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ બની ગયા હતા. ખાસ વાત એ છે કે જ્યારે મેકર્સને આ વાતની જાણ થઈ તો તેઓએ તેમને તેમના સંબંધોને છુપાવવાની સલાહ આપી.
અમે જે કપલ વિશે વાત કરી રહ્યા છીએ તે છે રોહન મેહરા અને કાંચી સિંહ. આ બંનેએ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં (Yeh Rishta Kya Kehlata Hai')ભાઈ-બહેનની ભૂમિકા ભજવી હતી. પરંતુ કદાચ તેઓને ખબર પણ ન પડી કે તેઓ ક્યારે એકબીજાના પ્રેમમાં પડી ગયા. શોમાં રોહને અક્ષરા (Hina Khan) ના પુત્ર નક્ષ સિંઘાનિયાની ભૂમિકા ભજવી હતી અને કાંચીએ તેની પિતરાઈ બહેન ગાયત્રી ઉર્ફે ગયુની ભૂમિકા ભજવી હતી. 2016માં બંને એકબીજાની નજીક આવ્યા હતા.
એવું કહેવાય છે કે જ્યારે 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ના નિર્માતાઓને તેમના સંબંધો વિશે ખબર પડી ત્યારે તેઓએ તેમને આ વાતને ગુપ્ત રાખવાની સલાહ આપી, કારણ કે તેઓ સ્ક્રીન પર ભાઈ અને બહેનની ભૂમિકા ભજવી રહ્યા હતા. રોહને શો છોડ્યા પછી, તેણે કાંચી સાથેના તેના સંબંધો વિશે કબૂલાત કરી હતી.
2021માં રોહન મહેરા અને કાંચી સિંહનું થયું બ્રેકઅપ-
2021 માં જ્યારે રોહન અને કાંચીએ વેલેન્ટાઇન ડેના (Valentine's Day) અવસર પર સોશિયલ મીડિયા પર એકબીજા પ્રત્યે કશું લખ્યું ન હતું, ત્યારે તેમના બ્રેકઅપની અટકળો શરૂ થઈ હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે લાંબા સમયથી બંને વચ્ચે કંઈ સારું ચાલી રહ્યું ન હતું. તેથી તેઓએ પરસ્પર સંમતિથી અલગ થવાનું નક્કી કર્યું. બાદમાં એક ઈન્ટરવ્યુમાં કાંચીએ પોતે રોહન સાથેના બ્રેકઅપની પુષ્ટિ કરી હતી.
ટાઈમ્સ નાઉ સાથે વાત કરતી વખતે કાંચીએ કહ્યું હતું કે, "હું રોહનને એક કે બે વાર પાર્ટીઓ અને ઈવેન્ટ્સમાં મળી છું. અમે એકબીજા સાથે ખૂબ જ સૌહાર્દપૂર્ણ છીએ. અમારી વચ્ચે કોઈ કડવાશ નથી. ન તો મારી કે ન તેની તરફથી. અમને બંનેને એકબીજા માટે આદર છે."
આ જ વાતચીતમાં જ્યારે કાંચીને રોહન સાથેના તેના બોન્ડિંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે, "જુઓ, અમે જીવનનો સારો સમય પસાર કર્યો છે. અમે સાથે ઘણો મોટો તબક્કો વિતાવ્યો છે. તે અમારી બંને સાથે રહેશે. જ્યારે કાંચીને પૂછવામાં આવ્યું કે શું તે ભવિષ્યમાં રોહન મેહરા સાથે કામ કરવા માંગશે તો તેણે કહ્યું કે તેને તેમાં કોઈ સમસ્યા નથી.
હાલમાં રોહન અને કાંચી લાઈમલાઈટથી દૂર-
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રોહન મેહરા અને કાંચી સિંહ બંને હાલમાં લાઈમલાઈટથી દૂર છે. રોહન છેલ્લે 2021માં વેબ સિરીઝ 'ક્રેશ' ('Crash' in 2021) માં જોવા મળ્યો હતો, જ્યારે કાંચી સિંહ છેલ્લે રિયાલિટી શો 'કિચન ચેમ્પિયન 5'માં ('Kitchen Champion 5) જોવા મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે