Couple એ જવાહર લાલ નહેરૂ ટેક્નોલોજી યૂનિવર્સિટીના ગેસ્ટહાઉસમાં મનાવ્યું હનીમૂન! મચી ગયો હડકંપ
આંધ્રપ્રદેશ (Andhra Pradesh) માં એક નવપરણિત કપલે જવાહરલાલ નહેરૂ ટેક્નોલોજી યુનિવર્સિટી (JNTUK Kakinada) ના ગેસ્ટહાઉસને હનીમૂન માટે બુક કરાવ્યું જેની ખૂબ નિંદા થઇ રહી છે.
Trending Photos
અમરાવતી: આંધ્રપ્રદેશ (Andhra Pradesh) માં એક નવપરણિત કપલે જવાહરલાલ નહેરૂ ટેક્નોલોજી યુનિવર્સિટી (JNTUK Kakinada) ના ગેસ્ટહાઉસને હનીમૂન માટે બુક કરાવ્યું જેની ખૂબ નિંદા થઇ રહી છે. આ વિવાદ શરૂ થયા બાદ યૂનિવર્સિટી મેનેજમેન્ટે ગેસ્ટહાઉસના કથિત દુરઉપયોગ કરવાના મામલે તપાસના આંદેશ આપતાં 5 સભ્યોની સમિતિની રચના કરી છે. મુદ્દો એટલી વધી ગયો કે રાજ્ય સરકારે આ ઘટનાક્રમ પર રિપોર્ટ મંગાવ્યો છે.
ખોટા ઉદ્દેશ્ય માટે યૂઝ થયું ગેસ્ટહાઉસ
યૂનિવર્સિટી મહિલા સશક્તિકરણ પ્રકોષ્ટની ડાયરેક્ટર એ.સ્વર્ણા કુમારીએ ગેસ્ટહાઉસ બુક કરાવ્યું હતું કે જે યૂનિવર્સિટીની પૂર્વ વિદ્યાર્થીની હતી. જ્યારે સંસ્થાના કુલસચિવ આર. શ્રીનિવાસ રાવ સાથે આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે ફોન પર જણાવ્યું કે 'અમારા એક સ્ટાફ સભ્યએ એક અન્ય પ્રોફેસર માટે ગેસ્ટહાઉસ બુક કરાવ્યું. પરંતુ જે ઉદ્દેશ્યથી ગેસ્ટહાઉસનો ઉપયોગ કરવામાં આવ્યો, તે ખોટો છે. અમે આ મુદ્દે તપાસ શરૂ કરી દીધું છે. થોડા દિવસોમાં સમિતિ રિપોર્ટ આપશે ત્યારબાદ દોષીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
ગેસ્ટહાઉસમાં બનાવેલો વીડિયો થઇ ગયો વાયરલ
તો બીજી તરફ સ્ટૂડન્ટ યૂનિયને યૂનિવર્સિટીમં આ મુદ્દે પ્રદર્શન કર્યું ત્યારબાદ આ વાત સામે આવી કે ગેસ્ટહાઉસનો ઉપયોગ એક નવપરણિત કપલના હનીમૂન માટે કરવામાં આવ્યો હતો. ગેસ્ટહાઉસનો ઉપયોગ ફક્ત મહેમાન પ્રોફેસર અને રિસર્ચર માટે કરવામાં આવે છે. બહારના લોકો માટે નથી. કહેવામાં આવે છે કે યૂનિવર્સિટીના કેટલાક સ્ટાફ સભ્યોએ હનીમૂન માટે ગેસ્ટહાઉસને શણગારવામાં મદદ કરી. દંપતીએ ગેસ્ટહાઉસમાં બનાવેલા આવેલા એક વીદિયોને મિત્રો સાથે શેર કર્યો અને આ સાર્વજનિક થઇ ગયો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે