13 દિવસમાં પાકિસ્તાનની આખી આર્મીને ઘુંટણીયે પાડી દીધી, જામનગરમાં કરાઇ ભવ્ય ઉજવણી
Trending Photos
મુસ્તાક દલ/જામનગર : પાકિસ્તાનને યુદ્ધના રણમેદાનમાં ભારતીય જવાનો દ્વારા માત્ર ૧૩ જ દિવસમાં ધૂળચાટતી કરીને તિરંગો લહેરાવ્યો હતો. આ જીતની ૫૦ વર્ષની સ્વર્ણિમ વિજય વર્ષ તરીકે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગરમાં પણ સેનાના જવાનો દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિજય મશાલ લાખોટા તળાવ અને નેવી મથક વાલસુરા બાદમાં આજે આર્મી એરિયામાં ખાતે પહોંચી હતી અને એક તબક્કે દેશભક્તિનું પ્રચંડ મોજુ છવાયેલું હતું. પાકિસ્તાનના જ એક ભાગ એવા હાલના બાંગ્લાદેશના વિસ્તાર પર પાકિસ્તાની આર્મીએ અત્યાચાર શરૂ કર્યા હતો. બાંગ્લાદેશી મહિલાઓ ઉપર એટલાં બધાં બળાત્કાર કરવામાં આવ્યા હતાં કે, જુલ્મ પરાકાષ્ટાએ પહોંચ્યો હતો. તે સમયના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ બાંગ્લાદેશને મદદ કરવા માટે ભારતીય સૈનાને લીલી ઝંડી આપી હતી.
આ સાથે જ ભારતીયની ત્રણેય પાંખ એરફોર્સ, આર્મી અને નેવીએ એવો જબરદસ્ત હુમલો કર્યો હતો કે, તેર દિવસની અંદર જ પાકિસ્તાની સેના ધુટનીએ આવી ગઈ હતી. ૯૨ હજાર પાકિસ્તાની સૈનિકોએ ભારતીય સૈના સામે આત્મસમર્પણ કરીને હથિયાર નીચે મૂકી દીધાં હતાં. આ સાથે જ બાંગ્લાદેશનો ઉદય થયો હતો. પાકિસ્તાનથી જુદા પડીને બાંગ્લાદેશની અલગ રચના થઈ હતી. તેમાં ભારતની મદદ જ મહત્ત્વની બની રહી હતી. જો એ સમયે ભારને બાંગ્લાદેશની મદદ કરી ન હોત તો આજે એક દેશ તરીકે બાગ્લાદેશનું અસ્તિત્વ ન હોત.
ભારતની મદદથી બાંગ્લાદેશ તો બન્યું જ હતું અને સાથે-સાથે ૧૯૬૨ બાદ વધુ એક વખત પાકિસ્તાનને યુદ્ધના મેદાનમાં પરાસ્ત કરવામાં અને ધુળયાટનું કરવામાં ભારતીય સેના સફળ થઇ હતી. ૫૦ વર્ષમાં હોવાથી દેશભરમાં સ્વર્ણિમ વિજય વર્ષની ઉજવણી ચાલી રહી છે, તેના અનુસંધાને વિજય મશાલ જામનગર ખાતે પહોંચી હતી. આમીના હેડકવાર્ટરથી નીકળીને લાખોટા તળાવ ખાતે વિજય મશાલ લાવવામાં આવી હતી. ત્યાં પણ ૭૧ના યુદ્ધની જીતને યાદ કરવામાં આવી હતી.
જામનગરમાં આજે આર્મી એરિયામાં સોમનાથ ગેટમાં મશાલ લાવવામાં આવી છે. ૧ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ પાકિસ્તાનની આર્મીના વડા જનરલ એ.કે. નિયાઝીએ પરાજયનો સ્વિકાર કર્યો હતો. સ્વર્ણિમ વિજય નિમિતે મશાલ દેશભરમાં ફેરવવા આવી રહી છે. ૯૨ હજાર સૈનિકોએ શરણાગતિ સ્વિકારી હતી. કોઈ યુદ્ધમાં કોઈ દેશના જવાનોએ આટલી મોટી સંખ્યામાં શરણાગતિ સ્વિકારી હોવાની પ્રથમ ઐતિહાસિક ઘટના નોધાઈ હતી. વિજય મશાલ લાખોટા તળાવ પર પહોંચી ત્યારે ૭૧ના યુદ્ધની જીતનો યાદ તાજી થઈ હતી. સાથે-સાથે દેશભક્તિભર્યા માહોલ પણ સર્જાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે