48 કલાકમાં આવી રહી છે આફત! 15 જૂને વિકરાળ બનશે વાવાઝોડું, આ ત્રણ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આશંકા

Biparjoy Cyclone: 15 જૂનના રોજ ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 15 જૂને કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

48 કલાકમાં આવી રહી છે આફત! 15 જૂને વિકરાળ બનશે વાવાઝોડું, આ ત્રણ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આશંકા

Biparjoy Cyclone: અરબી સમુદ્રમાં ઉભું થયેલું એક વિશાળ ચક્રવાત ભારતના દરિયાકાંઠે ત્રાટકવાનું છે. IMD એ માહિતી આપી છે કે 'બિપોરજોય' 15 જૂનની સાંજે જખૌ બંદર નજીક સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાને ખૂબ જ ગંભીર ચક્રવાતના રૂપે પસાર થશે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ચક્રવાત 'બિપરજોય'ના કારણે ભારે નુકસાન થવાની સંભાવના છે. 

બિપોરજોય વાવાઝોડું પ્રતિ કલાક 12 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાથી કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી, જામનગર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લા પર ભારે જોખમ ઉભું થયું છે. આ સાત જિલ્લાના લાખો લોકો સતત ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. આ વાવાઝોડાને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. 

માંડવી અને કરાચી વચ્ચે લેન્ડફોલ થવાની શક્યતા
વાવાઝોડું 15 જૂને માંડવી અને કરાચી વચ્ચે લેન્ડફોલ થવાની શક્યતા છે. લેન્ડફોલ થશે ત્યારે વાવાઝોડું વધુ સ્ટ્રોંગ બનશે. બિપોરજોય વાવાઝોડાની દિશા નોર્થ ઈસ્ટ તરફ રહેશે.

15 જૂને ત્રણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી  
15 જૂનના રોજ ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 15 જૂને કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. તો મોરબી, રાજકોટ, જૂનાગઝ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેરવામાં આવ્યું છે. 16 જૂને કચ્છ, મોરબી, પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. આ દરમિયાન 125 થી 135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વધુમાં વધુ 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 15મી જૂને સવારે તેની વ્યાપક અસર સૌરાષ્ટ્રમાં જોવા મળશે. આજે એટલે કે 13મી જૂને ચક્રવાત બિપોરજોય હજુ પોરબંદરથી 250 કિમી દૂર છે.

હવામાન વિભાગનું કહેવું છે કે ચક્રવાત દરિયાકાંઠાની નજીક થોડું નબળું રહેશે પરંતુ ઘણું નુકસાન કરી શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં આજથી પવનનું જોર વધ્યું છે. આજે પવનની ઝડપ 50 થી 70 કિમી પ્રતિ કલાકની રહેશે, આવતીકાલે એટલે કે 14 જૂને તે 85 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે. 15મી જૂને કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં પવન સૌથી વધુ જોરદાર રહેશે. તેમની ઝડપ 125 થી 145 કિમી સુધી પહોંચી શકે છે.

નુકશાનનું જોખમ

  • પવનની અસર એટલી વધારે હશે કે વૃક્ષો પડી શકે છે.
  • સામાન વહી શકે છે અને પાકાં મકાનોને નુકસાન થઈ શકે છે.
  • - ટીન શેડ પડી શકે છે. સોલ્ટ સ્પ્રે પણ આવી શકે છે અને કિનારાને નુકસાન પહોંચાડી શકે છે.
  • - આજે કચ્છ, પોરબંદર, દ્વારકા, જૂનાગઢમાં ભારે વરસાદ પડી શકે છે.
  • - આવતીકાલથી વધુ વરસાદ પડશે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં સૌથી વધુ વરસાદ પડશે.

IMDના વડા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, "તે કદાચ વધુ નુકસાન પહોંચાડી શકે છે." ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લામાં 15 જૂને 20 સેમીથી વધુ વરસાદ પડી શકે છે. મહાપાત્રાએ જણાવ્યું હતું કે, "સામાન્ય રીતે આ વિસ્તારોમાં એટલો વરસાદ પડતો નથી, તેથી નીચાણવાળા વિસ્તારોમાં પૂરની શક્યતા છે." પોરબંદર, રાજકોટ, મોરબી અને જૂનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. 

આ જિલ્લાઓમાં 140 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. મહાપાત્રાએ જણાવ્યું હતું કે, “સૌરાષ્ટ્ર, કચ્છના નીચાણવાળા દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રણથી છ મીટર ઊંચા મોજા ઉછળી શકે છે. આ વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવા અને અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવાનું સૂચન કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આજે એટલે કે 13 જૂનના રોજ 4 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના કચ્છ, જામનગર, રાજકોટ અને જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં આજે ભારે વરસાદ વરસી શકે છે. 14 જૂનના રોજ કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે મોરબી, જામનગર અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ અને જૂનાગઢમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news