જુનના પહેલા અઠવાડિયામાં કંઈક મોટું થશે! આવી મોટી અપડેટ, આજથી બદલાશે ગરમ હવાના તેવર

Severe Heatwave Alert : રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત...આજથી તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થશે...દરિયાઈ વિસ્તારોમાં હોટ એન્ડ હ્યુમિડ કન્ડિશન રહેશે....રાજ્યમાં પવનની ગતિ ખૂબ વધુ રહેશે....પવનનોની દિશા બદલાતા ગરમીથી રાહત મળશે
 

જુનના પહેલા અઠવાડિયામાં કંઈક મોટું થશે! આવી મોટી અપડેટ, આજથી બદલાશે ગરમ હવાના તેવર

Gujarat Weather Forecast : મે મહિનો પૂરો થતા પહેલા ગુજરાત પર મોટું સંકટ આવ્યું છે. રાજ્યના 5 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોચ્યો છે. રવિવારે 43.2 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું છે. તો ગાંધીનગર 43 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી, ડીસામાં 42.3 ડિગ્રી, વડોદરામાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે, આ વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. આજથી તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. 

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, ગરમીનો પારો ઘટવાનો છે. રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત મળશે. આજથી તપમાનમાં 1 થી 2 ડિગ્રી ઘટાડો થશે. દરિયાઈ વિસ્તારોમાં હોટ એન્ડ હ્યુમિડ કન્ડિશન ઉભી થશે. જેને કારણે રાજ્યમાં પવનની ગતિ ખૂબ વધુ રહેશે. આ દિવસોમાં 25/30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં ગઈકાલે તાપમાન 43.2 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પવનની દિશા બદલાતા ગરમીથી રાહત મળશે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રી આસપાસ રહેશે. 

અમદાવાદમાં ફરી એલર્ટ
અમદાવાદમાં આજે આકરી ગરમીનું અલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આજે પણ અમદાવાદને ગરમીથી રાહત નહીં મળે. આજથી બે દિવસ 43 થી 45 ડિગ્રી ગરમી રહેવાનું અનુમાન છે..આજ અને આવતીકાલ માટે ગરમીનું ઓરેન્જ અલર્ટ અપાયું છે...તો બુધવારથી ત્રણ દિવસ માટે ગરમીનું યલો અલર્ટ રહેશે..રાહતની વાત એ છે કે, 3 દિવસમાં ગરમીમાં 3 ડિગ્રી જેટલો ઘટાડો થયો છે. જો કે હજુ પણ 43 ડિગ્રીથી વધુ જ તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને હવામાં ભેજનું પ્રમાણ વધતા બફારાથી લોકો પરેશાન થઈ રહ્યા છે.અમદાવાદની સાથે સાથે ગાંધીનગર, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને કચ્છમાં ઓરેન્જ અલર્ટ અપાયું.

રાહતના સમાચાર, ચોમાસું વહેલુ આવશે
દેશભરમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. દેશમાં દક્ષિણ-પશ્ચિનું ચોમાસું વહેલું બેસવાની આગાહી છે. 31મી મે સુધીમાં કેરળમાં ચોમાસું પહોંચી જવાની શક્યતા છે. 11 જૂન સુધીમાં મુંબઈ ચોમાસું પહોંચી શકે છે. દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું અંદમાન-નિકોબાર પહોંચી ચૂક્યું છે. મે મહિનાના અંતથી મુંબઈમાં પ્રી-મોન્સૂન વરસાદ શરૂ થઈ જશે. જૂનના પહેલા અઠવાડિયામાં મુંબઈમાં વરસાદની આગાહી છે. મુંબઈ બાદ ગુજરાતમાં ચોમાસું બેસવાની આગાહી કરાઈ છે. 

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. તેમણે કહ્યું હતું કે, 17  મેથી રાજ્યમાં આકરી ગરમી પડશે અને એવુ જ થયું. મહત્તમ ઉષ્ણતામાન ૪૪ ડિગ્રી પાર કરી ૪૫ ડિગ્રી પર પહોંચી ગયું છે. રાજ્યમાં આકરી લુ સાથે પવન તથા આંધી વંટોળ રહેશે. જોકે, રાહતના સમાચાર એ છે કે, 26  મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે. આંધી વંટોળ સાથે વરસાદ થતા ગરમીમાં રાહત થશે. 30 જૂન સુધી હવામાનમાં પલટો આવતા ગરમીમાં વધઘટ થશે. 26 મે થી રોહિણી વરસાદ થતા વચ્ચે ગરમી પડશે. પરંતું આ વચ્ચે રાજ્યમાં વહેલું ચોમાસું આવવાની શક્યતા છે. 7 થી 14 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું વરસાદની શક્યતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news