Pankaj kumar News

ગાંધીનગરથી મોટા અપડેટ : ગુજરાતના નવા મુખ્ય સચિવ બન્યા પંકજ કુમાર
ગુજરાત (Gujarat) ના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની વરણી કરાઈ છે. રાજ્યમાં ખાલી પડેલા આ મહત્વના પદ પર આખરે પંકજ કુમાર (Pankaj Kumar) ની પસંદગીની જાહેરાત કરાઈ છે. આ પદ માટે પહેલેથી જ પંકજ કુમારનું નામ ચર્ચામાં હતું. રાજ્યના મુખ્ય સચિવ પદની પસંદગી માટે ત્રણ સિનિયર અધિકારીઓની પેનલ તૈયાર કરવામાં આવી હતી. જેમાં સિનિયર સભ્યોમાં ત્રણ અધિક મુખ્ય સચિવ કક્ષાના અધિકારીઓના નામ સામેલ હતા. આ પદ માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા અને પંચાયત ગ્રામ ગૃહનિર્માણના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાનું નામ ચર્ચામાં હતું. આખરે પંકજ કુમારના નામ પર મહોર લાગી હતી.
Aug 27,2021, 14:17 PM IST

Trending news