સાહેબ અમને પ્રવાસે લઈ જાઓ... બાળકની રજૂઆત સાંભળી પેટ પકડીને હસી પડશો, જોરદાર વાયરલ થયો છે આ વીડિયો

Viral Video : શાળામાંથી પિકનિક લઈ જવાની એક બાળકની અપીલનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે 
 

સાહેબ અમને પ્રવાસે લઈ જાઓ... બાળકની રજૂઆત સાંભળી પેટ પકડીને હસી પડશો, જોરદાર વાયરલ થયો છે આ વીડિયો

Trending Video : વાયરલ વીડિયો તો તમે ઘણા જોયા હશે. બાળકોના પણ અનેક વીડિયો વાયરલ થયા છે, પરંતું તમે આવો વીડિયો આજદિન સુધી નહિ જોયો હોય. એક ગુજરાતી બાળકે પ્રવાસ લઈ જવા માટે શાળાના શિક્ષકને જે અપીલ કરી તે સાંભળીને તમે પેટ પકડીને હસી પડશો. બાળક જે અંદાજમા રજૂઆત કરી રહ્યો છે તે સાંભળીને હસી હસીને તમારા પેટમાં દુખાવો પણ ઉપડી શકે છે તેની ગેરેન્ટી. સોશિયલ મીડિયામા આ વીડિયો જોરદાર વાયરલ થયો છે. 

આ વીડિયોમાં એક બાળક પ્રવાસ લઈ જવા માટે પોતાના શિક્ષકને રજૂઆત કરી રહ્યો છે. રમૂજી અંદાજમાં રજૂઆત કરતા બાળકને જોઈને તમે આફરીન પોકારી જશો. આ વીડિયો છેલ્લા બે દિવસથી લોકોના વોટ્સએપમાં ફરી રહ્યો છે. જેટલાએ જોયો એટલા તેને ફોરવર્ડ કરવાનું ભૂલ્યા નથી. આ બાળકે કાલીઘેલી ભાષામાં પ્રવાસ લઈ જવાની અપીલ કરીને સૌને ખુશ કરી દીધા છે. જોકે, આ વીડિયો ગુજરાતના કયા વિસ્તારની શાળાનો છે તે જાણવા મળ્યુ નથી.

બાળક શું બોલ્યો...
સાહેબ અમને તો લઈ જાઓ. તમે 6 થી 8 ને લઈ જાઓ છો. અમે તો ખાલી બેહી રહીએ છીએ. અમે લખીએ છીએ, બધુ લેશન લાવીએ છીએ, બધુ કરીએ છીએ, તમારી વાત માનીએ છીએ. પણ તમે અમને લઈ નથી જતા. એવુ કેમ સાહેબ. અમને ન્યાય મળવો જોઈએ સાહેબ. કેમ સાહેબ. જો સાહેબ અમારી સાથે લાગણી છે તો અમને ફરવા લઈ જાઓ પ્રવાસમાં. જો સાહેબ, અમને કોઈ લાગણી બંધાઈ જ નથી. અને જો લાગણી બંધાઈ હોય તો સાહેબ અમને લઈ જજો. અમારું દુખ કાઢવા માટે અમને લઈ જજો. તમે બધા સાહેબો અને બહેનો અમને લઈ જતા નથી. આ 6 થી 8 ને જ લઈ જાઓ છો. તે સાહેબ અમે શુ ગુનો કર્યો, 1 થી 5 વાળાએ. સાહેબ અમને લઈ જાઓ, અમે ખાલી બેસી નથી રહેવાના. સાહેબ અમને લઈ જજો, વહેલા લઈ જજો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news