SURAT માં શિક્ષિકા અને ડોક્ટર બહેનોએ જીવનથી કંટાળી માતા સાથે આપઘાતનો પ્રયાસ કર્યો

રક્ષાબંધનના પવિત્ર દિવસે જ એક બહેને પોતાની માતા અને નાની બહેનને ઝેરી ઇન્જેક્શન આપી પોતે પણ ઊંઘ ની દવા લઈ સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં માતા અને એક ટીયર પુત્રીનું મોત થઈ ચૂક્યું છે. જ્યારે એક ડોક્ટર પુત્રીની હાલત ગંભીર છે. જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આજે  રક્ષાબંધનના તહેવારના દિવસે જ આ પ્રકારની ઘટનાને લઇને અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે.
SURAT માં શિક્ષિકા અને ડોક્ટર બહેનોએ જીવનથી કંટાળી માતા સાથે આપઘાતનો પ્રયાસ કર્યો

તેજસ મોદી/સુરત : રક્ષાબંધનના પવિત્ર દિવસે જ એક બહેને પોતાની માતા અને નાની બહેનને ઝેરી ઇન્જેક્શન આપી પોતે પણ ઊંઘ ની દવા લઈ સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં માતા અને એક ટીયર પુત્રીનું મોત થઈ ચૂક્યું છે. જ્યારે એક ડોક્ટર પુત્રીની હાલત ગંભીર છે. જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આજે  રક્ષાબંધનના તહેવારના દિવસે જ આ પ્રકારની ઘટનાને લઇને અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે.

સમગ્ર મામલે સુરત શહેર પોલીસે જણાવ્યું કે, ચીકુવાડી નજીકના સહજાનંદ રો-હાઉસમાં રહેતા પ્રજાપતિ પરિવારની ડો દર્શનાએ ગઈકાલે રાત મોડી રાત્રે પોતાની 59 વર્ષીય માતા મંજુલાબેન કાંતિભાઈ સોડાંગર અને 28 વર્ષીય ફાલ્ગુનીને ઝેરી ઇન્જેક્શન આપી પોતે પણ ઊંઘની વધુ માત્રામાં દવા ખાઈ સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં માતા અને શિક્ષક બહેનનું અવસાન થયું હતું. જ્યારે દર્શનાને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

હાલ દર્શનાની સ્થિતિ નાજુક છે. ઘટનાને પગલે પોલીસ કાફલો દોડતો થઇ ગયો હતો. ચોક બજાર પોલીસ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓએ હોસ્પિટલ પહોંચી સામૂહિક આપઘાતની ઘટનામાં બચી ગયેલી ડોક્ટર પ્રાથમિક પૂછપરછ કરી હતી. જેમાં તેને જીવનથી કંટાળી જઈ આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો. સાથે જ માતા અને બહેન પણ તેના ઉપર નિર્ભર હોવાના કારણે તે પણ આત્મહત્યા કરી લે તેવું આયોજન કર્યું હતું. સમગ્ર મામલે એક્શનમાં કઈ દવા નાખવામાં આવી હતી. તે જાણવા માટે માતા અને દીકરી ને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે સાથે જ ડોક્ટર દર્શના સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news