કોરોના સામે લડવા ગુજરાતના શિક્ષકો આપશે એક દિવસનો પગાર

કોરોના વાયરસ (corona virus) સામે નાગરિકોને રક્ષણ આપવા માટે તથા તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓ લોકો સુધી પહોંચે તે માટે સરકાર પ્રયત્નશીલ બની છે. ગઈકાલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનેક પેકેજ જાહેર કરવામાં આવ્યા હતા. આવામાં ગુજરાત સરકારે પણ અપીલ કરી છે કે, લોકો મદદ માટે સહકાર આપે અને મુખ્યમંત્રી રાહત ફંડમાં મદદ કરે. આવામાં રાજ્યના શિક્ષકો મદદ માટે સામે આવ્યા છે. રાજ્યના શિક્ષકો તેમના એક દિવસના પગારની કુલ રૂપિયા 45.34 કરોડની રકમ મુખ્યમંત્રીના રાહત નિધિમાં જમા કરાવશે. 
કોરોના સામે લડવા ગુજરાતના શિક્ષકો આપશે એક દિવસનો પગાર

બ્રિજેશ દોશી/ગાંધીનગર :કોરોના વાયરસ (corona virus) સામે નાગરિકોને રક્ષણ આપવા માટે તથા તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓ લોકો સુધી પહોંચે તે માટે સરકાર પ્રયત્નશીલ બની છે. ગઈકાલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનેક પેકેજ જાહેર કરવામાં આવ્યા હતા. આવામાં ગુજરાત સરકારે પણ અપીલ કરી છે કે, લોકો મદદ માટે સહકાર આપે અને મુખ્યમંત્રી રાહત ફંડમાં મદદ કરે. આવામાં રાજ્યના શિક્ષકો મદદ માટે સામે આવ્યા છે. રાજ્યના શિક્ષકો તેમના એક દિવસના પગારની કુલ રૂપિયા 45.34 કરોડની રકમ મુખ્યમંત્રીના રાહત નિધિમાં જમા કરાવશે. 

નીતિન પટેલ અને પ્રદીપસિંહ જાડેજાએ રસ્તા પર નીકળીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું  

આ બાબતની માહિતી આપતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે, શિક્ષક સમુદાયને એક દિવસના પગારની રકમ મુખ્યમંત્રીના રાહત નિધિમાં જમા કરાવી સહાયરૂપ બનવાની સંવેદના દર્શાવવા બદલ અભિનંદન પાઠવું છું.

ગઈકાલે મુખ્યમંત્રી નિવાસસ્થાને હાઈ પાવર કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં માહિતી સામે આવી હતી કે, રાજ્યમા કુલ 39 કોરોનાના કેસ પોઝિટિવ કેસ છે. ગઈકાલે 131 ટેસ્ટ કર્યા છે. એક પોઝીટીવ હતો. જ્યારે એક કેસ અનિર્ણાયક છે. 21 કેસનો રીપોર્ટ આવવાનો બાકી છે. હોમ ક્વોરેન્ટાઈનનું ઉલ્લંઘન કરનાર 430 લોકો  છે. હોમ ક્વોરેન્ટાઈનમાં હાલ કુ 20,220 લોકો છે. ભંગની કુલ 147 ફરીયાદ કરાઇ છે. 104 હેલ્પ લાઈન પર 258 કેસોમાં ટ્રીટમેન્ટ કરાઈ છે. કુલ 1,07,62,012 લોકોનો સરવે કરાયો છે. 4 સ્પેશ્યલ કોવિડ હોસ્પિટલ બનાવાની છે, જેમાં વેન્ટીલેટર ખરીદવાની પ્રક્રિયા ચાલુ છે. 828 વેન્ટીલેટર પબ્લિક સેક્ટરમાં છે. પ્રાઈવેટ સેક્ટરમા પણ વ્યવસ્થા છે. સુરત, અમદાવાદ અને રાજકોટમાં વધારે લોકોને ક્વોરેન્ટાઈન કરવાની ફરજ પડી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સરકાર સાથે પરામર્શ કરી જરુરી વસ્તુઓ મળી રહે તેના માટે મુખ્ય સચિવને જવાબદારી સોપાઈ છે. કેટલાક કેસોમાં વિદેશથી આવેલા લોકોએ પોતાના એડ્રેસ સાચા નથી આપ્યા. કરિયાણાના દુકાનદારો, દુધ વિક્રેતા અને નાના દુકાનદારોને તાત્કાલિક પાસ આપવાના છે. શાકભાજી અને લારી વાળા ફેરીયાઓ ભેગા થવાને બદલે અલગ અલગ જગ્યાઓ ફરે તેવી વ્યવસ્થા કરાશે. જીવન જરુરી સામાનના ટ્રાન્સપોર્ટેશન સમયે કોઈ પ્રશ્ન હોય તો 100 નંબર પર જાણ કરી શકાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news