લોકસભાની ચૂંટણીમાં જ ખબર પડશે કે હાર્દિક પટેલ કેવી રીતે જીતશે: નીતિન પટેલ

કોંગ્રેસની CWCની થયેલી મીટીંગ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પ્રતિક્રિયા આપાવમાં આવી હતી. આજની જાહેર સભા જે વ્યક્તિ ગુજરાતમાં જાતિવાદથી નુકસાન કર્યું, પાટીદાર સમાજના યુવાન તરીકે સમર્થન આપ્યું, રાજકારણમાં નહીં આવવાની વાતો કરી તે વ્યક્તિ હાર્દિક પટેલ આજે કોંગ્રેસમાં જોડાયો છે. 

 લોકસભાની ચૂંટણીમાં જ ખબર પડશે કે હાર્દિક પટેલ કેવી રીતે જીતશે: નીતિન પટેલ

ગાંધીનગર: કોંગ્રેસની CWCની થયેલી મીટીંગ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પ્રતિક્રિયા આપાવમાં આવી હતી. આજની જાહેર સભા જે વ્યક્તિ ગુજરાતમાં જાતિવાદથી નુકસાન કર્યું, પાટીદાર સમાજના યુવાન તરીકે સમર્થન આપ્યું, રાજકારણમાં નહીં આવવાની વાતો કરી તે વ્યક્તિ હાર્દિક પટેલ આજે કોંગ્રેસમાં જોડાયો છે. 

અમે પહેલાથી કહેતા હતા કે આ વ્યક્તિ કોંગ્રેસ ની આર્થિક મદદથી કામ કરે છે. પાટીદાર સમાજમાં ભાગ પડાવવાની કોંગ્રેસની નિતિ પ્રમાણે કોંગ્રેસના એજન્ટ તરીકે કામ કરતો હોવાની વાત આજે સાચી પડી છે. હાર્દિક પટેલ સતત કહે તો હતો કે, કોઈને મળવું હોય તો તે મારી પાસે આવે. પાટીદાર અનામતના પ્રશ્નોને સાથે સરકાર દ્વારા બેઠક કરતો ન હતો. 

વધુમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલને કારણે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી પડી ભાંગે તેવી સ્થિતિ સર્જાઈ હતી. કોંગ્રેસને આવા જ વ્યક્તિ જરૂર હતો. હાર્દિકે રાહુલ ગાંધી સાથે ગુપ્ત બેઠક હોટલોમાં કરી હતી. હાર્દિક પટેલ બધાને છેતરપીંડી કરી રહ્યો છે. પાટીદાર સમાજ હાર્દિકની વાતમાં આવ્યા નહીં તેથી પાટીદાર સમાજનો હું આભાર માનું છું.

રાહુલ ગાંધીએ હાર્દિક પટેલ અંગે કરી મોટી જાહેરાત, ચૂંટણી લડવા અંગે થયો ખુલાસો

કોંગ્રેસના તમામ નેતાઓ ખુલ્લા પડ્યાં છે પાટીદાર સમાજ ચોંકી ગયો છે. પહેલા પાટીદારોના નામે વાતો કરી પછી ખેડૂતોના નામે વાતો કરી, વ્યસનમુક્તની વાતો કરી તે બધા કોંગ્રેસની આર્થિક મદદથી જ કામ કરતા હતા. કોંગ્રેસના બિન પાટીદાર નેતાઓ પણ ખુલ્લા પડ્યાં હતા.

 

હાર્દિક પટેલના નિવેદન ભાજપ દ્વારા પણ ઓફર કરી હોવા પર નિતિન પટેલે કહ્યું કે, આ અંગે‌ હુ કશું જાણતો નથી. પણ સરકાર દ્વારા બેઠક કરવામાં આવતી હતી ત્યારે હાર્દિક પટેલ પોતાના મોટા નેતા હોવાનું માનતા હતાં. હાર્દિક પટેલ કોની સ્ટોરી પર કામ કરતો હતો અને કોણા ડાયલોગ બોલતો હતો તે ખુલ્લુ પડ્યું છે.  હાર્દિક પટેલ ચૂંટણી જીતી જશે તેવા નિવેદન પર નિતિન પટેલની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ચૂંટણીમાં જ ખબર પડશે કે, કેવી રીતે જીતશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news