પંકજકુમારને એક્સટેન્શન ન મળ્યું તો આ IASમાં થશે સીધી CS બનવાની સ્પર્ધા, જાણો કયા કયા નામ છે અગ્રેસર

ગુજરાતના આગામી ચીફ સેક્રેટરી કોણ બનશે તેની ચર્ચા અત્યારથી શરૂ થઈ ગઈ છે. વર્તમાન મુખ્ય સચિવ પંકજ કુમારનો કાર્યકાળ આગામી 31 જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે નવા ચીફ સેક્રેટરીએ આ નામોની ચર્ચા ચાલી રહી છે. 

પંકજકુમારને એક્સટેન્શન ન મળ્યું તો આ IASમાં થશે સીધી CS બનવાની સ્પર્ધા, જાણો કયા કયા નામ છે અગ્રેસર

ગાંધીનગરઃ ગુજરાતમાં IAS લાંબીમાં હાલમાં સૌથી વધારે ચર્ચા એ CSની છે.  ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમારનો કાર્યકાળ આગામી 31મી જાન્યુઆરીએ પૂર્ણ થવાનો છે. ત્યારે નવા મુખ્ય સચિવ કોણ હશે તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. 25 જાન્યુઆરી બાદ જ નવા મુખ્ય સચિવનું નામ જાહેર થવાની શક્યતાઓ છે. સચિવાલયમાં ચાલતી ચર્ચા પ્રમાણે પંકજકુમાર જાન્યુઆરી 2023માં નિવૃત્ત થવાના છે પરંતુ જાન્યુઆરી પછી બજેટ સત્ર આવતું હોવાથી તેમને વધુ એક એક્સટેન્શન મળે તો નવાઇ નહીં. 

પંકજ કુમારની જગ્યાએ આ ત્રણ નામો ચર્ચામાં
સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતના મુખ્ય સચિવ તરીકે ત્રણ નામો હાલ ચર્ચામાં છે. જેમાં ખેતી પશુપાલન વિભાગના અધિક સચિવ મુકેશ પુરી, ગૃહ વિભાગના અધિક સચિવ રાજકુમાર અને કેન્દ્ર સરકારમાં હાલ ડેપ્યુટેશન પર રહેલા એસ. અપર્ણાનું નામ ગુજરાતના મુખ્ય સચિવને રેસમાં લેવાઈ રહ્યાં છે. રાજકુમાર 1987 બેચના તો એસ.અપર્ણા અને મુકેશ પુરી 1988 બેચના IAS અધિકારી છે. 

ગુજરાતમાં 2013થી છેલ્લા 5 મુખ્ય સચિવની છેલ્લી પોસ્ટ
અનિલ મુકીમ - દિલ્હી ડેપ્યુટેશન પરથી પરત ફર્યા, ગુજરાતમાં મુખ્ય સચિવ બનાવાયા (ગુજરાતમાં છેલ્લે મુખ્યમંત્રીના સેક્રેટરી).
ડો. જે એન સિંઘ- CS પહેલાં રાજ્યમાં એડિશનલ ચીફ સેક્રેટરી (ફાઇનાન્સ)
જી આર અલોરિયા- CS પહેલા એડિશનલ ચીફ સેક્રેટરી (અર્બન ડેવલપમેન્ટ), ગૃહ વિભાગનો વધારાનો હવાલો સંભાળતા.
ડીજી પાંડિયન- CS પહેલા એડિશનલ ચીફ સેક્રેટરી (ઈન્ડસ્ટ્રીઝ એન્ડ માઈન્સ)
વરેશ સિંહા- CS પહેલા એડિશનલ ચીફ સેક્રેટરી (ફાઇનાન્સ)

મુકેશ પૂરી એ સાડા ચાર વર્ષ જેટલો સમય શહેરી વિકાસ વિભાગમાં અધિક મુખ્ય સચિવ પદે રહ્યા બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારની રચના સમયે મુકેશ પુરીની બદલી જીએસએફસી વડોદરામાં કરી દેવાઇ છે. પુરી એવા અધિકારી છે જેમણે શહેરી વિકાસ વિભાગમાં રહીને અત્યાર સુધીમાં સૌથી વધુ ટાઉન પ્લાનિંગ સ્કીમો ફાઇનલ કરી નાખી હશે. તેમને ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે સારૂં ફાવતું હતું, પરંતુ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં તેમની બદલી કરાઈ હતી. સચિવાલયના સૂત્રો જણાવે છે કે મુકેશ પુરી પાસે પણ નિવૃત્ત થવામાં વધારે સમય નથી. આ તેમના માટે છેલ્લો ચાન્સ છે. 

