MORBI માં મામા ભાણાને પાનના ગલ્લે લઇ ગયા અને અચાનક તે ગુમ થઇ ગયો પછી...

જિલ્લાના ઘૂંટુ ગામ પાસે આવેલ ઉમા રેસિડેન્સીમાં રહેતા મામાના ઘરે સાત વર્ષીય ભણેજ આવ્યો હતો. ભાણેજ પોતાના નાનાની સાથે તેના ઘર પાસે આવેલ દુકાને ગયો હતો, ત્યાર બાદ નાના ઘરે આવ્યા હતા અને ભાણેજ દુકાને હતો. જેનું દુકાનદાર દ્વારા કોઈ કારણોસર અપહરણ કરવામાં આવ્યું જેની જાણ મામાને થતા તેણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ભાણેજ ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી છે. મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો ઊભા કરે તેવી એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. કેમ કે, ચોરી, ચોરીનો પ્રયાસ, લૂંટ, લૂંટનો પ્રયાસ, હત્યા, હત્યાનો પ્રયાસ જેવા બનાવો ચિંતાજનક રીતે વધી રહયા છે તેવામાં મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામ પાસેની ઉમા રેસિડેન્સીમાં રહેતા અને મૂળ માળીયા તાલુકાના નાની બરાર ગામના રાજેશભાઈ શામજીભાઈ જોટાણીયાએ ત્યાં આવેલ હરિઓમ સોસાયટીમાં રહેતા અને બાલાજી પાન નામે ઉમા રેસિડેન્સી પાસે બાલાજી પાન નામની દુકાન ધરાવતા રાજેશ ચંદુભાઈ જગોદરા સામે તેના ભાણેજનું અપહરણ કર્યું હોવાનું ફરિયાદ નોંધાવી છે.
MORBI માં મામા ભાણાને પાનના ગલ્લે લઇ ગયા અને અચાનક તે ગુમ થઇ ગયો પછી...

મોરબી : જિલ્લાના ઘૂંટુ ગામ પાસે આવેલ ઉમા રેસિડેન્સીમાં રહેતા મામાના ઘરે સાત વર્ષીય ભણેજ આવ્યો હતો. ભાણેજ પોતાના નાનાની સાથે તેના ઘર પાસે આવેલ દુકાને ગયો હતો, ત્યાર બાદ નાના ઘરે આવ્યા હતા અને ભાણેજ દુકાને હતો. જેનું દુકાનદાર દ્વારા કોઈ કારણોસર અપહરણ કરવામાં આવ્યું જેની જાણ મામાને થતા તેણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ભાણેજ ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી છે. મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો ઊભા કરે તેવી એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. કેમ કે, ચોરી, ચોરીનો પ્રયાસ, લૂંટ, લૂંટનો પ્રયાસ, હત્યા, હત્યાનો પ્રયાસ જેવા બનાવો ચિંતાજનક રીતે વધી રહયા છે તેવામાં મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામ પાસેની ઉમા રેસિડેન્સીમાં રહેતા અને મૂળ માળીયા તાલુકાના નાની બરાર ગામના રાજેશભાઈ શામજીભાઈ જોટાણીયાએ ત્યાં આવેલ હરિઓમ સોસાયટીમાં રહેતા અને બાલાજી પાન નામે ઉમા રેસિડેન્સી પાસે બાલાજી પાન નામની દુકાન ધરાવતા રાજેશ ચંદુભાઈ જગોદરા સામે તેના ભાણેજનું અપહરણ કર્યું હોવાનું ફરિયાદ નોંધાવી છે.

હાલમાં જે પર્વનું અપહરણ કરવામાં આવ્યું છે તેની માતા તુલ્પાબેન ભાવેશ વિડ્જાની માતાનું એટ્લે કે પર્વના નાનીનું આંખનું ઓપરેશન કરાવ્યુ હતું. જેથી છેલ્લા ૨૦ દિવસથી તુલ્પાબેન તેના બંને સંતાનોની સાથે તેની માતાના ઘરે ઉમા રેસિડેન્સીમાં આવ્યા હતા. દરમ્યાન તેના પર્વના નાના તેને લઇને બાલાજી પાન વાળા રાજેશભાઈ ચંદુભાઇની દુકાને ગયા હતા. ત્યાથી તે નોકરીએ જવા માટે ઘરે આવ્યા ત્યારે પર્વએ દુકાને રહેવાનુ કહ્યું હતું માટે ત્યાં મૂકીને આવ્યા હતા પછી દુકાનદાર દ્વારા તેની કોઈ કારણોસર અપહરણ કરવામાં આવ્યું છે અને હજુ સુધી તેનો કોઈ જગ્યાએથી પત્તો લાગ્યો નથી.

વધુમાં સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ પર્વ ઘરે ન આવતા તેને શોધવા માટે પરિવારના લોકો બાલાજી દુકાને ગયા હતા. ત્યારે દુકાન બંધ હતી અને ભાણેજ પર્વ પણ ત્યાં ન હતો. જેથી દુકાનવાળા રાજેશભાઈના ઘરે ગયા હતા ત્યારે તેના પત્ની જ ઘરે હતા અને તેને દુકાનવાળા રાજેશભાઈનું પુચ્છતા તેને કહ્યું હતુ કે તેના પતિ કપડા સીવડાવવા માટે ઘૂટું ગયા હતા, ત્યારે પર્વ તેની સાથે જ બાઈકમાં ગયો હતો ગયા છે. જો કે, રાજેશભાઈ કે પર્વનો કોઈ પત્તો ન લગતા બંને પરિવારના લોકો હાલમાં મૂંઝવણમાં મુકાયા છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશને હાલમાં અપહરણની ફરિયાદી નોંધાઈ હોવાથી બાળકને શોધવા માટે પોલીસ તજવીજ કરી રહી છે. જો કે, પર્વ ગુમ થયા પછી તેના પરિવારને કોઈનો ફોન આવેલ નથી અને પર્વના પિતા ખેતી કામ કરે છે. જેથી તે કોઈ મોટી ડિમાન્ડ પણ પૂરી કરી શકે તેમ નથી તો પણ પર્વનું અપહરણ કેમ કરવામાં આવ્યું તે સૌથી મોટો સવાલ છે અને હાલમાં પોલીસ દ્વારા ઘૂટું અને તેની આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ અને ખાનગી બાતમીના આધારે બાળકને શોધવા માટે કવાયત કરી રહી છે.

વિડજા પરિવારના માસૂમ બાળકનું અપહરણ કરવામાં આવ્યું છે. જેથી કરીને પરિવારજનો સાહિના લોકો બાળકને લઈને ચિંતિત છે. બાળકને શોધવા માટે પરિવારના લોકો અને પોલીસ મહેનત કરી રહી છે. જો કે, ગુમ થયેલ બાળક કે પછી જેની સામે ફરિયાદ નોંધાઈ છે તે દુકાનદારની કોઈ ભાળ મળી નથી માટે મોરબી તાલુકા પોલીસ અને એલસીબી સહિતની ટીમો બાળકને શોધવા એક એક સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ આદરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news