ભગવાન બારડની મુશ્કેલીઓ વધી, હાઇકોર્ટે ફરી કેસ ચલાવવાનો આપ્યો આદેશ
કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય દ્વારા સરકારી ગોચર જમીનમાંથી ખનીજ ચોરી મામલે મળેલી સજા પર સ્ટેટ લગાવ્યો હતો. જેને લઇ રાજ્ય સરકાર દ્વારા સજા પરનો સ્ટે હટાવવાની માગ હાઇકોર્ટમાં કરી હતી
Trending Photos
અમદાવાદ: તલાલાના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડની મશ્કેલીઓમાં વધારો થયો છે. ભગવાન બારડે ધારાસભ્ય પદથી સસ્પેન્ડ કરવા અને સૂત્રાપાડા કોર્ટ દ્વારા તેમને આરોપી જાહેર કરી 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારવામાં આવી હતી. તેને પડકાર આપતા ભગવાન બારડ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અંગે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે ચૂકાદો આપવામાં આવ્યો છે. હાઇકોર્ટે સેશન્સ કોર્ટને ફરીથી ભગવાન બારડ વિરૂદ્ધ કેસ ચલાવવાનો આદેશ કર્યો છે.
ખનીજ ચોરીના કેસમાં સૂત્રાપાડા કોર્ટે તલાલના ધારાસભ્ય ભગવાન બારડને આરોપી જાહેર કરીને તેમને પોણા ત્રણ વર્ષની સજા કરી હતી. જેને પગલે હવે તેને ધારાસભ્ય પદથી રદ કરાયા હતા. ત્યારે કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય દ્વારા સરકારી ગોચર જમીનમાંથી ખનીજ ચોરી મામલે મળેલી સજા પર સ્ટે લાવવામાં આવ્યો હતો. જેને લઇ રાજ્ય સરકાર દ્વારા સજા પરનો સ્ટે હટાવવાની માગ હાઇકોર્ટમાં કરી હતી, જેને ગ્રાહ્ય રાખવામાં આવી છે. જસ્ટિસ સોનિયાબેન ગોકાણીએ આ ચૂકાદો સંભળાવ્યો છે. સેશન્સ કોર્ટને ફરીથી કેસ ચલાવવાનો આદેશ કર્યો છે.
ખનીજ ચોરીનો આરોપ છે ભગવાન બારડ પર
તલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને 1995ના ખનીજ ચોરીના કેસમાં સૂત્રાપાડા કોર્ટે આરોપી જાહેર કરીને 2 વર્ષ અને 9 માસની સજા ફટકારી છે. 25 વર્ષ પહેલા સૂત્રાપાડાની ગોચર જમીન મામલે ભગવાન બારડ પર 2.83 કરોડની ખનીજ ચોરીનો ગુનો દાખલ કરાયેલ હતો. ભગવાન બારડને 2500 રૂપિયા દંડ પણ ફટાકારાયો હતો.
કોંગ્રેસને મોટો ફટકો
ભગવાન બારડને સજા થતા કોંગ્રેસના રાજકીય વર્તુળમાં ચર્ચા શરૂ થઈ હતી. ત્યારે ભગવાન બારડના જેલવાસને કારણે કોંગ્રેસની એક બેઠક ઓછી થઈ છે. તો બીજી તરફ, ભગવાન બારડનું વિધાનસભામાં સભ્યપદ રદ કરાયું છે. સામાન્ય રીતે જો કોઈ ધારાસભ્યને બે વર્ષથી વધુ સજા થાય તો તે ગેરલાયક ઠરે છે.
અધ્યક્ષે ધારસભ્ય તરીકે રદ કર્યાં
આ વિશે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રિ ત્રિવેદીએ જણાવ્યું કે, ભગવાન બારડની સીટ 91 છે. તેમને 1 માર્ચના રોજ ખનીજ ચોરીના આરોપમાં પોણા ત્રણ વર્ષની સજા થઈ છે. લિગલ વિભાગે તેના ચુકાદાની સર્ટીફાઈડ નકલ વિધાનસભાના ઓફિસમાં મોકલી હતી. તમામ વિગતો વાંચ્યા બાદ ઈલેક્શન કમિશનના પરિપત્રોને ધ્યાનમાં રાખીને સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાનમાં રાખીને જો કોઈ ધારાસભ્યને 2 વર્ષથી વધુની સજા થાય તો તે 30 તારીખથી ધારાસભ્યનું પદ ગુમાવે છે. આ વિશેના કાગળો મને મળ્યા છે. તેથી સત્તાવાર રીતે તેમને ધારાસભ્ય તરીકે નાબૂદ કર્યા છે, અને આ બાબતની જાણ રાજ્યના તથા કેન્દ્રના ચૂંટણી પંચને મોકલી આપ્યા છે. હવે તેઓ ધારાસભ્ય રહ્યા નથી. હાલ આ બેઠક ખાલી પડેલી ગણાય. વિધાનસભાના અધ્યક્ષ તરીકે મેં કાર્યવાહી કરી છે. આ જાણ ત્યાંના કલેક્ટરને પણ કરાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે