દેશની એકમાત્ર સીટ જ્યાં 3 તબક્કામાં યોજાશે લોકસભા ચૂંટણી

દક્ષિણ કાશ્મીરની અનંતનાગ સીટ રાજ્યની સૌથી સંવેદનશીલ સીટ છે અને અહીંથી પીડીપી પ્રમુખ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી ચૂંટણી જીતી ચુક્યા છે 

દેશની એકમાત્ર સીટ જ્યાં 3 તબક્કામાં યોજાશે લોકસભા ચૂંટણી

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ ચુકી છે અને 7 તબક્કામાં 17મી લોકસભા માટે ચૂંટણીનું આયોજન કરાવવામાં આવશે. પહેલા તબક્કાનું મતદાન 11 એપ્રીલથી ચાલુ થશે. જ્યારે ચૂંટણીનું પરિણામ 23 મેનાં રોજ પરિણામ જાહેર થશે. લોકસભાની સાથે સાથે આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, સિક્કિમ અને ઓરિસ્સાની વિધાનસભા ચૂંટણી કરાવવામાં આવશે. પરંતુ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા કારણોથી વિધાનસભા ચૂંટણી હાલ નહી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

જમ્મુ કાશ્મીરમાં લોકસભા ચૂંટણી 5 તબક્કામાં યોજાશે જ્યારે અહીંકી અનંતનાગ સીટ પર 3 તબક્કામાં ચૂંટણીનું આયોજન કરાવવામાં આવશે. અહીં 11 એપ્રીલે 2 સીટો પર મતદાન થશે. સાથે જ 18 એપ્રીલે પણ 2 સીટો પર. 29 એપ્રીલે 1-1 સીટ પર વોટિંગ થશે. 6 મેનાં રોજ 2 સીટો પર મતદાન થશે. રાજ્યમાં કુલ 6 સીટો છે જેના પર 5 તબક્કામાં મતદાન કરવામાં આવશે. કારણ કે એકલા અનંતનાગ લોકસભા સીટ પર પણ 3 તબક્કામાં મતદાન થશે. 

2 વર્ષથી નથી યોજાઇ પેટા ચૂંટણી
દક્ષિણ કાશ્મીરની અનંતનાગ સીટ રાજ્યની સૌથી સંવેદનશીલ વિસ્તાર છે અને અહીંથી પીડીપી પ્રમુખ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી ચૂંટણી જીતી શકે છે. આ અશાંત વિસ્તારમાં ચૂંટણી કરાવવી હંમેશાથી પડકારજનક રહ્યું છે અને મહેબુબાનાં રાજીનામા બાદ 2 વર્ષથી આ સીટ પર પેટા ચૂંટણી નથી થઇ શકે. 

ચૂંટણી પંચના આંકડા અનુસાર 1996માં 6 મહિનાની અંદર પેટા ચૂંટણી કરાવવાના કાયદા બાદ સૌથી વધારે સમય સુધી લોકસભા સીટ છે. આ સીટથી મહેબુબા ઉપરાંત પીડીપી અધ્યક્ષ રહેલા મુફ્તી મોહમ્મદ સઇદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રહેલા મોહમ્મદ શફી કુરૈશી પણ સાંસદ બની ચુક્યા છે. આ સીટ પીડીપીનો ગઢ છે. 2014માં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં અનંતનાગની 16 વિધાનસભા સીટોમાંથી 11 સીટો પર પીડીપીએ જીત મેળવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news