ગુજરાતના રસ્તાઓ પર દોડતુ મોત! સુરતમાં મોટા ઘરના નબીરાએ દારૂ પીને કાર નીચે 8 બાઈક ચાલકોને ઉડાવ્યા, રાજકોટમાં પણ આવુ જ થયું

Gujarat Accident : રાજકોટના કાલાવડમાં હિટ એન્ડ રન.... બેફામ દોડતી કારે અડફેટે લેતા એક વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત... તો સુરતમાં નશામાં ધૂત કારચાલકે 8 વાહનોને લીધા અડફેટે... 5 વ્યક્તિ સારવાર હેઠળ.. 
 

ગુજરાતના રસ્તાઓ પર દોડતુ મોત! સુરતમાં મોટા ઘરના નબીરાએ દારૂ પીને કાર નીચે 8 બાઈક ચાલકોને ઉડાવ્યા, રાજકોટમાં પણ આવુ જ થયું

Surat News : પ્રશાંત ઢીવરે/સુરત : ગુજરાત પાસે વિસ્મય શાહ બીએમડબલ્યુ કેસ અને અમદાવાદનો તથ્યકાંડ હોય, આ બધા અકસ્માતની એક જ પેટર્ન છે. તો હાલમાં જ મહારાષ્ટ્રમાં એક કારચાલકે એક મહિલાને અડફેટે લઈ મોતને ઘાટ ઉતારી હતી. ત્યારે આજે રાજકોટ અને સુરતમાં પણ ફરીવાર એવું બન્યું છે. સુરતમાં દારૂ પીધેલા જમીન દલાલ ઔડી કાર ચાલકે 8 બાઈકને ઉડાવી હતી. જેમાં 5 લોકોને ઈજા પહોંચી છે. તો સુરતમાં બેફામ દોડતી કારે એક વૃદ્ધાનો જીવ લીધો છે. 

સુરતમાં દારૂ પીધેલા કારચાલકે 8 બાઈકને ઠોકી
સુરતનાં વેસુ કેનલ રોડ પર દારૂ પીધેલા ઓડી કાર ચાલકે 8 બાઈકને ઉડાવી દીધા છે. નશામાં ધૂત કારચાલક રિંકેશ ભાટિયાને લોકોએ પકડી પોલિસને સોંપ્યો છે. બેફામ ગતિએ કાર દોડાવી ચાલક રિંકેશ ભાટિયાએ આઠ વાહન ચાલકોને અડફેટમાં લીધા હતા. કારની અડફેટે ઘવાયેલા 5 લોકોને 108 મારફત હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. અલથાણ પોલીસે આરોપી કારચાલક રીંકેશ ભાટીયાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

ગાડી રોકી નહિ, ટાયર પંચર પડતા આપોઆપ રોકાઈ ગઈ 
એક વર્ષ પહેલા અમદાવાદમાં બનેલી તથ્ય પટેલ વાળી હિટ એન્ડ રન જેવી ઘટના સુરતમાં પણ બની છે. વેસુ કેનાલ રોડ પર જીડી ગોયેન્કા સ્કૂલ નજીક બેફામ ગતિએ દોડી આવેલી ઓડી કારે રોડની કિનારે ઉભેલી આઠથી દસ બાઈકને અડફેટે લઈ લીધી હતી. જેથી બાઈક સવાર અને આસપાસ ઉભા રહેલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે તે છતાંય નશામાં ધૂત ઓડી ચાલકે લોકોથી બચવા માટે ગાડી વધુ ગતિએ હંકારી હતી. પરંતુ ગાડીના ડાબા ટાયરમાં પંક્ચર પડી જતા ૧૫૦ મીટર આગળ જઈ ગાડી રોકાઈ ગઈ હતી. આ દરમિયાન એક્સિડેન્ટની ઘટનાને જોનારા લોકો ફોર વ્હીલરનો પીછો કરી ત્યાં પહોંચી ગયા હતા અને ડ્રાઈવરને કારમાંથી બહાર ખેંચી લીધો હતો.

ઘટનામાં ઘવાયેલા ત્રણ લોકોને સ્થાનિકોએ ૧૦૮ને બોલાવીને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા. ઘટના અંગે પોલીસને જાણ થતા થોડીવારમાં પીસીઆર વેન પણ પહોંચી ગઈ હતી અને કારચાલક રિકેશ ચંદનમલ ભાટિયાને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. કારચાલકની પોલીસે ધરપકડ કરી ત્યારે તે નશામાં ધૂત હતો. પોલીસે મોડી રાતે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 12, 2024

 

રાજકોટમાં હિટ એન્ડ રન
રાજકોટના કાલાવડ રોડ પર મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. વૃદ્ધાને અડફેટે લઈ ફોરવ્હિલ ચાલક ફરાર થયો હતો. આ અકસ્માતમાં વિજયાબેન બથવાર નામના 65 વર્ષના વૃદ્ધાનું મોત નિપજ્યું છે. આ વૃદ્ધા કચરો વીણવાનું કામ કરતા હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં માનસિક અસ્થિર પુત્રએ માતા ગુમાવી છે. કણકોટ લાભુભાઈ એન્જીનીયરીંગ કોલેજથી ઇસ્કોન કાલાવડ રોડ મંદિર સુધી વૃદ્ધાને કાર સાથે ઢસડી લઈ ગયો હોવાનું લોકોનું કહેવું છે. પોલીસે અકસ્માતની ઘટના અંગે તપાસ શરૂ કરી છે. કાર ચાલક કોણ તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news