રાજકુમાર ઉત્તરપ્રદેશના બદાઉનથી છે. તેઓ 1987ની ગુજરાત કેડરના અધિકારી છે. તેમણે IIT કાનપુરથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે. એ સિવાયે જાપાનના ટોક્યોથી પબ્લિક પોલિસીમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. રાજકુમારની એકાએક ઘર વાપસીથી અફવાઓનું બજાર ગરમ થયું હતું. પંકજ કુમારને અધવચ્ચેથી હટાવીને રાજકુમારને નવા મુખ્ય સચિવ બનાવાય તેવી અફવા પણ વહેતી થઇ હતી. જોકે, એ સમયે કોઈ પણ નિર્ણય લેવાયો ન હતો. રાજકુમાર હાલના ચીફ સેક્રેટરી પંકજ કુમારના અનુગામી છે.ગુજરાતમાં ચૂંટણી પછી વયનિવૃત્ત થનારા હાલના ચીફ સેક્રેટરી પંકજકુમારના સ્થાને દિલ્હીમા ડેપ્યુટેશન પર ગયેલા એસ. અપર્ણા કે હાલના ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ રાજકુમાર વચ્ચે સ્પર્ધા છે. જોકે, 1986ની બેચના અધિકારી વિપુલ મિત્રાને પણ આ સુપ્રીમ પોસ્ટનો લાડવો મળી શકે તેમ છે, કેમ કે તેઓ જુલાઇ 2023માં વયનિવૃત્ત થવાના છે. જોકે હાઇકમાન્ડ એટલે કે પીએમઓ અપર્ણા કે રાજકુમાર પર પસંદગીનો કલશ ઢોળે તેવી ચર્ચા છે. 

પંકજકુમાર  1986ની બેચના આઈએએસ ઓફિસર છે
27 ઓગસ્ટ 2021ના રોજ રાજ્ય સરકારે 1986ની બેચના આઈએએસ ઓફિસર પંકજ કુમારની ગુજરાતના નવા ચીફ સેક્રેટરી નિમણુંક કરી હતી. તેમણે અનિલ મુકીમની જગ્યાએ ચીફ સેક્રેટરી તરીકે 31 ઓગસ્ટથી  ચાર્જ સંભાળ્યો હતો. 6 મે, 1962ના રોજ જન્મેલા પંકજ કુમારની 25 ઓગસ્ટ, 1986ના રોજ આઈએએસ તરીકે વરણી થઈ હતી. તેમણે યુપીએસસીની પરીક્ષા પાસ કરવાની સાથે આઈઆઈટી કાનપુરમાંથી સિવિલ એન્જિનિયરિંગ વિષયમાં બીટેકની ડિગ્રી પણ મેળવેલી છે.  પંકજ કુમાર મુળ બિહારના પટણાના છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવનો પદભાર પંકજ કુમાર સંભાળી રહ્યા હતા .અનુભવ અને કામગીરીના આધાર પર CSની રેસમાં સૌથી આગળ પંકજ કુમારનું નામ ચાલી રહ્યું હતું જેંના પસંદગી ઉતારી દેવામાં આવી છે. તેમની જન્મ તારીખ 6 મે, 1962 છે જ્યારે 25 ઓગસ્ટ 1986થી IAS તરીકે જોડાયેલા છે. પંકજ કુમારે B.TEC, MBA, IIT મેનેજમેન્ટ કાનપુરથી કરેલું છે. પંકજ કુમારની કામગીરીથી વિજય રૂપાણી સરકાર પ્રભાવિત હતી અને  પ્રધાનમંત્રી મોદીની નજીકના અધિકારી તરીકે પંકજ કુમારની ઓળખ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news