SURAT માં મહિલાએ વેપારીઓને લલચાવી લલચાવીને કરોડોનું ફુલેકુ ફેરવ્યું

શહેરમાં કાપડના અલગ-અલગ વેપારીઓ પાસેથી કાપડ ખરીદી કરી થોડું પેમેન્ટ ચુકવી આપી હતી. વેપારીઓને વિશ્વાસમાં લઇ કાપડનો મોટો જથ્થો ખરીદ કરી પેમેન્ટ નહીં ચુકવી નાસી જતા બંટી-બબલી સામે ગુનો નોંધાય હતો. વેપારીઓ સાથે 81.77 લાખની ઠગાઈ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે ઠગ ટોળકીની મહિલા આરોપીને મહારાષ્ટ્રથી પકડી પાડી છે. જ્યારે પુરૂષ આરોપીની શોધખોળ ચાલી રહી છે.
SURAT માં મહિલાએ વેપારીઓને લલચાવી લલચાવીને કરોડોનું ફુલેકુ ફેરવ્યું

સુરત : શહેરમાં કાપડના અલગ-અલગ વેપારીઓ પાસેથી કાપડ ખરીદી કરી થોડું પેમેન્ટ ચુકવી આપી હતી. વેપારીઓને વિશ્વાસમાં લઇ કાપડનો મોટો જથ્થો ખરીદ કરી પેમેન્ટ નહીં ચુકવી નાસી જતા બંટી-બબલી સામે ગુનો નોંધાય હતો. વેપારીઓ સાથે 81.77 લાખની ઠગાઈ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે ઠગ ટોળકીની મહિલા આરોપીને મહારાષ્ટ્રથી પકડી પાડી છે. જ્યારે પુરૂષ આરોપીની શોધખોળ ચાલી રહી છે.

સુરતમાં લાંબા સમયથી ઠગ ટોળકી સક્રિય...
સુરતમાં છેલ્લા કેટલાય સમયથી ઠગ ટોળકી સક્રિય થઈ છે. આ ટોળકી અલગ અલગ માર્કેટમાં ફરી પોતાની માર્કેટમાં સારી છાપ હોવાનું કહી સમયસર પેમેન્ટ કરી દેશે તેવો વેપારીઓમાં વિશ્વાસ કેળવતા હતા. થોડો સમય માલ લઈ સમયસર પેમેન્ટ કરતા હતા. જો કે બાદમાં આ જ વિશ્વાસનો લાભ ઉઠાવી લાખો રૂપિયાનો માલ લઈ ભાગી છૂટતા હતા. આવું જ કઈ સુરતના વેપારીઓ સાથે બન્યું છે. બબલી ઝડપાઈ સુરતના વેપારીઓ સાથે 81 લાખની ઠગાઈ કરનાર બંટી-બબલી ગેંગની મહિલાની મહારાષ્ટ્રથી ધરપકડ કરવામાં આવી છે. 

પહેલા થોડુ પેમેન્ટ આપીને કેળવાતો હતો વિશ્વાસ...
સુરતમાં કાપડના અલગ-અલગ વેપારીઓ પાસેથી કાપડ ખરીદી કરી થોડું પેમેન્ટ ચુકવી આપી વેપારીઓને વિશ્વાસમાં લઇ કાપડનો મોટો જથ્થો ખરીદ કરી પેમેન્ટ નહીં ચુકવી નાસી જતા બંટી-બબલી સામે ગુનો નોંધાય હતો. વેપારીઓ સાથે 81.77 લાખની ઠગાઈ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે ઠગ ટોળકીની મહિલા આરોપીને મહારાષ્ટ્રથી પકડી પાડી છે. જ્યારે પુરૂષ આરોપીની શોધખોળ ચાલી રહી છે. બંટી-બબલી વેપારીઓને કહેતા હતા કે, અવધ ટેક્સટાઇલ માર્કેટ અને મુંબઇ ખાતે મોટું નામ અને મોટું કામકાજ છે. તમે અમારી સાથે વેપાર કરશો તો તમને ખુબ નફો થશે. તેવી લાલચ આપી અલગ અલગ પ્રકારનો અને અલગ અલગ કીંમતનો કાપડનો ખરીદ કરી શરૂઆતમાં થોડું પેમેન્ટ સમયસર ચુકવી આપી વેપારીઓને વિશ્વાસ કેળવતા હતા. 

ગેંગવિરુદ્ધ મોટા ભાગના મોટા શહેરોમાં ફરિયાદ...
ત્યારબાદ કાપડનો મોટો જથ્થો ખરીદ કરી કુલ રૂ.81.77 લાખ નહીં ચુકવી સુરતના વેપારી સાથે છેતરપિડી કર્યાની ફરિયાદ નોંધાઇ હતી. કમલ અખ્તર શેખ અને નિલોફર કમલ અખ્તર શેખની તેમજ અન્ય બે ઈસમો રાજેશ અને અવિંદ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરાયો હતો. આરોપી પતિ અખ્તર કમલ શેખ અને અન્ય આરોપી દલાલ મારફ્તે સુરત અને અન્ય જિલ્લા રાજ્યોના વેપારીઓ પાસેથી કાપડનો માલ ખરીદી કરતા હતા. શરુઆતમાં સમયસર માલનું પેમેન્ટ આપી વેપારીઓને વિશ્વાસમાં લઇ મસમોટા માલની ખરીદી કરી પેમેન્ટ નહીં ચૂકવી નાસી જઇ છેતરપીંડી કરતા હોવાનું જાણવા મળ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નિલોફરને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગેંગની સામે સુરતના સલાબતપુરા, અમદાવાદના કાગડાપીઠ અને મુંબઈમાં ગુના નોંધાયેલા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news