વાવાઝોડાને કારણે વલસાદ જિલ્લામાં અનેક જગ્યાએ નુકસાન, તંત્રએ શરૂ કરી સર્વેની કામગીરી

તૌકતે વાવાઝોડાની અસર વલસાડ જિલ્લામાં પણ જોવા મળી હતી. વાવાઝોડાની સૌથી વધુ અસર ખેડૂતોને થઈ છે. કેરી તથા ચીકુના પાકમાં વધુ નુકસાન થવા પામ્યું છે. જિલ્લામાં 45 હજાર હેકટર આબાવાડીઓ આવેલી છે જેમાં 33 હજાર હેકટરમાં  પાક થતો હોય છે. 

વાવાઝોડાને કારણે વલસાદ જિલ્લામાં અનેક જગ્યાએ નુકસાન, તંત્રએ શરૂ કરી સર્વેની કામગીરી

ઉમેશ પટેલ, વલસાડઃ તૌકતે વાવાઝોડું ગુજરાતમાં તોફાન મચાવીને જતુ રહ્યું છે, પણ તેની અસર હજુ ગઈ નથી. રાજ્યમાં આવેલા વાવાઝોડાને કારણે 46 લોકોના મોત થયા છે. આ સાથે અનેક જિલ્લામાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે. અનેક જગ્યાએ મકાનો પણ પડી ગયા છે. વૃક્ષો ધરાશાયી થયા છે. વલસાડ જિલ્લામાં પણ તૌકતેએ તોફાન મચાવ્યું હતું. અહીં ચીકુ, કેરીના પાકને ભારે નુકસાન થયું છે. તો અનેક જગ્યાએ મકાનો પડી ગયા છે. હવે સરકારે સર્વેની કામગીરી શરૂ કરી છે. 

તોકતે વાવાઝોડાની અસર વલસાડ જિલ્લામાં પણ જોવા મળી હતી. વાવાઝોડાની સૌથી વધુ અસર ખેડૂતોને થઈ છે. કેરી તથા ચીકુના પાકમાં વધુ નુકસાન થવા પામ્યું છે. જિલ્લામાં 45 હજાર હેકટર આબાવાડીઓ આવેલી છે જેમાં 33 હજાર હેકટરમાં  પાક થતો હોય છે. ત્યારે પવનના કારણે આંબા ઉપર તૈયાર થયેલો કેરીનો પાક નીચે પડી જતા કેરીના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. પાક નીચે પડી જતા માર્કેટમાં કેરીના ભાવમાં ઘટાડા સાથે કેરીનો ભાવ 800 થી ૯૦૦ રૂપિયા હતો જે હવે ઘટીને 100 થી 400 રૂપિયા થઈ ગયો છે.

કેરીના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોએ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સાથે ચીકુ તથા ઉનાળુ પાક માં પણ ખેડૂતોને ભારે નુકસાન થયું છે વરસાદ કારણે ઉનાળુ પાકના છોડવાઓના થયા છે. તો ૩૦થી ૪૦ ટકા ચીકુના પાકોમાં નુકસાન થયું છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતો માટે સહર જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ કહ્યુ છે કે જે પણ ખેડૂતોને નુકસાન થયું છે તેનો સર્વે કરીને વળતર ચુકવવામાં આવશે. હવે વલસાડ જિલ્લાના તંત્ર દ્વારા ચાર અલગ અલગ ટીમ બનાવીને સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 

તૌક્તે વાવાઝોડાના કારણે જે લોકોના ઘરોમાં નુકશાન થયું છે તેવા લોકોનું  વહીવટી તંત્ર દ્વારા સર્વે કરી એવા લોકોને પણ સહાય કરવામાં આવશે. સાથે વહીવટી તંત્ર દ્રારા મોટા ભાગના લોકોનું સર્વે કરી તમામ લોકોના ચેક પણ ત્યાર કરી બે દિવસમાં ચૂકવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news