આણંદ શહેરમાં માર્ગો પર રખડતા પશુઓના આતંકનો વધારે એક નાગરિક ભોગ બન્યો
Trending Photos
આણંદ : શહેરમાં માર્ગો પર રખડતા ફરતા પશુઓનાં આંતકથી લોકો ત્રસ્ત થઈ ઉઠયા છે. તેમ છતાં નગરપાલિકાનાં સત્તાધીસો દ્વારા માર્ગો પર પશુઓ છુટા મુકનાર પશુપાલકો વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેનાં કારણે શહેરમાં ગામડી વડ વિસ્તારમાં આજે ગાયે એક મહિલાને ઢેકુ મારતા મહિલા ધાયલ થઈ હતી. આ સમગ્ર ધટનાનો વિડીયો વાયરલ થતા પાલિકાની લાલીયાવાડી સામે લોકો ફીટકાર વરસાવી રહ્યા છે.
આણંદ શહેરમાં કલ્પના સિનેમા સામે રહેતા હરખાબેન નામનાં વૃદ્ધા સામાજીક કામ અર્થે પોતાનાં પરિવાર સાથે પેટલાદ ગયા હતા. પેટલાદથી પરત ફરી રહ્યા હતા, ત્યારે ગામડી વડ જુની આઈસ ફેકટરી પાસે રખડતી ગાયએ તેઓને ઢેકુ મારી જમીન પર પાડી દીધા હતા. ત્યારબાદ પર ગાય દ્વારા મહિલા પર હુમલો કરી મહિલાને ઈજાઓ પહોંચાડી હતી. આ ધટનાને લઈને લોકોએ બુમો પાડતા આસપાસનાં લોકો દોડી આવ્યા હતા. ભારે ઝહેમત બાદ મહિલાને ગાયનાં પંજામાંથી મુકત કરાવી હતી. આ ગાયએ મહિલાને બચકા ભરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
ગત માર્ચ માસમાં ગુજરાતી ચોક વિસ્તારમાંથી પસાર થતા નાપાડ ગામનાં પ્રોઢ પર ગાયએ હુમલો કરી માર મારતા પ્રોઢનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. જયારે તે અગાઉ જુના બસ સ્ટેન્ડ પાછળ અને સીખોડ તળાવડી પાસે પણ ગાયે હુમલો કરતા બેનાં મોત નિપજયા હતા. છેલ્લા એક વર્ષમાં પાલીકાની લાલીયાવાડીનાં કારણે ગાયનાં હુમલામાં ત્રણનાં મોત નિપજયા છે, તેમ છતાં પાલિકાનાં પેટનું પાણી પણ હાલતુ નથી અને પાલિકાનાં સત્તાધીસોની લાલીયાવાડીનાં કારણે ગાયએ આજે વધુ એક મહિલા પર હુમલો કરી ધાયલ કરી છે.
આણંદ શહેરમાં પાલિકા દ્વારા છેલ્લા છ માસથી માર્ગો પરથી રખડતા પશુઓને પકડવાની કામગીરી બંધ કરી દીધી છે, અને જેનાં કારણે શહેરમાં વિવિધ માર્ગો પર રખડતા પશુઓનાં આંતકથી લોકો ત્રસ્ત થઈ ઉઠયા છે. ત્યારે જોવું રહ્યું પાલિકાનાં સત્તાધીસો આ મુદ્દે કયારે કાર્યવાહી કરે છે. પાલિકા પ્રમુખ રૂપલબેન પટેલએ સમગ્ર ધટનામાં ભાંગરો વાગતા પશુપાલકો સામે કાર્યવાહીનાં બદલે લોકોને માર્ગો પરથી પસાર થતી વખતે ગાયો જુએ તેમ હાથમાં ખાવાની વસ્તુઓ નહી રાખવા તેમજ ગાયોથી દુર રહેવા અનુરોધ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે