પાવાગઢ જવાના હોવ તો આ તારીખો ખાસ નોંધી લેજો: ભક્તો માટે બંધ રહેશે 5 દિવસ આ સુવિધા

Pavagadh News: પાવાગઢ ખાતે 7થી 11 ઓગસ્ટ સુધી રોપ-વેની સેવા રહેશે બંધ, મેન્ટેનન્સની કામગીરીને લઈને 5 દિવસ સુધી રોપ-વે સેવા બંધ રાખવાનો લેવાયો નિર્ણય.

પાવાગઢ જવાના હોવ તો આ તારીખો ખાસ નોંધી લેજો: ભક્તો માટે બંધ રહેશે 5 દિવસ આ સુવિધા

ઝી બ્યુરો/પંચમહાલ: પવિત્ર યાત્રાધામ પાવગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે જતાં ભક્તો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી 5 દિવસ માટે રોપ વે સેવા બંધ રહેશે. તારીખ 7 ઓગસ્ટથી 11 ઓગસ્ટ સુધી રોપ-વે સેવા બંધ રહેશે. રોપ વે સેવા પૂરી પાડતી ઉષા બ્રેકો કંપની દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. મેઈન્ટેનન્સની કામગીરીને ધ્યાને રાખી રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. 12 ઓગસ્ટથી પાવાગઢ રોપ-વે સેવા ભક્તો માટે રાબેતા મુજબ ચાલુ થશે. 

આ વિશે મળતી માહિતી પ્રમાણે, પાવગઢ ખાતે તા.07/08/2023થી 11/08/2023 સુધી રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેન્ટેનન્સની કામગીરી માટે પાવગઢમાં 5 દિવસ સુધી રોપ-વે સેવા બંધ રાખવાનું ઉષા બ્રેકો કંપની દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જોકે, આ દરમિયાન ભક્તો ડુંગર ચડીને માતાજીના દર્શન કરવા જઈ શકશે.

પાવગઢ મંદિર ખાતે મહાકાળી માતાજીના દર્શનાર્થે દરરોજ હજારોની સંખ્યામાં માઈભક્તો આવતા હોય છે. પાવગઢ ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન કરવા જતા યાત્રાળુઓની સુવિધા માટે રોપ-વે ઉપલબ્ધ છે. આ રોપ-વેની સમય-સમય પર મેન્ટેનન્સી કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે આવતા મહિને પણ 5 દિવસ સુધી રોપ-વેની મેન્ટેનન્સની કામગીરી ચાલશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news