Nikhat Zareen, Lovlina Borgohain: નિખત અને લવલીના સહિત આ મહિલા બોક્સર કોમનવેલ્થ ગેમ્સમાં ઉતરશે

India women boxing team for CWG: કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતીય મહિલા બોક્સિંગ ટીમની પસંદગી થઈ ગઈ છે. મેરી કોમ ટીમમાં જગ્યા બનાવી શકી નહીં, જ્યારે નિખત અને લવલીનાએ ક્વોલિફાઇ કરી લીધુ છે. 

Nikhat Zareen, Lovlina Borgohain: નિખત અને લવલીના સહિત આ મહિલા બોક્સર કોમનવેલ્થ ગેમ્સમાં ઉતરશે

નવી દિલ્હીઃ વર્તમાન વિશ્વ ચેમ્પિયન ઝરીન (50 કિલો) અને ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા લવલીના બોરગોહેન (70 કિલો) એ શનિવારે પસંદગી ટ્રાયલન્સમાં બદબદા ભરી જીતથી કોમનવેલ્થ ગેમ્સ-2022 માટે ભારતીય ટીમમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે. બે વખતની સ્ટ્રેન્ડઝા મેમોરિયલ ગોલ્ડ મેડલ વિજેતા નિખતે હરિયાણાની મીનાક્ષીને સર્વસંમત નિર્ણયમાં 7-0થી હરાવી જ્યારે લવલીનાએ આ અંતરથી રેલવેની પૂજાને પરાજય આપ્યો હતો. 

નીતૂ (48 કિલો) અને જૈસમીન (60 કિલો) એ પણ કોમનવેલ્થ ગેમ્સ માટે ટીમમાં પોતાનું સ્થાન પાક્કુ કર્યું છે. નિખત પોતાના મુકાબલા દરમિયાન નિયંત્રણમાં જોવા મળી અને તેણે રિંગનો ઉપયોગ કરી દમદાર પંચ માર્યા હતા. બે વખતની પૂર્વ યુવા વિશ્વ ચેમ્પિયન નીતૂએ ખંડિત નિર્ણયમાં 2019ની સિલ્વર મેડલ વિજેતા મંજૂ રાની પર 5-2થી જીત મેળવી હતી. 

હરિયાણાની આ બોક્સર માટે વર્ષ શાનદાર રહ્યું છે જેમાં તેણે સ્ટ્રેન્ડઝા મેમોરિયલમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2021 એશિયન યુવા બોક્સિંગ ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડલ વિજેતા જૈસમીને લાઇટ મિડિલવેટ ફાઇનલમાં 2022 વિશ્વ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ વિજેતા પરવીન હુડ્ડાને પરાજય આપ્યો હતો. કોમનવેલ્થ ગેમ્સ 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી બર્મિંઘમમાં રમાશે. 

આ વખતે મેરી કોમ જોવા નહીં મળે
તો ભારતની અનુભવી અને સ્ટાર બોક્સર મેરી કોમ આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં જોવા મળશે નહીં. શુક્રવારે મેરી કોમને ઘુંટણમાં ઈજા થવાને કારણે તેણે કોમનવેલ્થ ગેમ્સની ટ્રાયલ્સમાંથી હટવા માટે મજબૂર થવું પડ્યું હતું. એટલે હવે મેરી પોતાના કરિયરના અંતિમ પડાવમાં કોમનવેલ્થ ગેમ્સ રમી શકશે નહીં. આ ગેમ્સમાં 2018માં મેરી કોમ ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બોક્સર બની હતી. 

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય ટીમ આ પ્રકારે છેઃ નીતૂ (48 કિલોગ્રામ), નિખત ઝરીન (50 કિલોગ્રામ), જૈસમીન (60 કિલોગ્રામ), લવલીના બોરગોહેન (70 કિલોગ્રામ).

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news