Airtel, Jio, Vi યૂઝર્સ માટે ઉપયોગી છે આ Trick! મનપસંદ ગીત બની જશે Caller Tune

આપણા ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર બેસિક રિચાર્જ સાથે-સાથે બીજી ઘણી સુવિધાઓ આપે છે, જેમાંથી એક કોલર ટ્યૂન પણ છે. જો તમને ખબર નથી કે કોલર ટ્યૂન કેમ હોય છે તો અમે તમને જણાવી દઇએ. 

Airtel, Jio, Vi યૂઝર્સ માટે ઉપયોગી છે આ Trick! મનપસંદ ગીત બની જશે Caller Tune

How to Set Caller Tune on Airtel Jio Vi Networks: આપણા ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર બેસિક રિચાર્જ સાથે-સાથે બીજી ઘણી સુવિધાઓ આપે છે, જેમાંથી એક કોલર ટ્યૂન પણ છે. જો તમને ખબર નથી કે કોલર ટ્યૂન કેમ હોય છે તો અમે તમને જણાવી દઇએ કે એક એવું ફીચર છે જેના વડે તમે તમારું મનપસંદ પર ગીત તમે કોલર માટે સેટ કરી શકો છો. જેથી જ્યારે પણ તમને કોઇ ફોન કરશે તો તેને રીંગના બદલે તમારું મનપસંદ ગીત સંભળાવી શકો છો. આવો જાણીએ કે તમે તમારા માટે કોલર ટ્યૂનની સેવાને કેવી રીતે સેટ કરી શકો છો.  

Vi યૂઝર્સ જાણી લો Caller Tune સેટ કરવાની રીત
જો તમે વોડાફોન આઇડિયાના નેટવર્કનો ઉપયોગ કરો છો તો તમારે કોલર ટ્યૂન સેટ કરવા માટે હંગામા મ્યૂઝિક એપનો ઉપયોગ કરવો પડશે પરંતુ વીઆઇની એપ દ્રારા. તમને જણાવી દઇએ કે ફક્ત વીઆઇ માટે કોલર ટૂનની આપી રહી છે અને તેનો ફાયદો ઉઠાવવા માટે તમારી પાસે 49 રૂપિયાની કિંમતવાળું સબ્સક્રિપ્શન પેક લેવું જોઇએ. 

વીઆઇ એપ ખોલો. 'મ્યૂઝિક' ના ટેબને ઓન કરો અને પછી સર્ચ કરવા ગીત સિલેક્ટ કરો અને પછી તેને ટ્યૂન બનાવી લો. કોલર ટ્યૂન સેટ કરવા માટે તમારે ત્યાં દર્શાવવામાં આવેલા પેક્સમાંથી એક પેક સિલેક્ટ કરવું પડશે. 

Jio યૂજર્સ સરળતાથી સેટ કરી શકો છો Caller Tune
જિયો યૂઝર્સ કંપનીની સત્તાવાર એપ દ્રારા, માય જિયો એપ દ્રારા કોલર ટ્યૂન સેટ કરી શકો છો. સૌથી પહેલાં તમારે જિયોની એપ તમારા ફોનમાં ખોલવાની રહેશે, પછી 'મ્યૂઝિક' ના ટેબ પર જઇને 'જિયો ટ્યૂન' ના ઓપ્શનને સિલેક્ટ કરવો પડશે. તેના પર ક્લિક કર્યા બાદ અહીં તમને સર્ચ બાર દેખાશે, જેમાં તમે પોતાના મનપસંદ ગીતને સર્ચ કરી શકો છો. હવે તેને કોલર ટ્યૂનના રૂપમાં સેટ કરી શકો છો. તમે ગીતના જે ભાગને કોલર ટ્યૂન સિલેક્ટ કરો છો, તેને સેટ કરતાં પહેલાં ટેસ્ટ પણ કરી શકાય છે. આ સેવા માટે તમારે કોઇ પૈસા ચૂકવવા નહી પડે. 

Airtel યૂઝર્સ આ રીતે સેટ કરે Caller Tune 
જો તમે એરટેલના પ્લાન્સનો ઉપયોગ કરો છો અને તમારા ફોન પર કોલર ટ્યૂન સેટ કરવા માંગો છો તો આગળ વાંચો. કોલર ટ્યૂન સેટ કરવા માટે તમારે સૌથી પહેલાં તમારા સ્માર્ટફોનમાં વિંક મ્યૂઝિકની એપ ડાઉનલોડ કરવી પડશે, જે એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર બંને પર ઉપલબ્ધ છે. ત્યારબાદ એપને ખોલો અને ત્યાં સૌથી ઉપર, જમણી તરફ 'હેલો ટ્યૂન્સ' ના ઓપ્શન પર જાવ. 

અહીં સર્ચ બારમાં જઇને પોતાના ફેવરીટ ગીતને સિલેક્ટ કરો અને પછી ચેક કરો કે તેની 'હેલો ટ્યૂન' ઉપલબ્ધ છે કે નહી. જો તમે આ ગીતને પોતાની પસંદની હિસ્સાને કોલર ટ્યૂનની માફક આરામથી સેટ કરી શકો છો. ધ્યાન રહે આ સેવા 30 દિવસ માટે છે ત્યારબાદ વિંક એપ પર જઇને તેને ફરીથી એક્ટિવ કરવાને હોય છે. આ સેવા ફ્રી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news