ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, આ રીતે તૈયાર થશે માર્કશીટ

ધોરણ 10ની એકમ કસોટીના ગુણ ધ્યાનમાં લેવામાં આવશે તથા જૂનના બીજા અઠવાડિયામાં માર્કશીટ અને પ્રમાણપત્ર મળશે. ધોરણ 10માં પ્રમોશન આપ્યાના 21મા દિવસે સરકારે નિર્ણય કર્યો છે

ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, આ રીતે તૈયાર થશે માર્કશીટ

ગાંધીનગર: ગુજરાત બોર્ડ (Gujarat Board) ના ધોરણ 10ના વિદ્યાર્થીઓ (Student) માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 ના નિયમિત ઉમેદવારોને માસ પ્રમોશનથી પાસ કરવાનો નિર્ણય લીધો હોવાથી પરિણામને લઇને ઉદભવેલા પ્રશ્નોના નિકાળ માટે ભલામણો મેળવવા માટે સરકારે સમિતિની રચના કરી હતી. આ સમિતિ દ્વારા ધોરણના વિદ્યાર્થીને માર્કશિટ અને ધોરણ 11 માં પ્રવેશને લઇને જોગવાઇઓની ભલામણો રજુ કરવામાં આવી હતી. આ ભલામણોના આધારે આ મુજબ માર્કશીટ તૈયાર કરવામાં આવશે. 

ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓના મૂલ્યાંકનની કાર્ય પદ્ધતિ
- ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન હાલની પદ્ધતિ મુજબ બે ભાગમાં થાય છે. જેને નીચે જણાવ્યા મુજબ ભાગ 1 અને ભાગ 2 મૂલ્યાંકન કરવાનું રહેશે.

શાળાકીય આંતરિક મૂલ્યાંકન (20 ગુણ)
- ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓનું શાળા દ્વારા 20 ગુણનું આંતરિક મૂલ્યાંકન.
- શાળા દ્વારા નિયમિત વિદ્યાર્થીઓને તેઓ દ્વારા પસંદ કરેલ વિષયોમાં બોર્ડ દ્વારા નિયત કરેલ ધારા-ધોરણ મુજબ 20 ગુણનું આંતરિક મૂલ્યાંકન કરવાનું છે.
- શાળાકીય આંતરિક મૂલ્યાંકનના વિષયવાર 20 ગુણમાંથી મેળવેલ ગુણને બોર્ડ દ્વાર તૈયાર કરવામાં આવેલ એપ્લિકેશનમાં ઓનલાઇન કરવાના રહેશે.
 
શાળાકીય કસોટીઓ/પરીક્ષાઓ આધારિત મૂલ્યાંકન (80 ગુણ)
- માસ પ્રમોશનના કારણે બોર્ડ દ્વારા આયોજિત 80 ગુણની જાહેર યોજાઇ નથી. જેથી તેના બદલે માધ્યમિક કક્ષાએ લેવાયેલી કસોટીઓ/ પરીક્ષાના આધારે ગુણાંકન માટેની નીચે મુજબની પદ્ધતિ અનુસરવાની રહેશે.

A- વિદ્યાર્થીઓના ધોરણ 9ની પ્રથમ સામાયિક કસોટી (કુલ ગુણ 50)માંથી મેળવેલ ગુણને 40 ટકામાં રૂપાંતરિત કરેલ ગુણ (મહત્તમ 20 ગુણ)

B- વિદ્યાર્થીના ધોરણ 9 ની દ્વિતિય સામાયિક કસોટી (કુલ ગુણ 50) માંથી મેળવેલ ગુણને 40% માં રૂપાંતરિત કરેલ ગુણ (મહત્તમ 20 ગુણ)

C- વિદ્યાર્થીના ધોરણ 10ની તા 19/03/2021 થી તા 27/03/2021 દરમિયાન ઓનલાઇન/ઓફલાઇન માધ્યમથી યોજાયેલ પ્રથમ સામાયિક કસોટી (કુલ ગુણ 80) માંથી મેળવેલ ગુણને 37.5 ટકામાં રૂપાંતરિત કરેલ ગુણ (મહત્તમ 30 ગુણ)

D- વિદ્યાર્થીના ધોરણ 10 ની એકમ કસોટી (કુલ ગુણ 25) માંથી મેળવેલ ગુણને 40 ટકામાં રૂપાંતરિત કરેલ ગુણ (મહત્તમ 10 ગુણ) 

જૂનના અંતિમ અઠવાડિયામાં ઓનલાઇન પરિણામ (Online Result) જાહેર કરવામાં આવશે. ધોરણ 10ની માર્કશીટ (Marksheet) કેવી બનશે તે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને ધોરણ 9 સામાયિક કસોટીમાંથી ગુણ અપાશે. ધોરણ 10માં પ્રમોશન આપ્યાના 21મા દિવસે સરકારે નિર્ણય કર્યો છે. 

કચ્છ ભૂકંપ વખતે માસ પ્રમોશન અપાયું હતું 
વર્ષ 2001 માં કચ્છ (Kutch) ભૂકંપ સમયે કચ્છ વિસ્તારના વિદ્યાર્થીઓને પ્રમોશન આપવામાં આવ્યું હતું. તમામ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા હતા. જોકે, એ સમયે પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓની 2 માસ પછી પરીક્ષા લેવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news