સુરતમાં અત્યાર સુધી 129 ટ્રેન મારફતે 1.78 શ્રમિકોને પોતાના વતન મોકલાયા


સુરતથી આજે વધુ 20 ટ્રેન રવાના કરવામાં આવશે. જેમાં 14 ટ્રેન યૂપી, ઓડિશા 2, બિહાર 2 અને 2 ટ્રેન ઝારખંડ જશે. કુલ 32 હજાર શ્રમિકોને આજે વતન પરત મોકલવામાં આવશે. 
 

સુરતમાં અત્યાર સુધી 129 ટ્રેન મારફતે 1.78 શ્રમિકોને પોતાના વતન મોકલાયા

ચેતન પટેલ/સુરતઃ સુરતમાં દેશભરમાંથી લાખો લોકો રોજગારી મેળવવા માટે આવતા હોય છે. ત્યારે હાલ કોરોના વાયરસ અને લૉકડાઉનને કારણે દેશભરમાંથી મજૂરોને પોતાના વતન મોકલવામાં આવી રહ્યાં છે. ત્યારે વતન મોકલવાના મામલે સુરત દેશનું પ્રથમ રેલવે સ્ટેશન બની ગયું છે. અત્યાર સુધી સુરત રેલવે સ્ટેશનથી કુલ 129 ટ્રેન રવાના થઈ છે. સુરતથી અત્યાર સુધી 1.78 લાખ મજૂરોને પોતાના વતન મોકલવામાં આવ્યા છે. 

પ્રાપ્ત વિગત મુજબ સુરતમાં હીરાના કારખાના સહિત અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે. આ એકમોમાં ગુજરાત સહિત દેશના લાખો લોકો રોજગારી મેળવવા માટે સુરત આવતા હોય છે. પરંતુ હાલ કોરોના વાયરસને કારણે ચાલી રહેલા લૉકડાઉનમાં મજૂરો પોતાના વતન પરત જવા ઈચ્છતા હોવાને કારણે કેન્દ્ર સરકાર દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

સુરતમાં કોરોના વાયરસના નવા 8 કેસ નોંધાયા, જિલ્લાનો કુલ આંકડો 1023 પર પહોંચ્યો

સુરતમાં વિવાધ જગ્યાએ કામ કરતા 1.78 લાખ લોકોને પોતાના વતન મોકલવામાં આવ્યા છે. સુરતમાંથી અત્યાર સુધી 129 ટ્રેન રવાના કરવામાં આવી છે. તો 50 હજાર લોકોને બસ મારફતે પહોંચતા કરવામાં આવ્યા છે. સુરતમાંથી 4 લાખ લોકોને સૌરાષ્ટ્ર મોકલવામાં આવ્યા છે. સુરતથી આજે વધુ 20 ટ્રેન રવાના કરવામાં આવશે. જેમાં 14 ટ્રેન યૂપી, ઓડિશા 2, બિહાર 2 અને 2 ટ્રેન ઝારખંડ જશે. કુલ 32 હજાર શ્રમિકોને આજે વતન પરત મોકલવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news