પતિએ 35 વર્ષના લગ્નજીવનનો આણ્યો અંત, વતન જવાની ના પાડતી પત્નીને મારી નાંખી
Trending Photos
- 35 વર્ષના લગ્નગાળામાં નિઃસંતાન દાંપત્ય જીવનમાં સતત થતા ઝઘડાથી લઈને પતિએ પત્નીની ઘાતકી રીતે હત્યા કરી
- બેકારીને લઈ પતિએ વતન જવાની જીદ પકડી હતી અને પત્નીએ સુરતમાં રહેવાની જીદ પકડતા બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો
ચેતન પટેલ/સુરત :સુરતના વરાછા વિસ્તારમાં ફરી એક હત્યાનો બનાવ બન્યો છે. વરાછા વિસ્તારમાં આવેલ પટેલનગરમાં પતિ દ્વારા પત્નીની ઘાતકી રીતે હત્યા કરાઈ છે. પતિએ પત્નીને માથાના ભાગે પથ્થર મારી હત્યા કરી હતી. 35 વર્ષના લગ્નગાળામાં નિઃસંતાન દાંપત્ય જીવનમાં સતત થતા ઝઘડાથી લઈને પતિએ પત્નીની ઘાતકી રીતે હત્યા કરી હતી.
આ પણ વાંચો : ગુજરાતમાં બીજી લહેરની પીક આવી ગઈ, જાણો ક્યારથી કોરોનાના કેસ ઘટવાનુ શરૂ થશે
વરાછા વિસ્તારમાં 24 કલાકમાં 2 હત્યાના બનાવ બન્યા છે. હત્યારો પતિ મૂળ બિહારનો વતની હોવાનુ અને સુરતમાં વોચમેન તરીકે કામ કરતો હોવાનુ સામે આવ્યુ છે. પરંતુ કોરોના મહામારી અને બેકારીને લઈ પતિએ વતન જવાની જીદ પકડી હતી અને પત્નીએ સુરતમાં રહેવાની જીદ પકડતા બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો, અને મામલો હત્યા સુધી પહોંચ્યો હતો. હત્યાની જાણ થતાં વરાછા પોલીસ ઘટના સ્થળે પહોંચોી હતી. વરાછા પોલીસે આરોપીને પકડી લીધો છે.
મૂળ બિહારનો વતની સાધુ ચરણ (ઉંમર 65 વર્ષ) અને તેના પત્ની દુર્ગાવતી કેસરી (ઉંમર 55 વર્ષ) 13 વર્ષથી સુરતમાં રહેતા હતા. સાધુ ચરણ ટેક્સટાઈલ માર્કેટમાં વોચમેનનું કામ કરતો હતો. પરંતુ હાલ તે બંધ હોવાને કારણે તેનુ કામ પણ બંધ હતું. તેથી તે પત્ની પાસેથી રૂપિયા માંગતો રહેતો હતો. તેની પત્ની ટેક્સટાઈલ કંપનીમાં દોરા કટીંગ કરવાનું કામ કરતી હતી. તેથી સાધુ ચરણ પત્નીની કમાણી પર જીવતો હતો. હાલ કામ હોવાથી તેણે પત્નીને પરત વતન જવાની વાત કરી હતી. આ વાતે ઝઘડો થતા વાત વધુ કરી હતી. તેથી તેણે પત્નીના માથામાં પથ્થરના બે ઘા મારીને હત્યા કરી હતી.
પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે, લગ્નના 35 વર્ષ દરમિયાન તેમને કોઈ સંતાન નહોતું. હાલ વરાછા પોલીસે હત્યાના આરોપી પતિને ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે