કેસર કેરીના શોખીનો માટે આ વર્ષ કેવું રહેશે? જાણો આંબા પર આવેલ ફલાવરિંગનો મતલબ

અમરેલી જિલ્લામાં કેસર કેરી ખૂબ મોટા પ્રમાણમાં પાક થાય છે. અમરેલી જિલ્લાની કેસર કેરી સમગ્ર ગુજરાતમાં વખણાય છે. ગુજરાત ઉપરાંત બહારના રાજ્યોમાં પણ અમરેલી જિલ્લાની કેસર કેરી બહાર જાય છે ત્યારે આ વર્ષે કેસરી કેરીના ઝાડ ઉપર વહેલા મોર આવ્યા છે.

કેસર કેરીના શોખીનો માટે આ વર્ષ કેવું રહેશે? જાણો આંબા પર આવેલ ફલાવરિંગનો મતલબ

કેતન બગડા/અમરેલી: જિલ્લામાં કેસર કેરીના મોટા પ્રમાણમાં બગીચાઓ આવેલા છે. અમરેલી જિલ્લાની કેસર કેરી સમગ્ર ગુજરાતમાં વખણાય છે. ત્યારે આ વર્ષે કેસરી કેરીના ઝાડ ઉપર ફલાવરિંગ મોટા પ્રમાણમાં થયું છે. ફલાવરિંગ સારું થયુ હોવાથી કેરીના બગીચા ધારકો મોટા પ્રમાણમાં આવનારા દિવસોમાં કેસર કેરીનું ઉત્પાદન સારા પ્રમાણમાં થશે તેવું માની રહ્યા છે. 

અમરેલી જિલ્લામાં કેસર કેરી ખૂબ મોટા પ્રમાણમાં પાક થાય છે. અમરેલી જિલ્લાની કેસર કેરી સમગ્ર ગુજરાતમાં વખણાય છે. ગુજરાત ઉપરાંત બહારના રાજ્યોમાં પણ અમરેલી જિલ્લાની કેસર કેરી બહાર જાય છે ત્યારે આ વર્ષે કેસરી કેરીના ઝાડ ઉપર વહેલા મોર આવ્યા છે. સામાન્ય રીતે કેસર કેરીના ઝાડ ઉપર 15 જાન્યુઆરી આસપાસ મોર આવતા હોય છે. 

ફ્લાવરિંગ થતું હોય છે પરંતુ આ વર્ષે ડિસેમ્બર મહિનામાં ફ્લાવરિંગ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જો આમ જ કેરીના ઝાડ ઉપર ફલાવરિંગ રહેશે તો આવનારા દિવસોમાં કેરીનો મબલખ પાક આવશે. ગત વર્ષે તોકતે વાવાઝોડાને લઈને કેરીના બગીચાને ખૂબ મોટું નુકસાન થયું હતું અને લોકોને કેસર કેરી સ્વાદ ચાખવા મળ્યો ન હતો. પરંતુ આ વર્ષે સારું ફલાવરિંગ આવતા કેરીનો પાક સારો થશે.

ઉનાળો આવતા જ કેસર કેરીના શોખીનો કેસર કેરી ખાવા માટે તલ પાપડ હોય છે ત્યારે આ વર્ષે કેરીના ઝાડ ઉપર સારું ફ્લાવરિંગ આવતા આવનારા દિવસોમાં કેસર કેરીનો પાક ખૂબ જ સારા પ્રમાણમાં આવે તેવું ખેડૂતો માની રહ્યા છે. જો વધારે પ્રમાણમાં ઠંડી પડે તો ફ્લાવરિંગને નુકસાન થાય પરંતુ આવું જ વાતાવરણ રહ્યું તો કેસર કેરીનો બમ્પર પાક થશે અને કેસર કેરીના ચાહકો કેસર કેરીનો સ્વાદ માણી શકશે.

તોકતે વાવાઝોડાએ અમરેલી જિલ્લામાં તબાહી મચાવી હતી. મોટાભાગના કેરીના બગીચાઓ જમીન દોષ થઈ ગયા હતા. પરંતુ ખેડૂતોની મહેનતને લઈને ફરીથી કેરીના બગીચાઓ ઊભા થઈ ગયા છે. ત્યારે આ વર્ષે કેરીના ઝાડ ઉપર ખૂબ જ સારા પ્રમાણમાં ફ્લાવરિંગ આવ્યું છે. દર વર્ષે જાન્યુઆરી મહિનામાં કેરીના ઝાડ ઉપર ફ્લાવરિંગ આવતું હોય છે, પરંતુ આ વર્ષે ડિસેમ્બર મહિનામાં એટલે કે એક મહિના અગાઉ ફ્લાવરિંગ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જો આવું જ ફલાવરિંગ રહેશે તો કેરીનો મબલક પાક આવશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news