પોતાનો પેટ્રોલ પંપ શરૂ કરતા પહેલા આ અહેવાલ ખાસ વાંચજો નહી તો પસ્તાશો
Trending Photos
યોગીન દરજી/ખેડા: ખેડાના કઠલાલ તાલુકાના અપ્રુજી ગામે પેટ્રોલ પંપ આપવાની લાલચ આપી અમદાવાદના ઈસમો સાથે 73 લાખની છેતરપિંડી કરનાર આરોપીની કઠલાલ પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા કમલેશભાઈ જયસ્વાલ અને હસમુખભાઈ પટેલ નામના બે વ્યક્તિઓ નવો ધંધો શરૂ કરવાનું ઈચ્છા હોય તેઓએ ખેડાના કઠલાલ તાલુકાના ગામે આવેલ રાયકા પેટ્રોલ પમ્પ ના માલિક સાથે પેટ્રોલ પંપ ખરીદવા બાબતે વાતચીત કરી હતી. શરૂઆતમાં કમલેશભાઈ અને હસમુખભાઈ સાથે જુદા જુદા 73 લાખના સોદા થયા બાદ આ ચીટર ગેંગ એ તેમની પાસેથી યુક્તિ પ્રયુક્તિથી રૂપિયા પડાવી લીધા હતા. પરંતુ જ્યારે વાત આવી દસ્તાવેજ કરવાની ત્યારે અશોકભાઈ નાગજીભાઈ રબારી, રમેશભાઈ શંકરભાઈ રબારી અને હુસૈન મહંમદ સલીમ ભાઈ ચૌહાણ એ આ ફરિયાદીને મામલતદાર કચેરીએ બોલાવી તેમને ધાકધમકી આપી ત્યાંથી કાઢી મુક્યા હતા.
સમગ્ર ઘટના અંગે છેતરાયા હોવાનો અહેસાસ થતા ફરિયાદીઓએ કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ ચીટર ગેંગ પૈકીના ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે. જેમાંથી મુખ્ય આરોપી અશોક નાગજીભાઈ રબારી ના પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
આ કામના આરોપીઓએ ફરિયાદી કમલેશભાઈ જયસ્વાલ અને હસમુખભાઈ પટેલ પાસેથી પેટ્રોલ પંપ અપાવવાના બહાને રૂપિયા લઇ છેતરપિંડી કરી બંને ઈસમો પાસેથી કુલ 73 લાખની ચેટિંગ કરવા બાબતે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ સંદર્ભે હાલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.મહત્વની બાબત છે કે ખેડા જિલ્લામાં સસ્તુ સોનુ આપવાની લાલચ આપી લોકોને ઠગી લેતી ગેંગ બાદ હવે જેને આ એક નવી ગેંગ ઊભી થઇ છે. જે પ્રોપર્ટી વેચવાના બહાને લોકોને ઠગવાનું શરૂ કર્યું છે. ત્યારે આવા ચિટરોથી લોકોએ સચેત રહેવાની જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે