પ્રિ-મોન્સૂનની એક્ટિવિટી શરૂ: આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેશે, બુધવારથી અનેક વિસ્તારોમાં પડશે વરસાદ

Pre-monsoon activity in Gujarat: રાજ્યમાં ગરમીથી આંશિક રાહતના સમાચાર મળી રહ્યા છે. હવામાન વિભાગે હવે વરસાદની આગાહી કરતા લોકોને હાશકારો થયો છે. હાલ રાજ્યમાં ક્યાંય હિટવેવની કોઈ આગાહી નથી. દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાવવાના કારણે ગરમીથી રાહત મળી છે.

પ્રિ-મોન્સૂનની એક્ટિવિટી શરૂ: આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેશે, બુધવારથી અનેક વિસ્તારોમાં પડશે વરસાદ

ઝી ન્યૂઝ/અમદાવાદ: પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમી પવનની અસરથી અમદાવાદ સહિત રાજ્યમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું છે. સતત 45 થી 50 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. હવે રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહ્યાં બાદ દક્ષિણ ગુજરાત સહિત કેટલાંક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવીટી શરૂ થઈ ગઈ છે. જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોના આકાશમાં ઘનઘોર વાદળો છવાયેલા જોવા મળ્યા છે.

રાજ્યમાં ગરમીથી આંશિક રાહતના સમાચાર મળી રહ્યા છે. હવામાન વિભાગે હવે વરસાદની આગાહી કરતા લોકોને હાશકારો થયો છે. હાલ રાજ્યમાં ક્યાંય હિટવેવની કોઈ આગાહી નથી. દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાવવાના કારણે ગરમીથી રાહત મળી છે. બીજી બાજુ રાજ્યમાં આગામી દિવસોમાં પ્રિ-મોન્સૂનની એક્ટિવિટી શરૂ થશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બુધવારે વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરત અને તાપીમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

આ વખતે ગુજરાતમાં સામાન્ય ચોમાસું રહશે તેવું માનવામાં આવી રહ્યું છે. હવામાનની આગાહી કરતી સંસ્થા સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં હજુ મે મહિનાના અંત સુધી કાળઝાળ ગરમીનું પ્રમાણ યથાવત્ રહેશે. જો કે તેમાં સાધારણ વધારો-ઘટાડો નોંધાતો જોવા મળશે. આ ઉપરાંત કેરળમાં 26 મેથી ચોમાસાનું આગમન થઇ શકે છે. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં 10થી 15 જૂન વચ્ચે અને 15થી 20 જૂન વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઇ શકે છે.

સાબરકાંઠા પ્રિ-મોન્સૂન એક્ટિવીટી
સાબરકાંઠા જિલ્લામાં પ્રિ-મોન્સૂન એક્ટિવીટી શરૂ થઈ ગઈ છે. જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો છે. હિંમતનગરમાં વહેલી સવારથી આકાશ વાદળોથી છવાયેલું જોવા મળ્યું. જેના કારણે ગરમી વચ્ચે પવનથી ઠંડક પ્રસરી છે. દિવસે ગરમી અને વહેલી સવારે પવન અને વાદળોના કારણે ઠંડક જોવા મળી રહી છે. 

નોંધનીય છે કે, ગુજરાતમાં વરસાદના આગમનની ઘડીઓની ઉંઘી ગણતરી શરૂ થઈ ગઈ છે. કારણ કે, 25 મેના રોજ ગુજરાતમાં વરસાદનુ આગમન થશે. 25 મેના રોજ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામા આવી છે. જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપીમાં સામાન્ય વરસાદની આગાહી છે. 

હવામાન ખાતાના લેટેસ્ટ અપડેટ મુજબ, રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થવા જઈ રહી છે. 25 મે ના રોજ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. રાબેતા મુજબના ચોમાસા અંગે આગામી દિવસોમાં જાહેરાત કરાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news