RAJKOT માં ટ્રાન્સજેન્ડર-કિન્નરો સામસામે, એકે કહ્યું નગ્ન કરી માર માર્યો બીજાનો એટ્રોસિટીનો આક્ષેપ

ટ્રાન્સજેન્ડરને માર મારવાનો વધારે એક બનાવ સામે આવ્યો છે. શહેરના સામાકાંઠે રહેતા ટ્રાન્સજેન્ડર ચાંદની મકવાણાને કિન્નરોએ સાથે મળીને મોરબી રોડ પર નગ્ન કરીને માર મારવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ અગાઉ આ જ પ્રકારનો બનાવ પાયલ રાઠોડ સાથે બન્યો હતો. જેથી પાયલ રાઠોડ અને ચાંદની મકવાણાએ પોલીસ કમિશ્નરને આવેદન પત્ર આપ્યું છે. જો તે બીજી તરફ કિન્નરોએ આક્ષેપ કર્યો કે તેમને એટ્રોસિટીના કાયદાથી ડરાવવામાં આવી રહ્યા છે. 
RAJKOT માં ટ્રાન્સજેન્ડર-કિન્નરો સામસામે, એકે કહ્યું નગ્ન કરી માર માર્યો બીજાનો એટ્રોસિટીનો આક્ષેપ

રાજકોટ : ટ્રાન્સજેન્ડરને માર મારવાનો વધારે એક બનાવ સામે આવ્યો છે. શહેરના સામાકાંઠે રહેતા ટ્રાન્સજેન્ડર ચાંદની મકવાણાને કિન્નરોએ સાથે મળીને મોરબી રોડ પર નગ્ન કરીને માર મારવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ અગાઉ આ જ પ્રકારનો બનાવ પાયલ રાઠોડ સાથે બન્યો હતો. જેથી પાયલ રાઠોડ અને ચાંદની મકવાણાએ પોલીસ કમિશ્નરને આવેદન પત્ર આપ્યું છે. જો તે બીજી તરફ કિન્નરોએ આક્ષેપ કર્યો કે તેમને એટ્રોસિટીના કાયદાથી ડરાવવામાં આવી રહ્યા છે. 

આ મુદ્દે કિન્નર સમાજ મેદાને આવ્યો છે. રાજકોટ કિન્નર સમાજના અધ્યક્ષ મઢના વડા કિરણદે એ આ અંગે જણાવ્યું કે, પાયલ રાઠવા કિન્નર સમાજ વિરુદ્ધ સંગઠન બનાવીને કાર્ય કરે છે. અમને આ રીદે બદનામ કરવામાં આવે છે. આજે સવારે ચાંદની મકવાણાનો ફોન હતો આપણે એક જગ્યાએથી મોટી રકમ મળશે. જો કે અમારા સમાજના આગેવાનોએ ધ્યાન દોરતા અમે ત્યાંથી જતા રહ્યા. જો કે હવે પાયલ અને ચાંદની અમને એટ્રોસિટીના કાયદાથી ડરાવી રહ્યા છે. 

ટ્રાન્સજેન્ડર ચાંદની મકવાણાએ કહ્યું કે, કિન્નરો તેની પાસેથી જબરદસ્તી બજારમાં પૈકા માંગવા લઇ જતા હતા. કિન્નરો દ્વારા ચાંદનીને માનસિક અને શારીરિક ત્રાસ પણ આપવામાં આવતો હતો. ધરની બહાર કોઇ વસ્તુ લેવા પણ જવા માટે ચાંદની કાયમ એક કિન્નર સાથે રહેતા હતા. કિન્નરોનું એવો આક્ષેપ છે કે, ચાંદની મકવાણા ટ્રાન્સજેન્ડર છે તેમની સાથે રહે અને કમાયને આપે, પરતુ આ વાત જ્યારે ચાંદનીએ નકારી તેને લઇને કિન્નરોએ તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તેને લઇને ટ્રાન્સજેન્ડર ચાંદની મકવાણા અને તેના પરિવારના લોકો તેમજ પાયલ રાઠોડે પોલીસ કમિશ્નરને અરજી કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news