PM Modi Japan Visit: PM મોદી બે જાપાનના પ્રવાસે જવા રવાના, ક્વાડ સમિટ સહિત આ કાર્યક્રમોમાં લેશે ભાગ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે સાંજે બે દિવસીય યાત્રા પર જાપાન જવા માટે રવાના થઇ ગયા છે, જ્યાં તે ક્વાડ નેતાઓના એક શિખર સંમેલનમાં ભાગ લેશે જે પ્રભાવશાળી ગ્રુપના સભ્ય દેશો વચ્ચે સહયોગ અને મજબૂત બનાવવા તથા હિંદ-પ્રશાંત સંબંધિત ઘટનાક્રમ પર ચર્ચા કરવા પર કેન્દ્રીત છે.

PM Modi Japan Visit: PM મોદી બે જાપાનના પ્રવાસે જવા રવાના, ક્વાડ સમિટ સહિત આ કાર્યક્રમોમાં લેશે ભાગ

PM Modi Japan Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે સાંજે બે દિવસીય યાત્રા પર જાપાન જવા માટે રવાના થઇ ગયા છે, જ્યાં તે ક્વાડ નેતાઓના એક શિખર સંમેલનમાં ભાગ લેશે જે પ્રભાવશાળી ગ્રુપના સભ્ય દેશો વચ્ચે સહયોગ અને મજબૂત બનાવવા તથા હિંદ-પ્રશાંત સંબંધિત ઘટનાક્રમ પર ચર્ચા કરવા પર કેન્દ્રીત છે. આ ઉપરાંત જાપાનમાં જ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે તેમની દ્રિપક્ષીય વાર્તા પણ થશે. 

પીએમ મોદીએ શું કહ્યું 
પીએમ મોદીએ એક નિવેદનમાં કહ્યું કે શિખર સંમેલન ચાર દેશોના નેતાઓને ક્વાડ પહેલની પ્રગતિની સમીક્ષા કરવાનો અવસર પુરો પાડે છે. ટોક્યોમાં 24 મેના રોજ થનાર શિખર સંમેલનમાં પીએમ મોદી ઉપરાંત અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન, જાપાની પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાઇ પ્રધાનમંટ્રી એંથની અલ્બનીસ સામેલ થશે. 

આ મુદ્દાઓ પર થશે ચર્ચા 
ક્વાડ શિખર સંમેલનથી ઇતર મોદી, બાઇડન, કિશિદા અને અલ્બનીઝ સાથે અલગ-અલગ દ્રિપક્ષીય બેઠકો પણ કરશે. પીએમ મોદીએ કહ્યું કે જાપાનમાં ક્વાડ નેતાઓની આમને સામને બીજી શિખર વાર્તામાં પણ ભાગ લઇશ, જેનાથી ક્વાડ દેશોના નેતાઓને ક્વાડ પગલાં પ્રગતિની સમીક્ષા કરવાનો અવસર મળશે. તેમણે કહ્યું કે અમે હિંદ-પ્રશાંત ક્ષેત્ર સાથે સંબંધિત ઘટનાક્રમ અને પારસ્પરિક હિતના વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારની આપ-લે કરીશું. 

— PMO India (@PMOIndia) May 22, 2022

23 મેનો કાર્યક્રમ
જાપાનમાં ભારતીય સમુદાય પીએમ મોદીનું સ્વાગત કરશે. પીએમ મોદી સોમવારે NEC કોર્પોરેશનનના ચેરમેન Nobuhiro Endo સાથે બેઠક કરશે. UNIQLO ના ચેરમેન Tadashi Yanai સાથે બેઠક કરશે. સુઝુકી મોટર્સના એડવાઇઝર Osamu Suzuki સાથે બેઠક કરશે. સોફ્ટબેંક ગ્રુપના પ્રેસિડેન્ટ Masayoshi Son સથે બેઠક કરશે. ઇંડો-પેસેફિક ઇકોનોમિક પાર્ટનરશિપ લોન્ચ કરશે. જાપાની બિઝનેસમેન લીડર્સ સાથે ગોલમેઝ મીટીંગ કરશે. પીએમ મોદી સોમવારે જાપાનમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news