પૂર્વ MLA ભગા બારડને મળ્યા રાહતના સમાચાર, હાઈકોર્ટે સજા પર આપ્યો સ્ટે
Trending Photos
આશ્કા જાની/અમદાવાદ :હાઈકોર્ટથી ધારાસભ્ય ભગા બારડને હાઈકોર્ટ દ્વારા મોટી રાહત મળી છે. હાઈકોર્ટે ખાણ ખનીજ કેસ મામલે તાલાળાના ધારાસભ્ય ભગા બારડની સજા પર સ્ટે આપ્યો છે.
પતિની અંધશ્રદ્ધાએ હદ વટાવી, ભૂવાના ડામથી ડિપ્રેશનમાં સરેલી પત્નીએ કરી આત્મહત્યા
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગાભાઈ બારડની મુશ્કેલીમાં વધારો થતાં ભગાભાઈ બારડે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ધારાસભ્ય ભગા બારડને થયેલા કન્વિકશન પર સ્ટે આપવા સેશન્સ કોર્ટે ઈન્કાર કરતાં તેમણે ફરીથી ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. સાથે જ યોગ્ય કારણો આપ્યા સિવાય ફરીથી સેશન્સ કોર્ટે અરજી ફગાવતા ભગાભાઈ બારડની મુશ્કેલીમાં પણ વધારો થયો હતો. જો કન્વિક્શન પર સ્ટે ના આવે અને ડિસ્ક્વલીફીકેશન યથાવત રહે તો ભગાભાઈ બારડ ચૂંટણી ન લડી શકે તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે. ત્યારે આ સમગ્ર મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં હાઈકોર્ટ દ્વારા ભગા બારડને મોટી રાહત મળી હતી.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે