ઈજાને લઈને શાહિદ કપૂરે કર્યું TWEET, ફેન્સને આપ્યો આ ખાસ મેસેજ

તેલુગૂ ફિલ્મ જર્સી (Jersey)'ની હિન્દી રીમેકમાં શાહિદ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું દિગ્દર્શન ગૌતમ તિન્નનુરી કરી રહ્યાં છે. 
 

ઈજાને લઈને શાહિદ કપૂરે કર્યું TWEET, ફેન્સને આપ્યો આ ખાસ મેસેજ

નવી દિલ્હીઃ અભિનેતા શાહિદ કપૂર (Shahid Kapoor) હાલમાં પોતાની આગામી ફિલ્મ 'જર્સી (Jersey)'ની શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તેવામાં અભિનેતાનું કહેવું છે કે ફિલ્મએ તેનું થઓડુ લોહી લઈ લીધું, પરંતુ તે ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. 

શાહિદ કપૂર (Shahid Kapoor)એ રવિવારે ટ્વીટ કર્યું, 'તમારા બધાનો ચિંતા માટે આભાર. હા મને ટાંકા આવ્યા છે, પરંતુ ઈજામાંથી ઝડપથી મુક્ત થઈ રહ્યો છું. હેશટેગજર્સીએ મારો થોડુ લોહી લઈ લીધું, પરંતુ એક સારી સ્ક્રીપ્ટ ઓછામાં ઓછી તેને યોગ્ય તો છે. તમારા બધાનું ભલુ થાય. પ્રેમ વેચતા રહો.  માનવતા સૌથી ઉપર છે.'

— Shahid Kapoor (@shahidkapoor) January 12, 2020

ફિલ્મ જર્સીમાં હવે શાહિદના પિતા પંકજ કપૂર પણ જોવા મળશે. ફિલ્મમાં પંકજ કપૂર કથિત રૂપે શાહિદના મેન્ટરની ભૂમિકા નિભાવી રહ્યાં છે. જર્સી તેલુગૂ ફિલ્મની હિન્હી રીમેક છે. તેલુગૂમાં આ ફિલ્મનું નામ જર્સી જ હતું. હિન્દી વર્ઝન ફિલ્મનું દિગ્દર્શન ગૌતમ તિન્નાનુરી કરશે. ઓરિઝનલ ફિલ્મનું દિગ્દર્શન પણ તેમણે જ કર્યું હતું. જર્સીમાં શાહિદ કપૂર ક્રિકેટર બનશે. ફિલ્મ જર્સી આ વર્ષે 28 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ પહેલા શાહિદ કપૂર કબીર સિંહમાં જોવા મળ્યો હતો. જેણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news