Neeraj Chopra ગોલ્ડ લાવશે તે 2017 માં નક્કી થયું હતું, નીરજની ટ્વીટે ખોલ્યું રહસ્ય

7 ઓગસ્ટનો દિવસ ઐતિહાસિક બની ગયો. ભારતે 13 વર્ષ બાદ ઓલમ્પિક (Olympics 2020) માં ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યો. આ ગોલ્ડ મેડલ નીરજ ચોપડા (Neeraj Chopra) એ  જૈવલિન થ્રોઅર (ભાલા ફેંક) માં જીત્યો છે.

Neeraj Chopra ગોલ્ડ લાવશે તે 2017 માં નક્કી થયું હતું, નીરજની ટ્વીટે ખોલ્યું રહસ્ય

નવી દિલ્હી: 7 ઓગસ્ટનો દિવસ ઐતિહાસિક બની ગયો. ભારતે 13 વર્ષ બાદ ઓલમ્પિક (Olympics 2020) માં ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યો. આ ગોલ્ડ મેડલ નીરજ ચોપડા (Neeraj Chopra) એ  જૈવલિન થ્રોઅર (ભાલા ફેંક) માં જીત્યો છે. નીરજ પહેલાં 2008 માં અભિનવ બિંદ્રાએ શૂટિંગમાં ગોલ્ડ જીત્યો હતો. નીરજ ચોપડા (Neeraj Chopra) એ આ ઇતિહાસ આજે રચ્યો છે, પરંતુ તે આ કરેશે તે 2017 માં નક્કી હતું. કેવી રીતે નક્કી હતું.  

નીરજ ચોપડા (Neeraj Chopra) એ 15 નવેમ્બર 2017 ને એક ટ્વીટ કર્યું હતું, જે આજે પણ તેમના ટ્વિટર પ્રોફાઇલ પર પિન ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટ તેમણે લખ્યું હતું.– 

''જ્યારે સફળતાની ઇચ્છા તમને સુવા ન દે
જ્યારે મહેનત સિવાય બીજું કંઇ સારુ ન લાગે
જ્યારે સતત કામ કર્યા બાદ થાક ન લાગે
સમજી લેવું સફળતાનો નવો ઇતિહાસ રચાવવાનો છે''

— Neeraj Chopra (@Neeraj_chopra1) November 15, 2017

અને 2021 આવતાં આવતાં નીરજ ચોપડા (Neeraj Chopra) એ ઓલમ્પિક જેવી મેગા ઇવેન્ટમાં દેશનો ધ્વજ ઉંચો કરી દીધો છે. 

રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી પાઠવી શુભેચ્છા
નીરજની જીત પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કર્યું
''નીરજની અભૂતપૂર્વ જીત. તેમના ભાલાએ આજે તમામ વિઘ્નો તોડીને ઇતિહાસ રચી દીધો. પોતાના પ્રથમ ઓલમ્પિકમાં જ તમે દેશના ઓલમ્પિકમાં પ્રથમ ટ્રેક એન્ડ ફિલ્ડ ગોલ્ડ લઇ આવ્યા. તમારી આ ઉપલલ્બ્ધિ યુવાનોને પ્રેરિત કરશે. આખુ ભારત ખુશ છે.''

— President of India (@rashtrapatibhvn) August 7, 2021

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને શુભેચ્છા પાઠવતાં ટ્વીટ કર્યું
 તેમણે લખ્યું- ‘ ટોક્યો (Tokyo) માં ઇતિહાસ રચાઇ ગયો છે! આજે જે પ્રાપ્ત કર્યું છે તેને હંમેશા યાદ કરવામાં આવશે. યુવા નીરજે અસાધરણ રૂપથી સારું પ્રદર્શન કર્યું છે. તેમણે ઉલ્લેખનીય જુનૂન સાથે રમત રમી અને અદ્વિતિય ધૈર્ય બતાવ્યું. ગોલ્ડ જીતવા માટે તેમને શુભેચ્છા.’ 

— Narendra Modi (@narendramodi) August 7, 2021

નીરજે રચ્યો ઇતિહાસ
જૈવલિન થ્રોઅર (ભાલા ફેંક) ની ફાઇનલમાં નીરજ ચોપડા (Neeraj Chopra) શરૂઆતથી જ આગળ રહ્યા હતા. તેમણે પ્રથમ પ્રયાસમાં 87.03 અને બીજા પ્રયાસમાં 87.58 અને ત્રીજા પ્રયાસમાં 76.79 મીટર અંતર પાર પાડ્યું હતું. આ સાથે જ તેમણે પોતાના ક્વોલિફિકેશન રેકોર્ડ કરતાં વધુ દૂર ભાલો ફેંક્યો હતો. જૈવલિન થ્રોમાં આ ભરતનો અત્યાર સુધીનો સૌથી પ્રથમ મેડલ છે. એટલું જ નહી એથલેટિક્સમાં પણ આ ભારતનો પ્રથમ મેડલ છે. 

13 વર્ષ બાદ મળ્યો ગોલ્ડ
ઓલમ્પિક રમતો (Olympics Games) માં આ ભારતનો 13 વર્ષ બાદ પ્રથમ ગોલ્ડ મેડલ (Gold Medal) છે. નીરજ ચોપડા પહેલાં બીજિંગ ઓલમ્પિકમાં શૂટિંગમાં અભિનવ બિંદ્રાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઓલમ્પિકમાં ભારતનો કુલ બીજો વ્યક્તિગત ગોલ્ડ મેડલ છે. આ પહેલાં ભારતે હોકીમાં 8 ગોલ્ડ મેડલ જીત્યા છે. 

અત્યાર સુધી ભારતના 6 મેડલ
ટોક્યો ઓલમ્પિકમાં ભારત (India) અત્યાર 2 સિલ્વર અને 4 કાંસ્ય સહિત કુલ 6 મેડલ જીતી ચૂકી છે. ભારત તરફથી મીરાબાઇ ચાનૂ (વેટ લિફ્ટિંગ) અને રવિ દહિયા (કુશ્તી)એ સિલ્વર મેડલ જીત્યો છે. તો બીજી તરફ પીવી સિંધુ, બજરંગ પૂનિયા, લવલીના અને ભારતીય હોકી ટીમે ભારત માટે બ્રોન્જ જીત્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news