દિલ્હી વનડેઃ ભારતીય ટીમે કર્યો આરામ, ઓસ્ટ્રેલિયાએ કરી પ્રેક્ટિસ

એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે સતત બે મેચ ગુમાવ્યા બાદ નિર્ણાયક મેચ પહેલા ભારતીય ખેલાડી પ્રેક્ટિસ માટે મેદાનમાં પહોંચશે પરંતુ આમ ન થયું.
 

દિલ્હી વનડેઃ ભારતીય ટીમે કર્યો આરામ, ઓસ્ટ્રેલિયાએ કરી પ્રેક્ટિસ

નવી દિલ્હીઃ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાંચમાં અને અંતિમ વનડે આંતરરાષ્ટ્રીય  મેચ પહેલા પ્રેક્ટિસ કરવાની જગ્યાએ આરામ કરવો યોગ્ય સમજ્યો જ્યારે વિરોધી ટીમે  મંગળવારે અહીં ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં પરસેવો પાડ્યો હતો. ભારતીય ટીમ સિરીઝના પ્રથમ બે વનડે મેચ જીત્યા બાદ સારી સ્થિતિમાં હતી પરંતુ ઓસ્ટ્રેલિયાએ રાંચી અને મોહાલીમાં રમાયેલી ત્રીજી અને ચોથી વનડે મેચને જીતીને સિરીઝ 2-2થી બરોબર કરી લીધી છે. 

એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે સતત બે મેચ ગુમાવ્યા બાદ નિર્ણાયક મેચ પહેલા ભારતીય ખેલાડી પ્રેક્ટિસ માટે મેદાનમાં પહોંચશે પરંતુ આમ ન થયું. ટીમના બોલિંગ કોચ ભરત અરૂણે કહ્યું, ટીમ લાંબા સમયથી રમી રહી છે અને ખેલાડીઓના ભારને જોતા અમે આ મહત્વના મેચ પહેલા શારીરિક અને માનસિક રીતે ફ્રેશ રહેવા માટે પ્રેક્ટિસ નહીં કરવાનો નિર્ણય લીધો છે. 

— cricket.com.au (@cricketcomau) March 12, 2019

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા જોવા મળી રહ્યાં છે. 

પિચ વિશે પૂછવા પર તેમણે કહ્યું, મેં હજુ પિચ જોઈ નથીય ઓસ્ટ્રેલિયાની ટીમ અંતિમ મેચ પહેલા કોઈ કસર બાકી રાખવા ઈચ્છતી નથી અને લગભગ આખી ટીમ બપોરના સત્રમાં પ્રેક્ટિસ કરવા માટે મેદાન પર પહોંચી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news