ગુજરાતીઓ હવે સાવધાન: આ વિસ્તારોમાં પડશે હાડ થીજવતી ઠંડી, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?
Gujarat Weather 2022: આગામી 5 દિવસ વરસાદની કોઈ આગાહી નથી. હાલમાં તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો થયો છે. નલિયા અને કચ્છમાં કેટલા વિસ્તારમાં આજે અને કાલે કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે.
Trending Photos
Gujarat Weather: ગુજરાતમાં છેલ્લા કેટલાંક દિવસથી કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાયો નહોતો, પરંતુ ગુજરાતીઓ હવે સાવધાન થઈ જજો. રાજ્યના અમુક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડી વિશે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની ઠંડીને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેશે, એટલે કે આગામી 5 દિવસ વરસાદની કોઈ આગાહી નથી. હાલમાં તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો થયો છે. નલિયા અને કચ્છમાં કેટલા વિસ્તારમાં આજે અને કાલે કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 4.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં 13.8 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 13.4 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. આગામી 3 દિવસમાં હજુ 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી છે. જેના કારણે અમદાવાદમાં તાપમાન 12 ડિગ્રી આસપાસ પહોંચી શકે છે. ઉતરી પવન ફૂંકાવાની શરૂઆત થતા તાપમાન ગગળ્યું હોવાનું હવામાન વિભાગ જણાવી રહ્યું છે. બપોરે પણ તાપમાન ઘટવાની શરૂઆત થઈ ચૂકી છે. ગત રોજ બપોરે 32 ડિગ્રી જ્યારે આજે 29 ડિગ્રી તાપમાન થયું છે. પહેલાની સરખામણીએ હાલ તાપમાન સિઝન પ્રમાણે નોંધાવા લાગ્યું છે.
મહત્વનું છે કે, ગુજરાતમાં આખરે જેની આતુરતાથી રાહ જોવાતી હતી એવી ઠંડીનો શરૂઆત થઈ ચૂકી છે. આગામી ત્રણ દિવસમાં ઠંડીનો પારો ત્રણ ડિગ્રી ઘટવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ગુરૂવારે રાજ્યના 13 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીથી નીચે ઉતર્યો છે.
ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું?
નોંધનીય છે કે, હાલ રાજ્યમાં ઠંડીની શરૂઆત થતાં ગાંધીનગરમાં ઠંડીનો પારો 11.9 ડિગ્રી પર પહોંચ્યો છે. ભૂજમાં ઠંડીનો પારો 12 ડિગ્રી પર પહોંચ્યો છે. અમદાવાદમાં છેલ્લા ચાર દિવસમાં ઠંડીનો પારો સાત ડિગ્રી સુધી ઘટીને 12.8 ડિગ્રી પર પહોંચી ગયો છે. મહુવામાં ઠંડીનો પારો 13.1 ડિગ્રી, વડોદરામાં 13.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જ્યારે કેશોદમાં 13.4 ડિગ્રી, ડીસામાં 13.5 ડિગ્રી અને રાજકોટમાં ઠંડીનો પારો 13.6 ડિગ્રી સુધી પહોંચી ગયો છે.
અમરેલી અને સંઘ પ્રદેશ દિવમાં ઠંડીનો પારો 14.5 ડિગ્રી પર પહોંચ્યો છે. જ્યારે વલ્લભવિદ્યાનગર અને સુરેન્દ્રનગરમાં ઠંડીનો પારો 14.7 ડિગ્રી પર પહોંચ્યો છે. પોરબંદરમાં ઠંડીનો પારો 15.8 ડિગ્રી, દ્વારકામાં 16.9 ડિગ્રી, ભાવનગરમાં ઠંડીનો પારો 17 ડિગ્રી પર પહોંચ્યો છે. સંઘપ્રદેશ દમણમાં ઠંડીનો પારો 17.2 ડિગ્રી, વલસાડમાં ઠંડીનો પારો 17.5 ડિગ્રી, સુરતમાં 17.8 ડિગ્રી તો વેરાવળમાં ઠંડીનો પારો 18.5 ડિગ્રી પર પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં નલિયામાં સૌથી નીચુ 8.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે