અમદાવાદ મ્યુનિ. સ્કુલમાં ભણી ચુકેલા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ

આજે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી અને અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડની 100માં સ્થાપના દિને વિશેષ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ મ્યુનિ. સ્કુલમાં ભણી ચુકેલા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ

અર્પણ કાયદાવાલા/ અમદાવાદ : આજે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી અને અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડની 100માં સ્થાપના દિને વિશેષ કાર્યક્રમ યોજાયો. ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મ્યુનિસિપલ શાળામાં ભણી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ પણ યોજાયો. આ ભૂતૂપૂર્વ વિદ્યાર્થીઓ અને કોઇ નહી પરંતુ હાલમાં સરકારી, રાજકીય અને વિવિધ ખાનગી જગ્યાઓ પર ઉચ્ચ હોદ્દો ધરાવી રહ્યા છે. જેમાં કેન્દ્રમાં ગૃહરાજ્યમંત્રી થી આઇએએસ અને આઇપીએસ અધિકારી બન્યા હોય  એવા પૂર્વ વિધ્યાર્થીઓ. કે પછી રાજકીય રીતે ઉંચા હોદ્દા પર હોય એવા કુલ 112 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યુ. 

કાર્યક્રમની શરૂઆત ટાઉન હોલ બહાર આવેલી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પીને કરવામાં આવી. જે બાદ ટાઉનહોલની અંદર ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થીતીમાં કાર્યક્રમ યોજાયો. જ્યાં મ્યુનિસિપલ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ રાજકીય, સામાજિક, IAS, IPS, ડોકટર, પત્રકાર, વકીલ, CA સહિતના હોદ્દાઓ પર રહી અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડને ગૌરવ અપાવ્યું છે. તેઓનુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સન્માન કરવામાં આવ્યું. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેઓનું સન્માન કર્યું હતું. રાજ્યના કૃષિ વિભાગના અધિક સચિવ અને IAS પુનમચંદ પરમાર, પૂર્વ IPS એસ.એસ. ખંડવાવાલા લ, પૂર્વ મેયર અમિત શાહ, સ્કૂલ બોર્ડના પૂર્વ ચેરમેન ડો. જગદીશ ભાવસાર સહિતના લોકોનું સન્માન કરવામાં આવ્યું. 

સ્કૂલ બોર્ડના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને 100 વર્ષ પૂરા થયા છે. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જે રાજ્ય અને રાષ્ટ્રમાં ઉચ્ચ કક્ષાએ ફરજ બજાવી છે. તે તમામ વિદ્યાર્થીઓનુ સન્માન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં મ્યુનિસિપ શાળાના વિદ્યાર્થીઓ આપણા રાજ્ય અને રાષ્ટ્રનું સર્વોચ્ચ નેતૃત્વ પુરુ પાડે અને સમાજના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ હાસલ કરે તેવી શુભકામના. ટેક્નોલોજિકલ અને ભૌતિક સુવિધાઓના માધ્યમથી એમા ઘણો વધારો કરવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ મોટું બજેટ પણ ખર્ચ કરી રહી છે. અને આગામી દિવસોમાં આ બધી સુવિધા સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓને વધુ સજ્જ કરીશું. ઉલ્લેખનીય છેકે હાલમાં સરકારી શાળાને બદલે ખાનગી શાળામાં બાળકોને ભણાવવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. પરંતુ સરકારી શાળાઓમાં પણ ખાનગી શાળા જેવીજ અત્યાધુનિક સુવિધાઓ અને શિક્ષણ પધ્ધતી શરૂ થઇ હોવાથી ખાનગી શાળામાં ભણવાનો ટ્રેન્ડ બદલાઇ પણ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news