29 મેએ ઓપન થશે વધુ એક કંપનીનો IPO, કિંમત 110, GMP એ કર્યા ગદગદ

શેર બજારમાં બુધવારે Ztech India ઈન્ડિયાનો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. કંપનીએ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 110 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. ઈન્વેસ્ટરો શુક્રવાર સુધી તેમાં દાવ લગાવી શકશે. 

29 મેએ ઓપન થશે વધુ એક કંપનીનો IPO, કિંમત 110, GMP એ કર્યા ગદગદ

IPO News Update: પ્રાઇમરી માર્કેટમાં ફરી ખુબ હલચલ જોવા મળી રહી છે. 29 મેએ એક નવી કંપનીનો આઈપીઓ ઓપન થવાનો છે. આ કંપનીનું નામ Ztech India છે. કંપન આઈપીઓ દ્વારા 33.91 લાખ ફ્રેશ શેર જારી કરશે. ઝેડટેક ઈન્ડિયા આઈપીઓની સાઇઝ 37.30 કરોડ રૂપિયા છે. નોંધનીય છે કે આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 104 રૂપિયાથી 110 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. 

ક્યાં સુધી ઓપન રહેશે આઈપીઓ
Ztech India આઈપીઓ ઈન્વેસ્ટરો માટે 29 મેથી 31 મે સુધી ઓપન રહેશે. સફળ ઈન્વેસ્ટરોના ખાતામાં 3 જૂને શેર એલોટ કરવામાં આવશે. તો એનએસઈ એસએમઈમાં કંપનીના શેર 4 જૂને લેસ્ટિંગ થશે. 

કંપનીએ આઈપીઓ માટે 1200 શેરનો એક લોટ બનાવ્યો છે. જેના કારણે એક રિટેલ ઈન્વેસ્ટરે ઓછામાં ઓછા 1,32,000 રૂપિયાનો દાવ લગાવવો પડશે. આઈપીઓ બાદ પ્રમોટર્સની કંપનીમાં શેરહોલ્ડિંગ ઘટી 82.65 ટકાથી 60.75 ટકા રહી જશે.

શું છે જીએમપી?
કંપનીના શેર ગ્રે માર્કેટમાં આજે 95 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. તેવામાં જો ટ્રેન્ડ લિસ્ટિંગ સુધી રહ્યો તો કંપની એનએસઈમાં 175 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. તેવામાં ઈન્વેસ્ટરોને પ્રથમ દિવસે 59 ટકાનો ફાયદો થઈ શકે છે. એન્કર ઈન્વેસ્ટરો માટે આઈપીઓ કાલે ખુલી જશે. કંપની એન્કર ઈન્વેસ્ટરો દ્વારા 10.63 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્રયાસ કરશે. 

આઈપીઓમાં 35 ટકા ભાગ રિટેલ ઈન્વેસ્ટરો માટે રિઝર્વ રહેશે. જ્યારે Qib માટે મહત્તમ 50 ટકા ભાગ રિઝર્વ કરવામાં આવી શકે છે. 

કંપનીની નાણાકીય સ્થિતિ
પાછલા નાણાકીય વર્ષમાં કંપનીનો નેટ પ્રોફિટ 7.79 કરોડ રૂપિયા રહ્યો છે. જ્યારે તે પહેલાના નાણાકીય વર્ષમાં કંપનીને 1.96 કરોડ રૂપિયાનો શુદ્ધ લાભ થયો હતો. કંપનીના રેવેન્યૂની વાત કરીએ તો પાછલા નાણાકીય વર્ષમાં 67.93 ટકા રહ્યું હતું. 

(આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં જોખમ હોય છે. રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news