Health Tips: આ 4 વસ્તુ સાથે લીંબુ ખાધું તો મર્યા સમજજો, ખોરાક પેટમાં જઈ બની જાશે ઝેર
Health Tips: આયુર્વેદ અનુસાર ખાવા પીવાની કેટલીક એવી વસ્તુઓ છે જેની સાથે લીંબુનું મિશ્રણ વિરુદ્ધ આહાર બની જાય છે. આયુર્વેદ અનુસાર આ પ્રકારનો વિરુદ્ધ આહાર પાચનતંત્રને બાધિત કરે છે અને તેના કારણે સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યા પણ થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ લીંબુ સાથે કઈ વસ્તુઓ ક્યારેય ન ખાવું.
Trending Photos
Health Tips: વિટામીન સી અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર લીંબુ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક ફળ છે. લીંબુનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવામાં થાય છે અને સ્વાસ્થ્ય સંબંધિત ઉપાયોમાં પણ કરવામાં આવે છે. લગભગ દરેક ઘરમાં રોજે રોજ લીંબુનો અલગ અલગ વસ્તુઓમાં ઉપયોગ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે એવી કેટલીક ખાવાની વસ્તુ છે જેની સાથે લીંબુ ખાવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે ? જો તમે આ અંગે નથી જાણતા તો ચાલો આજે તમને જણાવીએ.
આયુર્વેદ અનુસાર ખાવા પીવાની કેટલીક એવી વસ્તુઓ છે જેની સાથે લીંબુનું મિશ્રણ વિરુદ્ધ આહાર બની જાય છે. આયુર્વેદ અનુસાર આ પ્રકારનો વિરુદ્ધ આહાર પાચનતંત્રને બાધિત કરે છે અને તેના કારણે સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યા પણ થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ લીંબુ સાથે કઈ વસ્તુઓ ક્યારેય ન ખાવું.
આ 4 વસ્તુઓ સાથે ન લેવું લીંબુ
દૂધ
દૂધ અને લીંબુનું સેવન એક સાથે ક્યારેય કરવું નહીં. તેનાથી પેટમાં ગેસ, અપચો અને ઝાડા જેવી સમસ્યા થઈ શકે છે. કારણ કે લીંબુમાં એસિડિક એલિમેન્ટ હોય છે દૂધના પ્રોટીનને ફાડે છે જેના કારણે પાચન ક્રિયા ખરાબ થઈ શકે છે.
દહીં
દહીંનું સેવન પણ લીંબુ સાથે ક્યારેય કરવું નહીં. લીંબુનું એસિડ દહીંમાં રહેલા ગુડ બેક્ટેરિયાને નષ્ટ કરે છે જેના કારણે પાચનતંત્ર નબળું પડી જાય છે અને દહીંથી થતા ફાયદા પણ મળતા નથી. દહીં અને લીંબુ સાથે લેવાથી એસિડિટી પણ થઈ શકે છે.
માછલી
જે લોકો ફીશ ખાતા હોય તેમણે માછલીની સાથે લીંબુનું સેવન કરવાનું ટાળવું જોઈએ. લીંબુ ઉમેરવાથી માછલીના પોષક તત્વ ઘટી જાય છે. માછલી અને લીંબુનું સાથે સેવન કરવામાં આવે તો શરીરને પ્રોટીન પચાવવામાં સમસ્યા થાય છે.
ઈંડા
ઈંડા સાથે પણ લીંબુ ક્યારેય લેવું નહીં. ઈંડા અને લીંબુને સાથે લેવાથી પેટ ભારે થઈ જાય છે અને અપચો થઈ જાય છે. લીંબુનું સેવન ઈંડા સાથે કરવામાં આવે તો શરીર પ્રોટીન પચાવી શકતું નથી જેના કારણે પેટમાં ભયંકર ગડબડ થઈ શકે છે.
આ વસ્તુઓ સિવાય જ્યારે પેટમાં બળતરા, એસીડીટી કે મોઢામાં ચાંદા જેવી સમસ્યા હોય ત્યારે પણ લીંબુનું સેવન ટાળવું જોઈએ. આ બધી સમસ્યાઓ મટી જાય પછી જ લીંબુનું સેવન કરવું જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે