IAS ઇન્ટરવ્યૂમાં ઉમેદવારોને પૂછવામાં આવે છે આ પ્રશ્નો, જાણો અહીં સવાલ અને તેના જવાબ

પૂર્વ IASસ અધિકારી અલાપન બંદોપાધ્યાય આ દિવસોમાં ચર્ચામાં છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશમાં નવા ડિરેક્ટર જનરલ ઓફ પોલીસની (DGP) નિમણૂક પણ હેડલાઇન્સમાં રહી છે

IAS ઇન્ટરવ્યૂમાં ઉમેદવારોને પૂછવામાં આવે છે આ પ્રશ્નો, જાણો અહીં સવાલ અને તેના જવાબ

નવી દિલ્હી: પૂર્વ IASસ અધિકારી અલાપન બંદોપાધ્યાય આ દિવસોમાં ચર્ચામાં છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશમાં નવા ડિરેક્ટર જનરલ ઓફ પોલીસની (DGP) નિમણૂક પણ હેડલાઇન્સમાં રહી છે. સાથે જે ફરજ પરના ફોનનો ઉપયોગ નહીં કરવાના તેમના આદેશને લઈને બિહારના DGP પણ ચર્ચામાં છે. એકંદરે IAS અને DGP ની આ ચર્ચા ચાલી રહી છે. ચાલો તમને જણાવી દઈએ કે IAS, PCS અથવા DGP બનવા માટે UPSC પરીક્ષા ક્રેક કરવાની હોય છે.

IAS ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે છે આ સવાલ
IAS અથવા IPS બનવું એટલું સરળ નથી. IAS ઇન્ટરવ્યૂમાં ઘણી વખત આવા પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના વિશે ઉમેદવારો જાગૃત નથી, તેવું અનુમાન લગાવવું પણ મુશ્કેલ છે. કેટલીકવાર આ પ્રશ્નો એકેડમિક્સ સાથે સંબંધિત નથી હોતા. ઇન્ટરવ્યુઅર્સ સરળતાથી પરીક્ષણ કરે છે કે ઉમેદવાર પરિસ્થિતિ પર કેવી પ્રતિક્રિયા આપે છે. ચાલો જાણીએ IAS ઇન્ટરવ્યૂમાં પૂછેલા કેટલાક વિચિત્ર પ્રશ્નો અને તેમના જવાબો...

આ પ્રાણીનું નામ જણાવો...
સવાલ- એવું કયું પ્રાણી છે, 6 દિવસ સુધી શ્વાસ રોકી શકે છે?
જવાબ- વિંછી

શું તમે આ સવાલનો જવાબ જાણો છો?
સવાલ- ભારતમાં સૌ પ્રથમ આધારકાર્ડ કોણે બનાવ્યું?
જવાબ- રંજના સોનાવણે (Ranja Sonawane)

આ સ્ટેશન વિશે ક્યારેય સાંભળ્યું છે?
સવાલ- ભારતમાં કયું રેલ્વે સ્ટેશન છે, જેનો અડધો ભાગ મહારાષ્ટ્રમાં અને અડધો ગુજરાતમાં છે?
જવાબ- નવાપુર

સમય સમયની વાત છે...
સવાલ- એક વર્ષમાં કેટલી મિનિટ હોય છે?

આ પણ વાંચો:- 
જવાબ- એક વર્ષમાં 525600 મિનિટ હોય છે.

આવા સવાલ પણ પૂછવામાં આવે છે
સવાલ- સૌથી કઠણ પદાર્થ કયો છે?
જવાબ- હીરો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news