જૈન ધર્મમાં બટાકા અને સુરણ નહિ ખાવાનું આ છે અસલી કારણ

Rules of Jainism: શું તમે જાણો છો કે જૈન ધર્મમાં બટાકા અને સુરણને ખાવુ યોગ્ય ગણાતુ નથી, આજે તેનુ અસલી કારણ પણ જાણી લો

જૈન ધર્મમાં બટાકા અને સુરણ નહિ ખાવાનું આ છે અસલી કારણ

Traditions of Jainism: દુનિયામાં હિન્દુ, ઈસ્લામ, ખ્રિસ્તી, બૌદ્ધ, શીખ અને જૈન સહિત અંદાજે ડઝેનક જેટલા ધર્મ પ્રચલિત છે. તેમાંથી 4 ધર્મોનું ઉદગમ સ્થાન તો ભારતમાં જ છે. તમામ ધર્મોમાં જીવન જીવવાની ખાસ શૈલી પ્રચલિત છે. તેમની અનેક પરંપરાઓ અને કેટલીક દુર્લભ બાબતો પણ છે. જે બીજાને અચરજ પમાડે તેવી છે. આજે તમને જૈન ધર્મની આવી જ કેટલીક આશ્ચર્યજનક પરંપરાઓ વિશે જણાવીશું. 

જૈન ધર્મમાં જમીનમાં ઉગેલી શાકભાજી વર્જિત છે 
બહુ ઓછા લોકોને ખબર હશે કે, જૈન ધર્મમાં બટાકા કે સૂરણ જેવા શાકભાજી ખાવાનું વર્જિત ગણાય છે. હકીકતમાં જમીનની અંદર ઉગનારી શાકભાજીને કંદ કહેવામાં આવે છે. આવી શાકભાજીમાં બટાકા, લસણ, ડુંગળી, મૂળો, ગાજર, બીટ, સુરણ જેવી શાકભાજી સામેલ છે. જૈન ધર્મમાં જમીનની અંદર ઉગેલા શાકભાજીને અશુદ્ધ માનવામાં આવે છે. જૈન ધર્મગુરુઓના અનુસાર, આવી શાકભાજીઓનું સેવન માણસોમાં તામસિક ભાવના પેદા કરે છે. જેનાથી માણસ ખોટા રસ્તા તરફ જતો અટકે. તેથી જૈન ધર્મમાં બટાકા-સુરણ કે બીજી કંદ શાકભાજીથી દૂર રહેવાની સલાહ અપાઈ છે.   

વ્રતમાં દિવસો સુધી પાણી પીતા નથી
જૈન ધર્મ (Jainism) ના વિદ્વાનો અનુસાર, જે વિસ્તારમાં જૈન લોકો રહે છે, ત્યાં બટાકાની શાકભાજી ખાવાથી દૂર રહે છે. જ્યારે તેમના વ્રત ચાલતા હોય છે, ત્યારે એ દિવસોમાં તેઓ પાણી પીતા નથી. સાંજ થવા પર તેઓ માત્ર એક જ વાર પાણી પીએ છે. જ્યારે તેમની અંતિમ આરાધના હોય છે, તો તેઓ સંથારા કે સલ્લેખના કરે છે. હિન્દુ અને બૌદ્ધની જેમ જૈન ધર્મમાં પણ અહિંસા પરમોધર્મના વાક્યને અતૂટ રૂપથી સ્વીકાર કરવામાં આવી છે. તેઓ કોઈ પણ પ્રકારના જીવો પર અત્યાચારના વિરોધ કરે છે. તેમજ માંસાહારને હરામ માનમે છે.   

લપ્પુ સા સચિન... કહેનાર પાડોશી ભાભી બહુ વાયરલ થઈ, તેના પર બન્યું ચટાકેદાર ગીત
 
ઈસ્લામમાં બધુ જ ખાવું હલાલ
તો બીજી તરફ ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મની વાત કરીએ તો, તેમાં તમામ શાકાહારી અને માંસાહારી ચીજોના ભક્ષણને સારું માનવામાં આવ્યું છે. દુનિયાના મોટાભાગના મુસ્લિમો માને છે કે, અલ્લાહે આ ધરતી પર જે પણ બનાવ્યુ છે, તે પ્રાણીઓના રૂપમાં મોકલ્યું છે. તે તમામનો ઉપભોગ કરી શકાય છે. આ જ કારણ છે કે માંસાહાર તેમના જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. મુસ્લિમ ભુંડને છોડીને તમામ જીવોનું માંસ ખાવાનું પસંદ કરે છે. તો ખ્રિસ્તીઓ ઘોડા અને કૂતરાઓને છોડીને તમામ માંસ ખાવાને પસંદ કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news