હાર્દિકને પાટિદાર સમાજના વિરોધનો સામનો કરવો પડશેઃ લાલજી પટેલ

પાટીદાર અનામત આંદોલન નેતા હાર્દિક પટેલે 12 માર્ચના રોજ કોંગ્રેસમાં જોડાવાની કરેલી જાહેરાત અંગે પાટીદાર નેતા લાલજી પટેલે આકરી પ્રતિક્રિયા આપી હતી 
 

હાર્દિકને પાટિદાર સમાજના વિરોધનો સામનો કરવો પડશેઃ લાલજી પટેલ

મહેસાણાઃ હાર્દિક પટેલ દ્વારા કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત અંગે લાલજી પટેલે જણાવ્યું કે, હાર્દિક પટેલ અનેક વખત મીડિયા સમક્ષ સમાજના મુદ્દા પુરા કર્યા બાદ રાજકીય પાર્ટીમાં જોડાઈશ નહીં એવી જાહેરાત કરી ચૂક્યો છે. હવે જો તે કોંગ્રેસમાં જોડાશે તો પાટીદાર સમાજ તેનો વિરોધ કરશે.

લાલજી પટેલે જણાવ્યું કે, હાર્દિક પોતાની મહત્વાકાંક્ષા પુરી કરવા માટે નેતા બનવા જઈ રહ્યો છે. તેણે પાટીદાર સમાજના વિરોધનો સામનો કરવો પડશે. જો તે ચૂંટણી લડશે તો સમાજ તેનો વિરોધ કરશે. 

લાલજી પટેલે વધુમાં જણાવ્યું કે, હાર્દિક પટેલે પાટીદાર સમાજ સાથે ગદ્દારી કરી છે. તેણે સમાજ માટે આંદોલન ચલાવ્યું હતું અને સમાજનો ઝંડો પકડીને તે આગળ આવ્યો છે. આવનારી લોકસભા ચૂંટણીમાં પીટાદાર સમાજ હાર્દિકને વોટથી જવાબ આપશે. 

ઉલ્લેખનીય છે કે, ભારતીય ચૂંટણી પંચ દ્વારા દેશમાં આગામી લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરાયા બાદ હાર્દિક પટેલે એક ટ્વીટ કરીને જણાવ્યું છે કે, તે 12 માર્ચના રોજ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news