ઉમરગાવમાં 8 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો: ટીંભીનુ તળાવ છલકાયું

વલસાડમાં પણ ભારે વરસાદનાં કારણે જળબંબાકારની પરિસ્થિતી સર્જાઇ, નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ખસેડાયા

ઉમરગાવમાં 8 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો: ટીંભીનુ તળાવ છલકાયું

સુરત : વલસાડ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ થવાના કારણે ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. છેલ્લા આઠ કલાકમાં ઉમરગામમાં 6 ઇંચ જેટલો વરસાદ પડતા ટીંભી ગામનું તળાવ ઓવરફ્લો થઇ ગયું હતું. જળાવનું પાણી ગામમાં ફરી વળતા ગામમાં પાણી ભરાઇ ગયું હતું. ઠેરઠેર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પરિસ્થિતી વધારે વિકટ બની હતી. પાણી ભરાતા સ્થાનિક તંત્ર અને પોલીસ પણ કામે લાગી ગઇ હતી. અનેક લોકોને સુરક્ષીત સ્થળોએ પણ ખસેડવામાં આવ્યા હતા.

હવામાન વિભાગ દ્વારા 48 કલાકમાં હજી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ઉપરાંત માછીમારોને દરિયો પણ નહી ખેડવા માટે સૂચના આપવામાંઆવી છે. સાથે સમગ્ર તંત્રને એળર્લ રહેવા માટે પણસૂચન કરવામાં આવ્યું હતું. વલસાડમાં સૌથી વદારે વરસ ઉમરગામમાં નોંધાયો છે. જેમાં આજે રાત્રે 12 વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં જ 12 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ચારેબાજુ જળબંબાકારની પરિસ્થિતી સર્જાઇ છે. આટલું ઓછુ હોય તેમ હજી પણ વરસાદ સતત વરસી રહ્યો છે. ઉપરાંત આગામી 48 કલાકમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, સિઝન ચાલુ થઇછે ત્યારથી જ ઉત્તરગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. થોડા થોડા દિવસોનાં વિરામ બાદ સતત વરસાદ પડી રહ્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં હજી પણ વરસાદની રાહ જોવાઇ રહી છે. હજી સુધી માત્ર એકવાર સામાન્ય વરસાદ પડ્યા બાદથી વરસાદ પડ્યો નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news